અરજદાર દ્વારા હાઈકોર્ટમાં દાખલ રિટમાં દલીલ કરવામાં આવી છે કે, CAAના વિરોધમાં અરજદાર ખમાસા વિસ્તારની હદમાં 19મી જાન્યુઆરીના રોજ વિરોધ પ્રદર્શન કરવા માટે પરવાનગી અપાઈ નથી. જેની સામે હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ છે. અગાઉ અરજદાર દ્વારા 7મી જાન્યુઆરીના રોજ ગાયકવાડ પોલીસ સ્ટેશન અને 8મી જાન્યુઆરીના રોજ શહેર પોલીસ કમિશ્નરને રજુઆત કરી હોવા છતાં કોઈ નિર્ણય ન લેવાતા હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ મંજૂરી ન આપતો આદેશ આપ્યો હતો.
અરજદાર વતી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે, સરકાર દ્વારા શહેરમાં વારંવાર ધારા 144 લાગુ કરી દેવાય છે. CAAના શાંતિપૂર્ણ વિરોધ માટે કોઈ પરવાનગી આપવામાં આવતી નથી. જ્યારે CAAના સમર્થનમાં લોકોએ પરવાનગી ન લીધી હોય તેમ છતાં તેમના વિરોધ પ્રદર્શન પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પોલીસ CAAના વિરોધમાં પ્રદર્શન કરવા માટે પરવાનગી આપતી નથી અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવે છે.
16મી ડિસેમ્બરના રોજ IIM બહાર અને 19મી ડિસેમ્બરના રોજ ઝાંસી કી રાની પાસે પણ પરવાનગી ન હોવાથી લોકોની અટકાયત કરવામાં આવી હતી. CAAના વિરોધમાં પોલીસ દ્વારા પરવાનગી આપવામાં આવતી નથી. આ નીતિ ભેદભાવ કરનારી છે. પોલીસની આ નીતિ બંધારણના અનુચ્છેદ 19(1)વિરૂધ્ધની છે.
અરજદારનો આક્ષેપ છે કે, CAAના સમર્થનમાં 24મી ડિસેમ્બરના રોજ રાજ્યમાં 62 રેલીઓની પરવાનગી આપવામાં આવી છે. પરતું વિરોધમાં પરવાનગી આપવામાં આવી નથી. 19મી જાન્યુઆરીના રોજ જમાલપુર વિસ્તારમાં CAAના વિરોધમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે પોલીસે પરવાનગી ન આપતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ છે.