ETV Bharat / state

NDPS કેસ: સંજીવ ભટ્ટની રિવિઝન અરજી મુદ્દે HCએ સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો - પાલનપુર NDPS કેસ

અમદાવાદ: વર્ષ 1996 પાલનપુર NDPS કેસમાં આરોપી પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ દ્વારા કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી પાલનપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે ફગાવી દેતા તેને પડકારતી રિવિઝન અરજી મુદ્દે ગુરુવારે જસ્ટિસ બી.એન કારીયાએ રાજ્ય સરકારને નોટીસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 27મી ડિસેમ્બરે કરવામાં આવશે.

sanjiv
સંજીવ ભટ્ટ
author img

By

Published : Dec 26, 2019, 8:52 PM IST

હાઈકોર્ટમાં જસ્ટિસ બી.એન કારીયા સમક્ષ અરજદાર સંજીવ ભટ્ટના વકીલ શૌરીન શાહે દલીલ કરી હતી કે, પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં સંજીવ ભટ્ટ દ્વારા અફીણ પ્લાન્ટ કરવામાં આવ્યું તે કોઈપણ રીતે સાબિત થતું નથી. ચાર્જશીટમાં પણ સંજીવ ભટ્ટે પાલીની લાંજવતી હોટલમાં પ્લાન્ટ કર્યું તેના કોઈ જ આધાર નથી. વર્ષ 2018માં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાના આદેશ બાદ સંજીવ ભટ્ટ વિરૂદ્ધ SIT તપાસ કરવામાં આવી હતી. SIT તપાસમાં સંજીવ ભટ્ટના કહેવાથી અફીણ લાવવામાં આવ્યું તેવું સામે આવે છે, પરતું તેમાં સાક્ષીઓના નિવેદન સંજીવ ભટ્ટની ધરપકડ થયાના 10 થી 20 દિવસ બાદ લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

શાહે વધુમાં દલીલ કરી હતી કે, સંજીવ ભટ્ટ વિરૂદ્ધ પાલનપુર NDPS કેસમાં પાલી કોતવલી કેસના 18 આરોપીઓને જોધપુર સ્પેશિયલ કોર્ટની પરવાનગી લીધા વગર આરોપીઓને પાલનપુર કેસમાં સાક્ષી બનાવી દેવામાં આવ્યા છે. સંજીવ ભટ્ટની ધરપકડ બાદ સુપ્રીમ કોર્ટે પાલીમાં નોંધાયેલી પોલીસ ફરિયાદની કાર્યવાહી પર સ્ટે હટાવ્યો હતો. વર્ષ 1998માં રાજસ્થાન હાઈકોર્ટે પોલીસ ફરિયાદ રદ કરવાનું ફગાવતા સુપ્રીમમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને તેના પર સ્ટે આપવામાં આવ્યો હતો. વર્ષ 2018 સુધી આ સ્ટે જારી રહ્યો હતો, જેને લીધે પાલી પોલીસ કેસની વધુ તપાસ કરી શકી ન હતી. વર્ષ 1996માં આ કેસના સાક્ષી શાંતિલાલ પુપ્તા અને મનુ કોદવરીએ વડોદરા FSL સમક્ષ સ્કેચ તૈયાર કરવામાં આવ્યો હતો તેમ છતાં તેની આજ દિવસ સુધી તપાસ કરવામાં આવી હતી.

NDPS કેસ: સંજીવ ભટ્ટની રિવિઝન અરજી મુદ્દે હાઈકોર્ટે સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો

SITએ સંજીવ ભટ્ટની ધરપકડના 10 દિવસ બાદ માલાભાઈ રબારીની જુબાનીના આધારે સંજીવ ભટ્ટની ધરપકડ કરી હતી. માલા રબારીએ આક્ષેપ કર્યો હતો કે, સંજીવ ભટ્ટે તેમને અફીણ ખરીદવા માટે 20 હજાર રૂપિયા આપ્યા હતા અને ત્યારબાદ પાલીની લંજવતી હોટલમાં દરોડાના એક દિવસ પહેલાં વિવાદાસ્પદ પેકેટ પોલીસ અધિકારી ડી.એમ વ્યાસના કબાડમાં મૂકવામાં આવ્યું હતું. જે બાદ આગલા દિવસે ગાયબ હતું. લંજવતી હોટલમાં અફીણ કોણે મૂક્યું તે હાલ સુધી જાણી શકાયું નથી. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાએ ચુકાદામાં અફીણ કોણે મૂક્યું અને કોના ઈશારે લાવવામાં આવ્યું તેની તપાસ કરવાનો SITને 2018માં આદેશ કર્યો હતો.

NDPS કેસમાં ચાર્જશીટ દાખલ થાય એ પહેલાં સંજીવ ભટ્ટ દ્વારા પાલનપુર કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે, કોર્ટે અરજી ફગાવી દેતા આરોપી ભટ્ટ વિરૂદ્ધ ચાર્જફ્રેમ પણ કરવામાં આવ્યા છે. આ મુદ્દે સરકારી વકીલ તરફે દલીલ કરવામાં આવી હતી કે, અરજદાર ટ્રાયલને ટાળવા માટે આ પ્રકારની અરજી દાખલ કરી છે. હાઈકોર્ટમાં અરજદાર સંજીવ ભટ્ટ તરફે રિવિઝન અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં પાલનપુર કોર્ટે 23મી ઓગસ્ટના રોજ આપેલા ઓડર્રને પડકરવામાં આવ્યો છે. વર્ષ 1996માં પાલનપુર લંજવતી હોટલમાં 1.105 કિલો ઓફિણ રાખવાના કેસમાં પોલીસે 22 વર્ષ બાદ 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ કરી હતી.

