અમદાવાદના મેયર બીજલ પટેલે આ અંગે જણાવ્યું કે, ખારીકટ કેનાલનું કામ ચાલી જ રહ્યું છે અને થોડા દિવસોમાં બધુ કામ પૂર્ણ પણ થઇ જશે. એવું કંઈ જ નથી કે આ કેનાલમાં કચરો કે ગંદુ પાણી છે, આ બધી જ વાતો ખોટી છે.
જ્યારે બીજી તરફ વિરોધ પક્ષના નેતા દિનેશ શર્મા જણાવે છે કે, ખારીકટ કેનાલમાં આજુબાજુ ની સોસાયટી અને ઈન્ડસ્ટ્રીનું પાણી પણ આવે છે. જેના લીધે કેનાલ પ્રદુષિત થયેલી છે અને કોઈ કામગીરી થયેલી જોવા મળી રહી નથી.