અમદાવાદ: વૈશ્વિક મહામારી એવી કોરોનાએ ફરીથી સમગ્ર વિશ્વમાં માથું ઉચક્યુ છે (Corona case update) ત્યારે ચીનમાં પણ કોરોનાનો નવો વેરિએન્ટ ફેલાઈ રહ્યો છે. જેના કારણે લોકોમાં ફરીથી કોરોનાની નવી લહેર આવે એવી ભીતિ સર્જાઇ રહી છે. ત્યારે અમદાવાદમાં યોજાઈ રહેલા જાહેર મહોત્સવમાં લોકોની ભીડને જોતા અરજદારે તેને રદ્દ કરવાની માગ સાથે અરજી કરી હતી. (petition on the issue of crowding in the pramukh swami festival )
ભીડને પગલે કોરોના સંક્રમણનો ભય: ગુજરાતમાં હાલ અત્યારે ત્રણ મોટા મહોત્સવ ચાલી રહ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં (petition on the issue of crowding in the festival ahmedabad) પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ અને કાંકરિયા કાર્નિવલ તેમજ ફ્લાવર શોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. જેને પગલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. (applicant filed Petition on situation of Corona)
આ પણ વાંચો: શું શતાબ્દી મહોત્સવમાં કોરોના ગાઈડલાઈનનું પાલન થાય છે ?
જાહેર કાર્યક્રમો રદ કરવા માગ: અરજદાર દ્વારા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કોરોના સંક્રમણને જોતા આવા આયોજન મોકૂફ રાખવા જોઈએ અથવા તો નિયમોમાં કડક પાલન થાય તેવી કાર્યવાહી કરવી જોઈએ. જો લોકો આવા કાર્યક્રમમાં નિયમોનું પાલન નહીં કરે તો આ ત્રણેય મોટા કાર્યક્રમ કોરોનાના સંક્રમણનું એપી સેન્ટર બની શકે છે. એવી પણ અરજીમાં માંગ કરવામાં આવી હતી. જેથી આ મુદ્દે તાત્કાલિક સુનાવણી હાથ ધરવામાં આવે અને યોગ્ય કાયદાકીય પગલાં લેવામાં આવે એવી અરજદાર દ્વારા માગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ચાલી રહેલા મહોત્સવમાં રોજે લાખોની સંખ્યામાં લોકો મુલાકાત લઈ રહ્યા છે ત્યારે કોરોનાના વઘતાં સંક્રમણમાં વધારો થવાની સંભાવના સેવાઈ રહી છે.
આ પણ વાંચો: વિદેશમાં ચેપ માટે ઓમિક્રોન સબવેરિયન્ટ જવાબદાર, WHO નવા વર્ષમાં રોગચાળાની આગાહી
હાઇકોર્ટે ફગાવી તાત્કાલિક સુનાવણીની માગ: નોંધનીય છે કે હાઇકોર્ટ દ્વારા આ અરજીને ફગાવી દેવામાં આવી છે અને તાત્કાલિક સુનાવણીની માંગને પણ હાઇકોર્ટે ફગાવી દીધી છે. કારણ કે ગુજરાત હાઇકોર્ટમાં અત્યારે વેકેશન ચાલી રહ્યું છે જેથી આ અરજીને તાત્કાલિક સુનાવણીમાં નહીં પરંતુ રેગ્યુલર બેચમાં પણ સાંભળી શકાય છે એવું હાઇકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. જેથી હાલ પૂરતી આ તાત્કાલિક સુનાવણીની માગ સાથે કરાયેલ અરજીને ફગાવી દેવામાં આવી છે.