ETV Bharat / state

આર્ટિકલ 15 ફિલ્મને લગતી જાહેરહિતની અરજી હાઇકોર્ટે નકારી - gujarat

અમદાવાદઃ દલિતો પરના અત્યાચારને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી ફિલ્મ ‘આર્ટિકલ 15’ વિરૂદ્ધ હાઇકોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન વકીલ હાજર ન રહેતા કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે રિટને ફગાવી દીધી હતી.

AHD
author img

By

Published : Jul 4, 2019, 11:48 PM IST

આ રિટમાં ફિલ્મની સ્ક્રિનિંગને અટકાવવા માટેની દાદ માગવામાં આવી હતી. અરજદાર જીગર મહેતા દ્વારા કરવામાં આવેલી રિટમાં એવા મુદ્દા રજૂ કરવામાં આવ્યાં હતાં કે, આ ફિલ્મમાં કેન્દ્રમાં બદાયું ગેંગરેપ છે. જેના આધારે જ ફિલ્મ બનાવવામાં આવી છે. જે મૂળ ઘટનામાં આરોપીઓ એક ચોક્કસ સમુદાયના લોકો હતાં. પરંતુ આ ફિલ્મમાં તેનાથી વિપરીત હકીકત દર્શાવવામાં આવી છે. અને તથ્યો સાથે ચેડાં કરવામાં આવ્યાં છે. ફિલ્મમાં આરોપીઓ તરીકે બ્રાહ્મણોને ચિતરવામાં આવ્યાં છે.

આ ફિલ્મ સમાજમાં વર્ગવિગ્રહ ફેલાવે એવી છે. બ્રાહ્મણ સમુદાય આપણા સમાજનો સજ્જન વર્ગ છે. જે સામાન્ય રીતે કોઇ પણ વિવાદમાં પડવા માગતા હોતાં નથી. ત્યારે આ પ્રકારે ફિલ્મોમાં આ સમાજને લાંછન લગાવે એવી રીતે દર્શાવવામાં આવ્યાં છે. તેથી ફિલ્મને દર્શાવવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે તે માટે જાહેર હીતની અરજી કરવામાં આવી હતી.

જેમાં સુનાવણી દરમિયાન વકીલ હાજર ન રહેતા કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે રિટને નકારી છે.

Intro:દલિતો પરના અત્યાચારોને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી ફિલ્મ ‘આર્ટિકલ 15’ વિરૂદ્ધ હાઇકોર્ટ સમક્ષ દાખલ કરાયેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન વકીલ હાજર ન રહેતા કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે રિટને કાઢી નાખી હોવાની વિગતો સામે આવી છે.

Body:આ રિટમાં ફિલ્મની સ્ક્રિનિંગને અટકાવવા માટેની દાદ માગવામાં આવી હતી. અરજદાર જીગર મહેતા દ્વારા કરવામાં આવેલી રિટમાં એવા મુદ્દા રજૂ કરવામાં આવ્યાં હતાં કે આ ફિલ્મમાં કેન્દ્રમાં બદાયું ગેંગરેપ છે. જેના આધારે જ ફિલ્મ બનાવવામાં આવી છે. જે મૂળ ઘટનામાં આરોપીઓ એક ચોક્કસ સમુદાયના લોકો હતાં. પરંતુ આ ફિલ્મમાં તેનાથી વિપરીત હકીકત દર્શાવવામાં આવી છે અને તથ્યો સાથે ચેડાં કરવામાં આવ્યાં છે. ફિલ્મમાં આરોપીઓ તરીકે બ્રાહ્મણોને ચિતરવામાં આવ્યાં છે. Conclusion:આ ફિલ્મ સમાજમાં વર્ગવિગ્રહ ફેલાવે એવી છે. બ્રાહ્મણ સમુદાય આપણા સમાજનો સજ્જન વર્ગ છે. જે સામાન્ય રીતે કોઇ પણ વિવાદમાં પડવા માગતા હોતાં નથી. ત્યારે આ પ્રકારે ફિલ્મોમાં આ સમાજને લાંછન લગાવે એવી રીતે દર્શાવવામાં આવ્યાં છે. તેથી ફિલ્મને દર્શાવવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.