ETV Bharat / state

ICC World Cup 2023 : આઈસીસી દ્વારા વર્લ્ડ કપ 2023નું ટાઈમ ટેબલ જાહેર, અમદાવાદમાં જ ફાઇનલ કેમ યોજાશે તેનું કારણ આ રહ્યું

આઈસીસી દ્વારા વર્લ્ડ કપ 2023 ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યુંં છે. ભારતના કુલ 9 શહેરમાં 48 વન-ડે મેચ રમાશે. જેમાં વર્લ્ડ કપની પહેલી મેચ 5 ઓક્ટોબરના રોજ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. જ્યારે ભારત અને પાકિસ્તાનની 15 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. જ્યારે વર્લ્ડ કપની ફાઇનલ મેચ પણ અમદાવાદમાં જ રમાશે.

ICC World Cup 2023 : આઈસીસી દ્વારા વર્લ્ડ કપ 2023 ટાઈમ ટેબલ જાહેર, અમદાવાદમાં જ ફાઇનલ કેમ યોજાશે તેનું કારણ આ રહ્યું

author img

By

Published : Jun 27, 2023, 9:37 PM IST

અમદાવાદ : આઈસીસી દ્વારા વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. દર 4 વર્ષે આઈસીસી વન ડે વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવતું હોય છે. 2011 બાદ ફરી એકવાર ભારતને વન-ડે વર્લ્ડ કપની યજમાની પ્રાપ્ત થઈ છે. ભારતના 9 જેટલા શહેરમાં વર્લ્ડ કપની મેચ રમાશે. જેમાં ધર્મશાલા અને લખનઉ પહેલી વખત જયારે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ રીડેવલપ થયા બાદ નરેદ્ર મોદી સ્ટેડિયમ નામ ધારણ કર્યા બાદ પહેલી વખત વર્લ્ડકપ યજમાની કરશે.

વર્લ્ડ કપ 2023 ટાઈમ ટેબલ
વર્લ્ડ કપ 2023 ટાઈમ ટેબલ

આ વખતનો વર્લ્ડ કપ ખૂબ જ રસપ્રદ રહેશે. 2019 બાદ 2020માં વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. આ ચાર વર્ષમાં ખૂબ મોટા પ્રમાણમાં T 20 મેચ રમાઇ છે. જ્યારે નરેદ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટિંગને અનુકૂળ હોવાથી તમામ મેચમાં ખૂબ મોટો સ્કોર જોવા મળશે. જેના કારણે અમદાવાદમાં રમત તમામ મેચ ભારે રોમાંચક બને તો નવાઈ નહીં. 1996ના વર્લ્ડ કપની પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. ત્યારે ફરી એકવાર 2023ના વર્લ્ડ કપમાં પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે...તુષારભાઈ ત્રિવેદી (ક્રિકેટ એક્સપર્ટ)

9 શહેરમાં યોજાશે વર્લ્ડ કપની મેચ : આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023 ની યજમાની ભારતને 12 વર્ષ બાદ મળી છે. ત્યારે આ વર્ષના વર્લ્ડ કપમાં ફાઇનલ સહિત કુલ 48 મેચ રમાશે. જેમાં સૌથી ઓછી 3 મેચ હૈદરાબાદ ખાતે રમાશે. જયારે અમદાવાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નઈ, લખનઉ,પુણે, બેંગ્લોર કોલકત્તા અને મુંબઈ ખાતે પાંચ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પહેલી સેમિફાઇનલ મુંબઈ અને બીજી સેમિફાઇનલ કોલકાતા ખાતે રમાશે. જ્યારે ફાઇનલ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદ ખાતે રમાશે. બીજી બાજુ ધર્મશાલા અને લખનઉ ક્રિકેટ સ્ટેડિયમને પહેલી વખત વર્લ્ડ કપ મેચની યજમાની કરવાનો મોકો મળ્યો છે.

પહેલી મેચ અમદાવાદમાં : આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરના રોજ ઇંગ્લેન્ડ અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતેથી શરૂઆત કરવામાં આવશે. જ્યારે 19 નવેમ્બર રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જ વર્લ્ડકપ મેચની ફાઇનલની યજમાની આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રીડેઅલગ કર્યા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સૌ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે ક્રિકેટને લગતી કોઈપણ મોટી ઇવેન્ટ હોય તો તેની શરૂઆત અને અંતિમ મેચ પણ અમદાવાદમાં જ યોજાતી હોય છે. BCCI દ્વારા પણ વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શા માટે ફાઇનલ અમદાવાદમાં જ : જ્યારથી અમદાવાદનું સરદાર પટેલ સ્ટેડિયમ રીડેવલપ થઇને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે રજૂ થયું છે ત્યાંરથી તમામ મોટી ક્રિકેટ ઇવેન્ટ અહીં યોજાઇ રહી છે. છેલ્લા બે વર્ષથી IPLની ઓપનિંગ સેરેમની તેમજ ફાઇનલ મેચ પણ અમદાવાદમાં યોજાય છે. વર્લ્ડ કપ 2023 ફાઇનલ મેચનું આયોજન પણ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે તેનું મુખ્ય કારણ છે. આ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે જેની અંદર 1 લાખ 40 હજાર જેટલા લોકો એકસાથે મેચ જોઈ શકે છે. સાથે જ અહીંયા ડ્રેનેજ સિસ્ટમ પણ સુંદર પ્રકારની છે વરસાદ બંધ થયા બાદ માત્ર 15 થી 20 મિનિટમાં જ મેદાન સુકાઈ જાય છે.

અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે : આઇસીસી વન ડે વર્લ્ડ કપમાં કુલ 5 મેચ અમદાવાદમાં રમાશે. જેમાં 5 ઓક્ટોબરના રોજ ઇંગ્લેન્ડ અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે. 15 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. જ્યારે 4 નવેમ્બરના રોજ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અને 10 નવેમ્બરના રોજ સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે જ્યારે 19 નવેમ્બરના રોજ વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાશે.

ભારતની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે : ભારત પોતાના વર્લ્ડ કપ અભિયાનનો પ્રારંભ 8 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સામે મેચ ખેલીને કરશે. ત્યારબાદ 11 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે દિલ્હી ખાતે મેચ રમાશે. જ્યારે 15 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ ઉપરાંત 19 ઓક્ટોબરના રોજ બાંગ્લાદેશ સામે, 22 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ સામે 29 ઓક્ટોબરના રોજ ઇંગ્લેન્ડ સામે, 2 નવેમ્બર ક્વોલીફાઈ ની સામે,પાંચ નવેમ્બર સાઉથ આફ્રિકા સામે અને 11 નવેમ્બરના રોજ ક્વોલીફાઈ 1ની સામે પોતાની મેચ રમશે.

  1. ICC World Cup 2023 : વર્લ્ડકપનું કાઉન્ટડાઉન શરૂ, ટ્રોફી 1,20,000 ફૂટની ઊંચાઈએ લોન્ચ કરાઈ
  2. India VS Pakistan : આ દિવસે ટકરાશે ભારત અને પાકિસ્તાન, જાણો ભારતની મેચનું સંપૂર્ણ શેડ્યૂલ
  3. Sarfaraz Khan : સરફરાઝ ખાનની ટીમમાં પસંદગી કેમ નહિ? સાચું કારણ આવ્યું સામે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.