ડેસ્ક ન્યુઝ : મુંબઈથી ન્યુયોર્ક જતી ફ્લાઇટમાં આતંકવાદી દ્વારા કરાયેલા હુમલામાં મૃત્યુ પામેલી મહિલાને અમેરિકાએ આપેલા વળતર પર ભારતના ઇન્કમટેક્સ વિભાગે ટેક્સની નોટિસ કાઢતા ગુજરાત હાઈકોર્ટમાં અરજી (Application for World Airways Flight in Gujarat HC) કરાઈ છે. 1986માં મુંબઈથી ન્યૂયોર્ક જતી વર્લ્ડ એરવેઝની ફલાઇટને ચાર પેલેસ્ટાઇન આતંકવાદીઓએ હાઈજેક (New York Attack from Mumbai) કરી હતી. હાઈકોર્ટે ઈન્કમટેક્સ વિભાગને (Department of Incometax of India) નોટિસ આપી વધુ સુનાવણી 21 ફેબ્રુઆરી પર રાખી છે.
અંદાજીત 51 લોકોના મૃત્યુ પામ્યા હતા
આ હુમલામાં અંદાજીત 51 લોકોના મૃત્યુ પામ્યા હતા. જેમાં તૃપ્તિ દલાલ નામની મહિલાના પતિએ એરલાઇન્સ પાસે વળતરનો કેસ કર્યો હતો. 2006માં લિબિયાની સરકારે અમેરિકાને 1.6 બિલિયન ડોલર વળતર પેટે આપ્યા હતા. જે પૈકી તૃપ્તિબેનના પતિને અમેરિકાની સરકારે 2013માં 34.24 લાખ ચૂકવ્યા હતા. આ રકમ ૫૨ ઈન્કમટેક્સ વિભાગે ટેક્સ ચૂકવવા નોટિસ પાઠવી હતી. પરંતુ ઇનકમ ટેક્સ વિભાગે ફરીથી 2021માં નોટિસ કાઢીને ટેકસની માંગણી કરી હતી.
આ પણ વાંચોઃ પાકિસ્તાને ફરી બતાવ્યો પોતાનો અસલી રંગ, શ્રીનગર-શારજાહ ફ્લાઇટ માટે એરસ્પેસ આપવાની કહી દીધી ના
"US સરકારે આપેલા વળતર પર કેવી રીતે ઇન્કમટેક્સ લાગે ?"
હાઈકોર્ટે ઈન્કમટેક્સ વિભાગને સવાલ (HC On Income Tax) કર્યો હતો કે, અમેરિકાની સરકારે વળતર પેટે ચૂકવેલા નાણાં પર કઈ કલમ હેઠળ ટેકસ વસુલી શકો? તે અંગે જવાબ રજૂ કરો. ઇઝરાયેલની જેલમાંથી આતંકીઓને છોડાવવા વિમાનનું અપહરણ થયું હતું.