ETV Bharat / state

હાઈકોર્ટે પ્રદિપસિંહને મેટ્રો કોર્ટની સુનાવણીમાં હાજર ન રહેવાની રાહત આપી

અમદાવાદ: ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા તેમની સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવાના મેટ્રો કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકારતા ગુરૂવારે જસ્ટીસ એસ.એચ વોરાએ પ્રદિપસિંહને મેટ્રો કોર્ટમાં સુનાવણી દરમિયાન હાજર ન રહેવાની રાહત આપી છે. આ મામલે વધુ સુનાવણી 3 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

હાઈકોર્ટે પ્રદિપસિંહને મેટ્રો કોર્ટની સુનાવણીમાં હાજર ન રહેવાની રાહત આપી
હાઈકોર્ટે પ્રદિપસિંહને મેટ્રો કોર્ટની સુનાવણીમાં હાજર ન રહેવાની રાહત આપી
author img

By

Published : Jan 16, 2020, 9:44 PM IST

મેટ્રો કોર્ટના ફોજદારી ફરિયાદ દાખલ કરવાના આદેશને પડકારતી રીટ મુદ્દે હાઈકોર્ટે અગાઉ રાજ્ય સરકાને નોટીસ પાઠવીને ખુલાસો માંગ્યો હતો. અરજદાર તરફે હાઈકોર્ટમાં દાખલ અરજીમાં માંગ કરવામાં આવી છે કે, મેટ્રો કોર્ટના આદેશને રદ્દ અથવા તેના પર સ્ટે આપવામાં આવે. ગત 21મી ડિસેમ્બરના રોજ મેટ્રો કોર્ટે પ્રદિપસિંહ જાડેજા વિરૂદ્ધ 12 વર્ષ જુની 2007ની ફરિયાદના આધારે ગૃહ પ્રધાન સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવાનો આદેશ કર્યો હતો. શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પંકજ શાહ દ્વારા આચારસહિંતાના ભંગની ફરિયાદ ચૂંટણી પંચ સમક્ષ કરવામાં આવી હતી.

પંકજ શાહે પ્રદિપસિંહ જાડેજા વિરૂદ્ધ આર.પી. એક્ટની કલમ 127 (સી) મુજબ ફરિયાદ દાખલ કરી હતી. ચૂંટણી ચાલી રહી હતી ત્યારે જાડેજાએ નરેન્દ્ર મોદી અને માતાની સ્તુતિનો ઉલ્લેખ દર્શાવતા પત્રિકા છપાવી તેનું વિતરણ કર્યું હતું. 22મી ઓક્ટોબર 2007ના રોજ પંકજ શાહે ચૂંટણી પંચ અને જિલ્લા કલેક્ટર સમક્ષ પ્રદિપસિંહ જાડેજા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

Intro:ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા તેમની સામે ફોજદારી ફરીયાદ દાખલ કરવાના મેટ્રો કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકારતા ગુરુવારે જસ્ટીસ એસ.એચ વોરાએ પ્રદિપસિંહને મેટ્રો કોર્ટમાં સુનાવણી દરમ્યાન હાજર ન રહેવાની રાહત આપી છે. આ મામલે વધું સુનાવણી 3જી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. Body:મેટ્રો કોર્ટના ફોજદારી ફરિયાદ દાખલ કરવાના આદેશને પડકારતી રિટ મુદે હાઈકોર્ટે અગાઉ રાજ્ય સરકાને નોટીસ પાઠવીને ખુલાસો માંગ્યો હતો. અરજદાર તરફે હાઈકોર્ટમાં દાખલ અરજીમાં માંગ કરવામાં આવી છે કે મેટ્રો કોર્ટના આદેશને રદ અથવા તેના પર સ્ટે આપવામાં આવે. ગત 21મી ડિસેમ્બરના રોજ મેટ્રો કોર્ટે પ્રદિપસિંહ જાડેજા વિરૂધ 12 વર્ષ જુની 2007ની ફરિયાદના આધારે ગૃહ પ્રધાન સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવાનો આદેશ કર્યો હતો. શહેર કોગ્રેસના પૂર્વ પ્રમુખ પંકજ શાહ દ્વારા આચારસહિંતાના ભંગની ફરિયાદ ચુંટણી પંચ સમક્ષ કરવામાં આવી હતી. Conclusion:પંકજ શાહે પ્રદિપસિંહ જાડેજા વિરૂધ આર.પી. એક્ટની કલમ 127 (સી) મુજબ ફરિયાદ દાખલ કરી હતી. ચુંટણી ચાલી રહી હતી ત્યારે જાડેજાએ નરેન્દ્ર મોદી અને માતાની સ્તુતિનો ઉલ્લેખ દર્શાવતા પત્રિકા છપાવી તેનું વિતરણ કર્યું હતું. 22મી ઓક્ટોબર 2007ના રોજ પંકજ શાહે ચુંટણી પંચ અને જીલ્લા કલેક્ટર સમક્ષ પ્રદિપસિંહ જાડેજા વિરૂધ ફરિયાદ દાખલ કરી હતી. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.