ETV Bharat / state

DPS ઈસ્ટ માન્યતા રદ અને શાળા બંધ કરવાના આદેશને હાઈકોર્ટે ફગાવ્યો

હાથીજણ ખાતે આવેલી DPS ઈસ્ટ શાળાને બંધ કરવાના રાજ્ય સરકારના અને માન્યતા રદ કરવાના CBSE બોર્ડના આદેશને સોમવારે ગુજરાત હાઈકોર્ટે રદ જાહેર કર્યો હોવાની વિગતો સામે આવી છે.

DPS ઇસ્ટ માન્યતા રદ અને શાળા બંધ કરવાના આદેશને હાઈકોર્ટે ફગાવ્યો

author img

By

Published : Mar 23, 2020, 7:10 PM IST

અમદાવાદઃ હાથીજણ ખાતે આવેલી DPS ઈસ્ટ શાળાને બંધ કરવાના રાજ્ય સરકારના અને માન્યતા રદ કરવાના CBSE બોર્ડના આદેશને સોમવારે ગુજરાત હાઈકોર્ટે રદ જાહેર કર્યો હોવાની વિગતો સામે આવી છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાાર્થીઓને અસર ન થાય તેને ધ્યાનમાં રાખીને નિર્ણય આપ્યો છે. હાઇકોર્ટે આપેલા ચૂકાદામાં નોંધ્યું છે કે, સ્વામી નિત્યાનંદ, અને મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ કે જેમાં શાળાએ આશ્રમને જગ્યા લીઝ પર આપ્યા હોવાનો આક્ષેપ કરાયો છે ત્યારબાદ કાયદાકીય સિદ્ધાંતનું પાલન કર્યા વગર CBSE અને રાજ્ય સરકારે શાળા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. શાળા વિરુદ્ધ પાછલા 9 વર્ષથી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી.

DPS ઈસ્ટ માન્યતા રદ અને શાળા બંધ કરવાના આદેશને હાઈકોર્ટે ફગાવ્યો

હાઇકોર્ટે કહ્યું CBSE કે રાજ્ય સરકાર પાસે શાળા વિરુદ્ધ કાર્યવાહી કરવાની સત્તા નથી તેમ નથી. CBSE અને શાળા ઈચ્છે તો ઉચ્ચ અધિકારીની નિમણુક કરી કાયદાકીય સિદ્ધાંતનું પાલન કરી 16 સપ્તાહ સુધીમાં શાળા વિરુદ્ધ નવેસરથી તપાસ કરી શકે છે. નોંધનીય છે કે, અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ તરફે સોંગદનામું રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં અરજદાર દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા ગેરરીતિ આચરવામાં આવતાં પગલાં લેવાયાં હોવાનો ખુલાસો કર્યો હતો.

હાઈકોર્ટમાં અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરાયેલા સોંગદનામામાં રજૂઆત કરવામાં આવી હતી કે શિક્ષણ વિભાગ દ્વારા જે પણ પગલાં લેવામાં આવ્યાં છે, તે વિદ્યાર્થીઓના હિત માટે જ લેવામાં આવ્યા છે. તેમનું શિક્ષણ અને ભવિષ્ય ન બગડે એ માટે રાજ્ય સરકાર 31મી માર્ચ 2020 સુધી તેનું સંચાલન કરશે ત્યારબાદ સ્કૂલને બંધ કરી દેવાશે. ઉલ્લેખનીય છે કે લગભગ સરકારના DPS સ્કૂલ બંધ કરવાંના નિર્ણયને પડકારતી 3 જેટલી અરજી ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે જ્યારે સૌથી પહેલાં દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી પરત ખેંચી લેવામાં આવી છે.

નિત્યાનંદ આશ્રમ વિવાદ બાદ અચાનક જ CBSE દ્વારા બોગસ NOCના આક્ષેપ સાથે શાળાની માન્યતા રદ કરી દીધી હતી. અરજદાર દ્વારા દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય પગલાં લઈ DPSને બંધ કરતાં અટકાવવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.