ETV Bharat / state

High Court : હાઇકોર્ટે ગીરનાર પર્વત અને મંદિરોની આજુબાજુ ગંદકીને લઈને મહત્વના હુકમો આપ્યા

ગિરનાર પર્વત પર ગંદકીના મુદ્દે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. તેમાં હાઇકોર્ટ મહત્વના હુકમો આપ્યા છે. ગિરનાર પર્વતના દર 100 પગથિયે પોલીસ કર્મીઓ અને સફાઈ કર્મીઓને મૂકવામાં આવે તેમજ જરૂરી જગ્યાએ સાઈનબોર્ડ અને ડસ્ટબીન મૂકવામાં આવે. ગંદકી કરનારને પાસેથી દંડ પણ વસૂલવામાં આવે એવા હાઇકોર્ટે નિર્દેશ આપ્યા છે.

High Court  : હાઇકોર્ટે ગીરનાર પર્વત અને મંદિરોની આજુબાજુ ગંદકીને લઈને મહત્વના હુકમો આપ્યા
High Court : હાઇકોર્ટે ગીરનાર પર્વત અને મંદિરોની આજુબાજુ ગંદકીને લઈને મહત્વના હુકમો આપ્યા
author img

By

Published : Apr 1, 2023, 2:11 PM IST

જૂનાગઢ : પ્રસિદ્ધ યાત્રાધામ ગિરનાર પર્વત અને દત્તાત્રેય મંદિર તેમજ અંબાજી મંદિરની આસપાસ ખૂબ જ ગંદકી ફેલાયેલી છે જેના કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. તેવા પ્રકારની જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. ગિરનાર પર્વત પર થયેલી ગંદકીના મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટની સુનાવણી દરમિયાન પોતાની વાત ઉપર રહ્યું હતું કે, કોઈપણ મંદિરની આસપાસ ગંદકી ચલાવી લેવાય નહીં એવી રીતે જ ગિરનાર પર્વતની આજુબાજુ જે ગંદકી છે તે ચલાવી લેવાશે નહીં ગંદકીને દૂર કરવા માટે જે પણ પગલાં લેવાના હોય તે પગલા લેવામાં આવે.

હાઇકોર્ટે ગંદકીને લઈને મહત્વના હુકમો આપ્યા : હાઇકોર્ટે ગિરનાર પર્વત અને આજુબાજુના મંદિરો મુદ્દે થયેલી ગંદકીને લઈને મહત્વના હુકમો આપ્યા હતા કે, ગિરનાર પર્વતોના દર 100 પગથિયે પોલીસ કર્મીઓ અને સફાઈ કર્મીઓને મૂકવામાં આવે. ગંદકી ના ફેલાઈ તે મુદ્દે વ્યવસ્થિત રીતે સફાઈ કરાવવામાં આવે. જ્યાં જ્યાં પણ જરૂરી હોય તેવી તમામ જગ્યાઓ પર ડસ્ટબીન અને સાઈન બોર્ડ પણ મૂકવામાં આવે. એવા પણ હાઇકોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યા છે. જો કોઈપણ ગંદકી કરશે તો તેમની સામે દંડ કરવામાં આવશે. જે કોઈપણ નિયમનો ભંગ કરશે અને તેને દંડ કરનારની સામે ક્રિમીનલ પ્રોસીક્યુશન મુજબ દંડ વસૂલવામાં આવશે.

આ પણ વાંચો : Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટે વકીલોની વર્તણુકને લઈ કરી મોટી ચોખવટ, કોર્પોરેટ કલ્ચરનો અભિગમ

પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે : હાઇકોર્ટ દ્વારા ક્રિમિનલ પ્રોસીક્યુસન અભ્યારણ લગાવવાનું કહેવામાં આવ્યું છે. જેમાં પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જે કોઈપણ પ્લાસ્ટિકનું ઉત્પાદનનું પેદાશ અને ઉપયોગ પર પણ પ્રતિબંધ લાગે છે. પ્લાસ્ટિકના કચરો ફેકવા પર કે કોઈ નાનું રેપર પણ ફેંકવા પર દંડ લેવામાં આવશે. આ તમામ પ્રકારના નિયમો લાગુ કરવામાં આવે એવા હાઇકોર્ટે હુકમ આપ્યા છે.

આ પણ વાંચો : Chotila Ropeway : ચોટીલા રોપ વેનો કોન્ટ્રાક્ટ ટેન્ડર પ્રક્રિયા વિના કોન્ટ્રાક્ટ કઈ રીતે આપી શકાય, હાઇકોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ

હાઇકોર્ટે જૂનાગઢ જિલ્લા કલેકટર અને પ્રશાસનને નોટિસ પાઠવી : મહત્વનું છે કે ગિરનાર પર્વતની આસપાસ અને મંદિરોની આજુબાજુ ખૂબ જ ભારે ગંદકી જોવા મળે છે જેના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે. જે પણ દર્શનાથીઓ આવે છે તેમના સ્વાસ્થ્ય અને સાથે પણ ચીડા થઈ રહ્યા છે તેવા પ્રકારની અરજી કરવામાં આવી છે. આ મુદ્દે સુનાવણીમાં હાઇકોર્ટે જૂનાગઢ જિલ્લા કલેકટર અને પ્રશાસનને નોટિસ પણ પાઠવી હતી અને યોગ્ય પગલાં લેવા માટે નિર્દેશ પણ આપ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.