અમદાવાદ : બોડર ગાવસ્કર અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થઈ રહી છે. આ ટેસ્ટ મેચ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ત્યારે બંને દેશના વડાપ્રધાન પણ આ મેચ જોવા હાજર રહેશે. ત્યારે ભાજપના નેતાઓ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ પણ આ બંનેને વડાપ્રધાનને વધાવવા માટે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં હાજર રહ્યા છે.
સ્ટેડિયમ બહાર મોદીના નારા : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન આજે સ્ટેડિયમમાં મેચ જોવા હાજર રહેવાના છે, ત્યારે મેચ જોવા આવનાર દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સ્ટેડિયમની બહાર ભારત માતા કી જય અને મોદીના નારા લાગ્યા હતા. દર્શકો જણાવી રહ્યા છે કે અમે માત્ર આજની મેચ નહી પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા પણ અમે આતુર છીએ.
કોહલી પાસે મોટી ઇનિંગ્સની આશા : ટેસ્ટની અંદર છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલી પાસે પણ આ વખતે પ્રેક્ષકો મોટી ઈનિંગની આશા રાખી રહ્યા છે. સાથે સાથે તેઓ પણ જણાવી રહ્યા છે કે, ભારતે ત્રીજી ટેસ્ટ મેચમાં જે ધાર મેળવી છે. તેનો પૂરેપૂરો બદલો આ મેચમાં લેશે અને વિરાટ કોહલી પણ આ મેચની અંદર ફરી એકવાર પોતાનું ફોર્મ પરત મેળવીને ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન શીપ રમવા માટે ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લેન્ડ જશે તેવી આશા રાખી રહ્યા છે.
આ પણ વાંચો : India vs Australia Test Match : પોલીસનો લોંખડી બંદોબસ્ત, PM મોદી અને ઓસ્ટ્રેલિયાના PM પહોંચ્યા મેચ નિહાળવા
મોટી સંખ્યામાં દર્શકો ઉમટ્યા : મેચ શરૂ થાય તે પહેલા જ મોટી સંખ્યામાં પ્રેક્ષકો સ્ટેડિયમની અંદર પ્રવેશ મેળવી રહ્યા છે. અહીં સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં દર્શકો પહોંચી રહ્યા છે. ત્યારે સ્ટેડિયમની બહાર પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મેચ જોવા આવનાર લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્ટેડિયમમાં કોઈપણ ચીજવસ્તુ સાથે અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. જેથી આવનાર લોકોએ પોતાની બેગ પણ બહાર મૂકવાની ફરજ પડી રહી છે.
ભારત ફેરફાર કરે તેવી શક્યતા : ઉલ્લેખનીય છે કે, પ્રથમ ત્રણ મેચમાં ભારતીય બેટિંગનું પ્રદર્શન ખાસ મોટા પ્રમાણમાં જોવા મળ્યું ન હતું. જેના કારણે આજની મેચની અંદર ભારત પોતાની પ્લેઇંગ 11માં અંદર ફેરફાર કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જેમાં શ્રીકર ભરતની જગ્યાએ કિશનને સ્થાન મળી જઈ શકતા જોવા મળી રહે છે, ત્યારે બીજી બાજુ સિરાજને ફરી એકવાર મોહંમદ શામી સ્થાન મળે તેવી શક્યતા જોવા મળી રહી છે.