ETV Bharat / state

2002 સાબરમતી ટ્રેન નરસંહાર: હાઈકોર્ટે યાકુબ પાટલિયાના વચગાળા જામીન મંજૂર કર્યાં

author img

By

Published : Aug 20, 2020, 7:06 PM IST

Updated : Aug 20, 2020, 8:22 PM IST

વર્ષ 2002 ગોધરાકાંડ સાબરમતી ટ્રેન નરસંહાર કેસનો મુખ્ય આરોપી યાકુબ પાટલિયાના ગુજરાત હાઈકોર્ટે 10 દિવસના વચગાળા જામીન મંજૂર કર્યા છે. કોરોના કાળમાં યાકુબ પાટલિયાની પત્ની અને પુત્ર સાર-સંભાળ રાખનાર કોઈ ન હોવાથી વચગાળા જામીન અરજી દાખલ કરી હતી.

high
સાબરમતી

અમદાવાદ: યાકુબ પાટલિયા તરફથી હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, કોરોના સમયગાળા દરમિયાન 54 વર્ષીય પત્ની કે, જે 70 ટકા વિકલાંગતા ધરાવે છે અને તેમનો 24 વર્ષીય પુત્ર કે, જે બેરોજગાર છે. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને 30 દિવસની વચગાળા જામીન અરજી દાખલ કરી હતી. જો કે, કોર્ટે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને યાકુબ પાટલિયાના 10 દિવસના વચગાળા જામીન મંજૂર કર્યા છે.

2002 સાબરમતી ટ્રેન નરસંહાર: હાઈકોર્ટે યાકુબ પાટલિયાના વચગાળા જામીન મંજૂર કર્યાં

હાઈકોર્ટે યાકુબ પાટલિયાને જામીન આપતા પહેલા નોંધ્યું કે, જો આરોપીનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવશે, તો જ તેને જામીન આપવામાં આવશે અને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદથી 10 દિવસનો સમયગાળો જામીન માટે ગણવામાં આવશે. હાઈકોર્ટે પાટલિયાને સમયસર જેલના સત્તાધીશો સમક્ષ સરેન્ડર કરવાનો પણ નિર્દેશ કર્યો છે.

  • સાબરમતી ટ્રેન નરસંહાર કેસના મુખ્ય આરોપી યાકુબ પાટલિયાના 10 દિવસના જામીન મંજૂર
  • કોરોનાના કાળમાં આરોપીએ વચગાળાની જામીન અરજી કરી હતી
  • હાઈકોર્ટે પાટલિયાને સમયસર જેલના સત્તાધીશો સમક્ષ સરેન્ડર કરવાનો નિર્દેશ કર્યોં

હાઇકોર્ટે યાકુબ પાટલિયા દ્વારા ચાલુ વર્ષે કરવામાં આવેલી બે વચગાળા જામીન અરજી ફગાવી દીધી હતી. જો કે, વર્તમાન કોરોના સ્થિતિ અને તેના ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા તેના 10 દિવસના વચગાળા જામીન મંજૂર કરાયા છે. અગાઉ હાઈકોર્ટે આ કેસના અન્ય આરોપી ફારૂક ભાણાના 15 દિવસના વચગાળા જામીન મંજૂર કર્યા હતા.

યાકુબ પાટલિયા તરફે સ્પેશિયલ S.I.T કોર્ટના આજીવન કેદની સજાને પડકારતી અરજી હાઈકોર્ટે માન્ય રાખી છે. 20મી માર્ચ 2019ના રોજ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં સ્પેશિયલ કોર્ટે યાકુબ પાટલિયાને સાબરમતી એક્સપ્રેસની S6 બોગ્ગી પર પથ્થરમારો અને ટ્રેન સળગાવવામાં ઉપયોગી 140 લિટર પેટ્રોલ પુરા પાડવાના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. પાટલીયાની 16 વર્ષ બાદ જાન્યુઆરી 2018માં ગોધરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, 27મી ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસની બોગ્ગી નંબર S6 પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા આગ લગાડવામાં આવી હતી. જેમાં અયોધ્યાથી અમદાવાદ આવતા 59 કાર સેવકોના મોત નીપજ્યાં હતા.

Last Updated : Aug 20, 2020, 8:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.