અમદાવાદઃ લાંચિયા બાબુઓએ તો લાંચ લઈને લાખો-કરોડો રૂપિયાની મિલકત વસાવી લીધી છે, ત્યારે હવે તેની સામે પણ ACB એ લાલ આંખ કરી છે. ગ્રામ્ય LCBમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ લાંચ કેસમાં પકડાયા બાદ તેમના વિરુદ્ધની કાર્યવાહી દરમિયાન 84 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી હતી.

આશરે 15 દિવસ અગાઉ અમદાવાદ ગ્રામ્ય LCB ના કોન્સ્ટેબલ જગદીશ ચાવડાએ વરલી મકાના ધંધાના નામે 50,000ની માંગણી કરી હતી. જે મામલે ACB એ આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી. તે બાદ ACB દ્વારા આરોપી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
આરોપીની મિલકત તપાસતા અપ્રમાણસર મિલકત સામે આવી હતી. જેમાં આરોપીની 22 લાખની FD,15લાખ બેન્ક એકાઉન્ટમાં, 2 લક્ઝ્યરિઝ કાર એક બંગલૉ એમ કુલ 84 લાખ જેટલી રકમની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આમ 129 ટકા જેટલી અપ્રમાણસર મિલકત મળી આવતા ACBએ આરોપી વિરુદ્ધ વધુ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.