ETV Bharat / state

અપક્ષનું એનાલિસિસ: તમામ ચૂંટણીમાં રાજનીતિની તાસીર બદલાવી - ગુજરાત વિધાનસભાની ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election 2022) ઇતિહાસમાં ના માત્ર કોંગ્રેસ કે ભાજપ પણ અપક્ષનો પણ દબદબો જોવા મળ્યો છે.અને એ વાત પણ હકીકત છે કે ચૂંટણીમાં અપક્ષ જીતે (Gujarat Independent Candidate) તો ઓછા પણ હરાવે જાજાને.

અપક્ષનું એનાલિસિસ: તમામ ચૂંટણીમાં રાજનીતિની તાસીર બદલાવી

author img

By

Published : Dec 3, 2022, 7:28 PM IST

અમદાવાદ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઇને દરેક પક્ષ દ્રારા તનતોડ મહેનત કરવામાં આવી હતી. પરંતુ ભાજપ, કોંગ્રેસની સાથે અપક્ષ પણ પોતાનું વર્ચસ્વ ધરાવે છે. અપક્ષ પણ લોકોના દિલમાં રાજ કરે છે અને વિજેતા બને છે.અત્યાર સુધીમાં ગુજરાતમાં ચૂંટણીના (Gujarat Independent Candidate) અડધી સદીના એટલે કે 13 ચૂંટણીના ઇતિહાસમાં 91 અપક્ષ વિજેતા થયા છે. પરંતું એ વાત પણ ખરી છે કે ચૂંટણીમાં અપક્ષ જીતે તો ઓછા પણ હરાવે જાજાને.

ચૂંટણીમાં જીત હાંસલ 2017 માં 32 બેઠકો પર ત્રીજા ઉમેદવારના મત જીતના માર્જીનથી વધુ હતા અને 17 બેઠકોમાં ત્રીજા નંબરે અપક્ષ જોવા મળી હતી. 2012 માં સૌથી વધુ 104 બેઠકોમાં અપક્ષ ત્રીજા નંબરે જોવા મળી હતી.અત્યાર સુધીના ઇતિહાસમાં એવી એક પણ ચૂંટણી(1962 થી 2017) નથી કે જેમાં અપક્ષ ઉમેદવાર જીત્યો ના હોય. સૌથી વધારે વર્ષ 1995 માં 1619 અપક્ષ ઉમેદવારો ચૂંટણીમાં જીત હાંસલ કરી હતી. સૌથી ઓછી સીટ મળી હતી તે સમય હતો વર્ષ 2012.પંરતુ વિપક્ષની જમાવટ તો દર ચૂંટણીમાં રહી જ છે.ત્યારે આજ સુધી કોઇ એવી ચૂંટણી વિધાનસભાની નથી થઇ કે જેમાં અપક્ષ ઉમેદવાર ધારાસભ્ય બને જ નહીં.

અપક્ષ જીત્યા
અપક્ષ જીત્યા

અપક્ષ ઉમેદવારો મેદાનમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(independent candidate election) છેલ્લી 6 ચૂંટણીમાં 4320 ઉમેદવારો અપક્ષથી લડ્યા હતા. જેમાંથી 27 ઉમેદવારોએ જીત મેળવી હતી. 1995 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઝંપલાવ્યું હતું. ઉમેદવારો 1619 મેદાનમાં આવ્યા હતા જેના કારણે રેકોર્ડબ્રેક નોંધાયો હતો. તેમાંથી 16 ઉમેદવારોએ જીત મેળવી હતી. ત્યાર પછીની દરેક ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોની સંખ્યા 1000ની અંદર નોંધાઇ હતી. 1998માં 415 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું હતું. જયારે 2002માં 344 તો 2007માં 480 તો 2012માં 668 અને 2017માં 794 ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. છ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કુલ 4320 અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી હતી. 27 અપક્ષ ઉમેદવારો જેમાથી જીત મેળવી હતી.

