ETV Bharat / state

Gujarat High Court: અરજદારની અરજી બાદ હાઇકોર્ટે તંત્ર પાસે માંગ્યો જવાબ, ગાંધીઆશ્રમ વળતર રકમ કેસની સમગ્ર વિગત - Mamlatdar

ગુજરાત હાઇકોર્ટે ગાંધી આશ્રમના રહેવાસી દ્વારા દાખલ કરવામાં આવેલી વળતરની રકમની અરજી ઉપર સત્તાવાળાઓ પાસેથી જવાબ માંગ્યો છે. અરજદારની 60 લાખ જેટલી વળતરની રકમ તેમના પિતરાઈ ભાઈએ છેતરપિંડી કરીને મેળવી લીધી હોવાનું અરજદારે જણાવ્યું છે. જિલ્લા તંત્રએ આ અંગે સંતોષકારક નિર્ણય નહિ આપતા અરજદાર કોર્ટ સમક્ષ પહોંચ્યો છે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jun 30, 2023, 5:25 PM IST

Updated : Jun 30, 2023, 7:04 PM IST

ગાંધીઆશ્રમ વળતર રકમ કેસની સમગ્ર વિગત

અમદાવાદ : સાબરમતી આશ્રમ રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ લઈને ગાંધી આશ્રમમાં રહેતા રહેવાસીઓ આશ્રમ છોડવો પડ્યો હતો. આશ્રમ વાસીઓના પુનઃવસન માટે સત્તાવાળાઓ તરફથી 60,00,000 લાખ જેટલા રૂપિયા આપવામાં આવ્યા હતા. આ પૈસા આપવામાં સત્તાવાળાઓ તરફથી મૂળ માલિક અશ્વિનજી ઠાકોરને પૈસા આપવાની જગ્યાએ તેમના પિતરાઈ ભાઈને પૈસા આપી દેતા સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે.

શું છે સમગ્ર મામલો : આ સમગ્ર કેસની વિગતો મુજબ ગાંધી આશ્રમના રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટને લઈને આશ્રમના રહેવાસીઓને 60 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. તેમાં અરજદાર અશ્વિન ઠાકોરને મળવાપાત્ર રકમ તેમના પિતરાઈ ભાઈ નિકુલ ઠાકોરે છેતરપિંડી કરીને આ 60 લાખ રૂપિયા પોતાના નામે કરી લીધા હતા.

અરજદાર સાથે છેતરપીંડી : આ અંગે અરજદારના એડવોકેટ સિદ્ધાર્થ રવિ ખેસકાનીએ જણાવ્યું હતું કે, અશ્વિન ઠાકોરના પિતા લક્ષ્મણ ઠાકોર આશ્રમના કર્મચારી હતા. તેમનો પરિવાર મકાન નંબર 55 માં રહેતો હતો. આ સાથે જ તેમના દાદાનું પણ એક ઘર 004 આશ્રમમાં જ હતું. જેમાં પણ તેમનો 50% હિસ્સો હતો. અશ્વિનજી ઠાકોર તેમના પિતાના અવસાન બાદ તે જ ઘરમાં રહેતા હતા. આ જગ્યા રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આવી હતી. ત્યારબાદ મકાનના વળતરની રકમ માટે મકાનનો સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારે નિકુલ ઠાકોરે પોતાના બદલે ફાઇલ ફોર્મ લીધું હતું અને બધા ડોક્યુમેન્ટ લક્ષ્મણજી ઠાકોરના આપ્યા હતા. પરંતુ ફોર્મ ઉપર નિકુલ ઠાકોરે પોતાનું નામ લખી દીધું હતું. જેના કારણે વળતરની બધી રકમ નિકુલ ઠાકોરને મળી હતી.

હાઈકોર્ટનો આદેશ : અરજદારના એડવોકેટે વધુમાં જણાવ્યું હતું કે, આ મામલે અશ્વિન ઠાકોરે પોલીસ તેમજ અધિકારીઓને ફરિયાદ કરી હતી. પરંતુ તેમ છતાં પણ તેમને કોઈ ફાયદો થયો ન હતો. તેમની આ અરજી લગભગ બે વર્ષ સુધી પેન્ડિંગ રહી હતી. ત્યારબાદ તેમણે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારે હાઇકોર્ટે જિલ્લા કલેકટરને તેમની અરજી ઉપર નિર્ણય લેવા માટે નિર્દેશ આપ્યો હતો.

હાઇકોર્ટના આદેશ બાદ કલેકટરની જગ્યાએ મામલતદારે ખોટી રીતે પ્રક્રિયા કરીને ઓર્ડર પાસ કર્યો હતો. કારણ કે, કાયદાકીય રીતે મામલતદાર પાસે આવી રીતે ઓર્ડર પાસ કરવાની સત્તા નથી. આથી અમે ફરીથી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.-- સિદ્ધાર્થ રવિ ખેસકાની (અરજદારના એડવોકેટ)

અરજદારની રજૂઆત : આ મામલે અરજદારના એડવોકેટ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ,જ્યાં સુધી યોગ્ય વળતર માટે આદેશ ના આવે અને અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી અરજદારને વૈકલ્પિક આવાસ આપવામાં આવે.

કોર્ટે જવાબ માંગ્યો : આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઇકોર્ટે રાજ્ય સરકાર, જિલ્લા કલેકટર તેમજ ગાંધી આશ્રમ કમિટીને નોટિસ પાઠવીને તેનો જવાબ માંગવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે 1 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે કોર્ટ શું નિર્ણય કરશે તે જાણવું મહત્વનું બની રહેશે.

  1. Gujarat High Court: મનોદિવ્યાંગ દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપતો ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો
  2. Gujarat High Court: ધ્વનિ પ્રદૂષણ અને લાઉડ સ્પીકરના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં વધુ એક અરજી, જીપીસીબીને નોટિસ

Last Updated : Jun 30, 2023, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.