Gj_ahd_11_ndps_case_sanjiv_bhatt_revision_arji_mude_hc_sarkar_ne_notice_pathavi_khulaso_mangyo_video story_7204960

હેડિંગ - NDPS કેસ : સંજીવ ભટ્ટની રિવિઝન અરજી મુદે હાઈકોર્ટે સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો

વર્ષ 1996 પાલનપુર NDPS કેસમાં આરોપી પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ દ્વારા કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી પાલનપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે ફગાવી દેતા તેને પડકારતી રિવિઝન અરજી મુદે ગુરુવારે જસ્ટીસ બી.એન કારીયાએ રાજ્ય સરકારને નોટીસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ મામલે વધું સુનાવણી 27મી ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. 

હાઈકોર્ટમાં જસ્ટીસ બી.એન કારીયા સમક્ષ અરજદાર સંજીવ ભટ્ટના વકીલ શૌરીન શાહે દલીલ કરી હતી કે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં સંજીવ ભટ્ટ દ્વારા અફીણ પ્લાન્ટ કરવામાં આવ્યું તે કોઈપણ રીતે સાબિત થતું નથી. ચાર્જશીટમાં પણ સંજીવ ભટ્ટે પાલીની લાંજવતી હોટલમાં પ્લાન્ટ કર્યું તેના કોઈ જ આધાર નથી. વર્ષ 2018માં ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ જે.બી. પારડીવાલાના આદેશ બાદ સંજીવ ભટ્ટ વિરૂધ SIT તપાસ કરવામાં આવી હતી. SIT તપાસમાં સંજીવ ભટ્ટના કહેવાથી અફીણ લાવવામાં આવ્યું તેવું સામે આવે છે પરતું તેમાં સાક્ષીઓના નિવેદન સંજીવ ભટ્ટની ધરપકડ થયાના 10 થી 20 દિવસ બાદ લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. 

શાહે વધુમાં દલીલ કરી હતી કે સંજીવ ભટ્ટ વિરૂધ પાલનપુર NDPS કેસમાં પાલી કોતવલી કેસના 18 આરોપીઓને જોધપુર સ્પેશયલ કોર્ટની પરવાનગી લીધા વગર આરોપીઓને પાલનપુર કેસમાં સાક્ષી બનાવી દેવામાં આવ્યા છે. સંજીવ ભટ્ટની ધરપકડ બાદ સુપ્રિમ કોર્ટે પાલીમાં નોંધાયેલી પોલીસ ફરિયાદની કાર્યવાહી પર સ્ટે હટાવ્યો હતો. વર્ષ 1998માં રાજસ્થાન હાઈકોર્ટે પોલીસ ફરિયાદ રદ કરવાનું ફગાવતા સુપ્રિમમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને તેના પર સ્ટે આપવામાં આવ્યો હતો. વર્ષ 2018 સુધી આ સ્ટે જારી રહ્યો હતો જેને લીધે પાલી પોલીસ કેસની વધું તપાસ કરી શકી ન હતી. વર્ષ 1996માં આ કેસના સાક્ષી શાંતિલાલ પુપ્તા અને મનુ કોદવરીએ વડોદરા FSL સમક્ષ સ્કેચ તૈયાર કરવામાં આવ્યો હતો તેમ છતાં તેની આજ દિવસ સુધી તપાસ કરવામાં આવી હતી. 

SITએ સંજીવ ભટ્ટની ધરપકડના 10 દિવસ બાદ માલાભાઈ રબારીની જુબાનીના આધારે સંજીવ ભટ્ટની ધરપકડ કરી હતી. માલાભાઈ રબારીએ આક્ષેપ કર્યો હતો કે સંજીવ ભટ્ટે તેમને અફીણ ખરીદવા માટે 20 હજાર રૂપિયા આપ્યા હતા અને ત્યારબાદ પાલીની લંજવતી હોટલમાં દરોડાના એક દિવસ પહેલાં વિવાદાસ્પદ પેકેટ પોલીસ અધિકારી ડી.એમ વ્યાસના કબાડમાં મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ આગલા દિવસે ગાયબ હતું. લંજવતી હોટલમાં અફીણ કોણે મૂક્યું તે હાલ સુધી જાણી શકાયું નથી. ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ જે.બી. પારડીવાલાએ ચુકાદામાં અફીણ કોણે મૂક્યું અને કોના ઈશારે લાવવામાં આવ્યું તેની તપાસ કરવાનો SITને 2018માં આદેશ કર્યો હતો. 

NDPS કેસમાં ચાર્જશીટ દાખલ થાય એ પહેલાં સંજીવ ભટ્ટ દ્વારા પાલનપુર કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવી હતી જોકે કોર્ટે અરજી ફગાવી દેતા આરોપી ભટ્ટ વિરૂધ ચાર્જફ્રેમ પણ કરવામાં આવ્યા છે. આ મુદે સરકારી વકીલ તરફે દલીલ કરવામાં આવી હતી કે અરજદાર ટ્રાયલને ટાળવા માટે આ પ્રકારની અરજી દાખલ કરી છે. હાઈકોર્ટમાં અરજદાર સંજીવ ભટ્ટ તરફે રિવિઝન અરજી દાખલ કરવામાં આવી છે જેમાં પાલનપુર કોર્ટે 23મી ઓગસ્ટના રોજ આપેલા ઓડર્રને પડકરવામાં આવ્યો છે. વર્ષ 1996માં પાલનપુર લંજવતી હોટલમાં 1.105 કિલો ઓફિણ રાખવાના કેસમાં પોલીસે 22 વર્ષ બાદ 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ કરી હતી. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.