ખુરશી આજદીન સુધી ખાલી રહી નથી વિધાનસભાના ગૃહમાં આજ સુધી અપક્ષ ઉમેદવારની ખુરશી ખાલી રહી નથી. જેના કારણે આપણે કહી શકીએ છીએ કે અપક્ષ પણ પોતાનું વર્ચસ્વ અને લોકોમાં ચાહના ધરાવે છે. આજ વખતની વિધાનસભાની ચૂંટણીમાં 2022 અપક્ષમાંથી 624 ઉમેદવારે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. કુલ 7931 અપક્ષ ઉમેદવારોની સંખ્યા ચૂંટણીમાં ઊભા રહ્યા છે. બીજા પક્ષમાંથી નારાજ થયેલા નેતાઓ અપક્ષમાં જઇને ચૂંટણી લડવાની જાહેરાત કરી રહ્યા છે.

જીતનો પરચમ લહેરાવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઇતિહાસમાં વર્ષ 1962માં અપક્ષમાંથી ઉમેદવારી કરનારા 131માથી 7 ઉમેદવારો જીત્યા હતા. 1975 વર્ષ દરમિયાન અપક્ષમાંથી 15 અને 1980માં 10 ઉમેદવાર તો 1990માં 11 અને સૌથી વધુ 1995માં 16 અપક્ષ ઉમેદવારએ જીત મેળવી હતી. આવી રીતે ચૂંટણીમાં અપક્ષનો જીતવાનો સિલસિલો યથાવત છે. ત્યારે આ વખતે જોવાનું રહ્યું કે અપક્ષના ઉમેદવારનું પુનરાવર્તન થશે કે પછી કોઇ નવો જ ઇતિહાસ બનશે તે હવે ચૂંટણીના પરિણામો બાદ ખરી માહિતી મળશે

2017માં 77 બેઠકોમાં ત્રીજા નંબરે અપક્ષ ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં અપક્ષ ત્રીજા નંબરે અપક્ષ ઉમેદવાર રહ્યા હતા. 2012ની ચૂંટણીમાં પહેલી વાર 104 બેઠકોમાં વોટ મેળવવામાં ત્રીજા નંબરે રહ્યા હતા. 77 બેઠકોમાં સુરતની વરાછા રોડ બેઠકમાં 388 મતો મેળવ્યા હતા અને જેના કારણે અપક્ષ ત્રીજા નંબરે નોંધાયું હતું. તો બીજા ઉમેદવારોની વાત કરવામાં આવે તો તેમને 80થી250 જેવા મત મળ્યા હતા. 2017માં 784 ઉમેદવારો અપક્ષના હતા જેમણે ડિપોઝીટ ગૂમાવી હતી.

જુનાગઢમાં 4 અપક્ષ ઉમેદવારો વિજેતા અત્યાર સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષમાંથી જુનાગઢમાં 4 અપક્ષ ઉમેદવારો વિજેતા રહ્યા છે. જુનાગઢ જીલ્લામાં 1962થી લઈ 2017 સુધીની વાત કરવામાં આવે તો 26 મહિલાઓ સહિત 502 ઉમેદવારોએ ચુંટણી મેદાનમાં જંપલાવ્યું હતું. 1967માં એન.પી.ગાંધી જે માંગરોળ પરથી વિજેતા થયા હતા. 1980માં આંત્રોલીયા સુકાભાઈ તેઓ પણ માંગરોળ બેઠક પરથી વિજેતા થયા હતા. 1990માં મહેન્દ્ર મશરૂ તેઓ જૂનાગઠ બેઠક પરથી વિજેતા થયા હતા અને 1995માં ફરી વખતે તેમને રિપિટ કરવામાં આવ્યા હતા અને 1995માં મહેન્દ્ર મશરૂ ફરી જુનાગઢ બેઠકથી જીતી આવ્યા હતા.

જીતનું અંતર હોય તેટલી અપક્ષ ટકાવારી ગુજરાત વિધાનસભામાં ચૂંટણીમાં વિજેતા અને ઉપ વિજેતા વચ્ચે હાર-જીતમાં 4થી 6 ટકાનો ફેરફાર રહેતો હોય છે મોટાભાગે. જે વિજેતા હોય છે તે 4થી6% મતોની લીડથી વિજેતા બનતા હોય છે. પણ એ વાત પણ ખરી છે સામે અપક્ષ પણ એટલા મેળવી લેતા હોય છે. 2002માં અપક્ષોને કુલ મત જે મળ્યા હતા તે 5.72 ટકા મળ્યા હતા. તો 2007માં 6.61 ટકા અને 2012માં 5.83 ટકા અને 2017માં 4.30 ટકા મત મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.