અમદાવાદ: ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીએ પોતાના નવા સંગઠનની રચના કરી છે. નવા સંગઠનમાં પાર્ટીએ મોટા પરિવર્તન કર્યા છે. આમ આદમી પાર્ટીએ પક્ષનાં પ્રદેશ પ્રમુખ તરીકે ઇસુદાન ગઠવીને નિયુક્ત કરવામાં આવ્યા (Isudan Gadhavi selected President Of Gujarat AAP) છે. આ ઉપરાંત અલ્પેશ કથિરીયા (alpesh kathiriya working president of aap gujarat) અને ચૈતર વસાવાને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા (chaitar vasava mla working president of aap) છે. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી પાર્ટીનાં અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે ગુજરાતની આવનારી ચૂ્ંટણીમાં ઐતિહાસિક જીતનો નિર્ણય કર્યો છે. ગોપાલ ઈટાલિયાને મહારાષ્ટ્રના પ્રભારી બનાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગોપાલ ઈટાલિયાને AAPના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.
-
સૌ નવનિયુક્ત પદાધિકારીઓ ખૂબ ખૂબ અભિનંદન. pic.twitter.com/ypDxC0bEEZ
— AAP Gujarat (@AAPGujarat) January 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">સૌ નવનિયુક્ત પદાધિકારીઓ ખૂબ ખૂબ અભિનંદન. pic.twitter.com/ypDxC0bEEZ
— AAP Gujarat (@AAPGujarat) January 4, 2023સૌ નવનિયુક્ત પદાધિકારીઓ ખૂબ ખૂબ અભિનંદન. pic.twitter.com/ypDxC0bEEZ
— AAP Gujarat (@AAPGujarat) January 4, 2023
ધારાસભ્ય ચૈતર વસાવાને મોટી જવાબદારી: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને દક્ષિણ ઝોનના સ્ટેટ વર્કિંગ પ્રેસિડેન્ડ, ડો. રમેશ પટેલને ઉત્તર ગુજરાત, જગમલ વાળાને સૌરાષ્ટ્ર, જેવેલ વાસરાને મધ્ય ગુજરાત અને કૈલાશ ગઢવીને કચ્છ ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ડેડિયાપાડા બેઠક પરથી જીતનાર ધારાસભ્ય ચૈતર વસાવાએ ધારાસભ્ય તરીકે એક પછી એક મુદ્દાઓને ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તેમણે પાણી અને વીજળી સહિતના મુદ્દે તંત્રને ચીમકી આપીને લોકોને સુવિધાઓ આપવા માટે જણાવ્યું છે.
આ પણ વાંચો ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં જૈન સમાજના મુદ્દાઓ પર ચર્ચા
ગુજરાત વિધાનસભામાં ચૂંટણીમાં 5 બેઠકો જીતી: હાલમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતની ચૂંટણી લડીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવી લીધો છે. ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીએ વીસાવદર, ગારિયાધાર, જામજોધપુર, બોટાદ અને ડેડીયા પાડા બેઠક પરથી જીત મેળવી છે. આ સાથે જ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળી ગયો છે. હવે આવનારી અલગ અલગ રાજ્યોની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી મેદાને ઉતરશે.
આ પણ વાંચો ભારત જોડો યાત્રામાં રાહુલ પ્રિયંકાને મળી ફારુક અબ્દુલ્લા ભાવૂક
ગોપાલ ઈટાલીયા ગુજરાત બહાર?: પાર્ટી દ્વારા ગોપાલ ઈટાલિયાને હાલ મહારાષ્ટ્રનના સહપ્રભારી પદ પકડાવીને ગુજરાત બહારનો રસ્તો બતાડવામાં આવ્યો છે. નોંધનીય બાબત એ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં આમ આદમી પાર્ટી દ્વારા સીએમ પદના ચહેરાને નક્કી કરવા માટે એક ઓનલાઈન સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં પણ ગોપાલ ઈટાલિયા કરતા ઈસુદાન ગઢવીને ચાર ગણા વધારે મત મળ્યાં હતાં. જેને આધારે ઈસુદાનને પક્ષ દ્વારા સીએમ પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યાં હતાં.