- જન્માષ્ટમી ઉજવણીને લઈને રાજ્ય સરકારે જાહેર કરી છે ગાઈડલાઈન
- અમદાવાદના હરેકૃષ્ણ મંદિર અને ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણ
- વહેલો ઉજવાશે કૃષ્ણ જન્મોત્સવ
- ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
- ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામ-ધૂમથી ઉજવણી
અમદાવાદ: શહેરના પ્રસિદ્ધ ઈસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જે મુદ્દે માહિતી આપતા અમદાવાદ ઈસ્કોન મંદિરના પ્રમુખ કલાનાથ ચૈતન્યદાસજીએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, આ વર્ષે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝર અને માસ્ક સહિતની કોવિડ SOP સાથે ભગવાનનો જન્મોત્સવ અને હિંડોળાનું આયોજન કરાશે. એક સાથે ફક્ત 200 ભક્તોને જ મંદિરમાં પ્રવેશની પરમિશન અપાશે, તે માટે મંદિર દ્વારા લાઈનમાં ઉભા રહેવાની વ્યવસ્થા કરાઈ છે.
ઇસ્કોન મંદિરમાં ઈમ્પોર્ટેડ ફૂલોથી ભગવાનના હિંડોળાને સજાવવામાં આવશે
ઇસ્કોન મંદિરમાં ઈમ્પોર્ટેડ ફૂલોથી ભગવાનના હિંડોળાને સજાવવામાં આવશે. ભગવાનના વાઘાને આકર્ષક જ્વેલરીથી સજાવવામાં આવશે. અન્નકૂટનું આયોજન કરાશે. 24 કલાક કીર્તન કરવામાં આવશે. કરફ્યૂને જોતા ભગવાનનો અભિષેક વહેલા કરી દેવાશે. તેમ જ જન્મોત્સવ પણ વહેલો ઉજવવામાં આવશે. દર્શનાર્થીઓને પ્રસાદીમાં મીઠાઈ આપવામાં આવશે. જો કે દર વર્ષે હિંડોળાના દિવસે ભંડારો કરવામાં આવે છે. જે આ વખતે યોજાશે નહીં. દર્શનાર્થીઓને પેકિંગમાં પ્રસાદ આપવામાં આવશે.
પ્રભુપાદજીની 125 મી જન્મ જયંતિ ઉજવાશે
ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીએ રાત્રે 11.30 કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. બીજા દિવસે સવારે 10 કલાકે નંદોત્સવ ઉજવાશે. સાથે જ ઇસ્કોન મંદિરના સ્થાપક પ્રભુપાદજીની 125 મી જન્મજયંતિ ઉજવાશે. જેમાં 125 કિલોની કેક કાપીને ભક્તોમાં વહેંચાશે.
સોલા ભાગવતમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
અમદાવાદની પ્રસિદ્ધ સોલા ભાગવત મંદિર ખાતે કોરોના SOP ના પાલન સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે જેની રૂપરેખા નીચે મુજબ છે.
- મંગળા આરતી, સવારે 6.30 કલાકે
- પંચામૃત સ્નાન,સવારે 07 કલાકે
- શૃંગાર/તિલક,સવારે 09.30 કલાકે
- રાજભોગ,સવારે 11.30 કલાકે
- વિરામ, બપોરે 01 કલાકે
- જાગશે, બપોરે 03 કલાકે
- ભોગ, સાંજે 05.30 કલાકે
- શયન, સાંજે 07 કલાકે
- જાગરણ, સાંજે 08.30 કલાકે
- જન્મના દર્શન, રાત્રે 12 થી 01 કલાક સુધી
નંદના પારણા
- મંગળા આરતી, ભક્તો દર્શન કરી શકશે નહીં
- નંદ મહોત્સવ, સવારે 09.30 કલાકે
- રાજભોગ, સવારે 11.30 કલાકે
- ઉઠશે, બપોરે 04 કલાકે
- ભોગ, સાંજે 05 કલાકે
- શયન, સાંજે 06 કલાકે
હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે આયોજન
પ્રખ્યાત હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે કૃષ્ણ જન્મોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. જેમાં કૃષ્ણ અભિષેક, નંદ જન્મોત્સવ તેમજ બીજા દિવસે હિંડોળાનું આયોજન કરાશે પરંતુ કોરોનાને ધ્યાનમાં રાખીને મંદિર દ્વારા ભક્તોને ઓનલાઈન કૃષ્ણ જન્મોત્સવમાં ભાગ લેવાની પ્રેરણા આપવામાં આવી છે. તેમ છતાં મંદિરમાં દર્શન કરવા આવતા લોકોને સરકાર દ્વારા બહાર પાડેલી ગાઇડલાઇન મુજબ અને કોરોના SOP પ્રમાણે દર્શન કરવા દેવામાં આવશે.