ETV Bharat / state

સંજીવ ભટ્ટના પરિવારે કરેલી અરજીમાં હાઇકોર્ટેં કોઈ રાહત ના આપી - Sanjeev Bhatt case

સંજીવ ભટ્ટના પરિવારને સુરક્ષા આપી (Security to Sanjeev Bhatt family)હતી તે પરત ખેંચી લેતા તેમણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેમને અને પરિવારને સુરક્ષા પાછી (Sanjeev Bhatt case)આપવામાં આવે. જોકે મહત્વનું છે કે શ્વેતા ભટ્ટ દ્વારા જે પરિવારની સુરક્ષા આપવાની માંગ સાથે કરેલી અરજીમાં હાઇકોર્ટે કોઈ રાહત આપી નથી.

સંજીવ ભટ્ટના પરિવારે કરેલી અરજીમાં હાઇકોર્ટેં કોઈ રાહત ના આપી

author img

By

Published : Jul 8, 2022, 8:31 PM IST

અમદાવાદઃ શહેરના ભૂતપૂર્વ આઇપીએસ અને કષ્ટોડીયલ મૃત્યુના કેસમાં આજીવન કેદની સજા ભોગવતા સંજીવ ભટ્ટના(Sanjeev Bhatt case)પત્ની શ્વેતા પટેલ 2019 માં સરકારે છે તેમને સુરક્ષા (Security to Sanjeev Bhatt family)આપી હતી તે પરત ખેંચી લેતા તેમણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેમને અને પરિવારને સુરક્ષા પાછી આપવામાં આવે. જોકે મહત્વનું છે કે શ્વેતા ભટ્ટ દ્વારા જે પરિવારની સુરક્ષા આપવાની માંગ સાથે કરેલી અરજીમાં હાઇકોર્ટે કોઈ રાહત આપી નથી.

અરજદારના વકીલની હાઇકોર્ટમાં રજૂઆત - સમગ્ર મામલે સુનાવણી દરમિયાન (Sanjiv Bhatt family in their application )અરજદારના વકીલની હાઇકોર્ટમાં રજૂઆત હતી કે, વર્ષ 2019માં સરકારે અચાનક જ શ્વેતા અને તેમના પરિવારને આપેલી સુરક્ષા પરત ખેંચી લીધી હતી અને આ પછીના ચાર વર્ષમાં અમુક ઘટનાઓ બનેલી છે જો કે તેમાં કંઈ અજુગતું થયું નથી.

આ પણ વાંચોઃ સંજીવ ભટ્ટ NDPS કેસમાં વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી ન કરવાનો હાઈકોર્ટનો આદેશ

કેસની વધુ સુનાવણી 21 ઓગસ્ટના રોજ - સુનાવણી બાદ હાઇકોર્ટ અરજદારના વકીલને સવાલ કર્યો હતો કે સુરક્ષા પરત લીધાના છેલ્લા ચાર વર્ષમાં અરજદાર અને તેના પરિવાર સાથે શું કોઈ નોંધપાત્ર ઘટના બની છે ખરી? આ સમગ્ર મામલે હાઇકોર્ટે શ્વેતા ભટ્ટને સૂચન કર્યું છે કે તેમના અને તેમના પરિવારજનો માટે સુરક્ષા મેળવવાની માંગ સાથે તેઓ રાજ્ય સરકાર સમક્ષ નવેસરથી અરજી કરે, ત્યારબાદ જે સરકારની જે પણ રજૂઆત હશે તે બાદ આ અરજી ઉપર નિર્ણય લેવામાં આવશે આ કેસની વધુ સુનાવણી 21 ઓગસ્ટના રોજ હાથ ધરાશે.

કેસ ચાલે નહીં તે માટે આ રીતે વિલંબ કરવાની રીત અપનાવી - 1990માં જામજોધપુરમાં કસ્ટો ડિયલ મૃત્યુ કેસમાં જામનગર સેશન કોર્ટે ભૂતપૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ અને અન્ય છ પોલીસકર્મીને સજા ફટકરી હતી. ભૂતપૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ અને અન્ય પોલીસ કર્મીઓએ હાઇકોર્ટમાં અપીલ કરેલી છે. આ કેસ બાબતને લઈને કોઈ પણ પોલીસ કર્મી હાજર ન થતા હાઇકોર્ટ ભારે નારાજગી વ્યક્ત કરી છે. આ બાબતે ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે સંજીવ ભટ્ટ અને અન્ય પોલીસ કર્મીઓને ઝાટકણી કાઢતા કહેલું હતું કે કે તેઓ કોઈપણ ભોગે આ કેસ ચાલે નહીં તે માટે આ રીતે વિલંબ કરવાની રીત અપનાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ તીસ્તા સેતલવાડ અને શ્રીકુમારને કોર્ટ લાવવામાં આવ્યા, ક્રાઈમબ્રાન્ચ 14 દિવસના માંગશે રિમાન્ડ

કેસની સુનાવણી જલ્દીથી જ પૂર્ણ કરવામાં આવે - મહત્વનું છે કે વર્ષ 2021માં સુપ્રીમ કોર્ટનું આ કેસને લઈને આદેશ હતું કે આ કેસની સુનાવણી જલ્દીથી જ પૂર્ણ કરવામાં આવે જોકે તેમ છતાં પણ આરોપી આ કેસમાં વિવિધ અરજીઓ કરીને વિલંબ ઊભા કરી રહ્યા છે. આ કેસની સુનાવણી દરમિયાન સંજય ભટ્ટના વકીલ સિવાય અન્ય પોલીસ કર્મીઓના વકીલ હાજર રહ્યા ન હતા ટકોર કરી હતી કે તેઓ કેસ ચલાવવામાં રસ જ ધરાવતા નથી પરંતુ કોઈકે તો આ કેસ ચલાવવું જ પડશે. સંજીવ ભટ્ટના વકીલની પણ રજૂઆત હતી કે આ કેસમાં વર્ષ 2019 થી રીવ્યુ અરજી સુપ્રીમ કોર્ટમાં પડતર છે તેથી આ અરજીની મુલતવી રાખવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.