મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સીના નિયમ પ્રમાણે 20 સપ્તાહથી વધુ સમયના ગર્ભ માટે વ્યકિતએ હાઈકોર્ટની મંજૂરી લેવી પડે, જોકે આ કિસ્સામાં ગર્ભ માત્ર 19 સપ્તાહ અને એક દિવસનો ગર્ભ હતો પરતું પીડિતાને બે જોડિયા બાળકોનો ગર્ભ હોવાથી સામાન્ય ગર્ભપાત કરતા વધું જોમખ પણ હતું. હાઈકોર્ટે સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરને તેની તપાસ કરવાનો આદેશ કર્યો છે. ગર્ભપાત વહેલી તકે અને પીડિતાના જીવને જોખમ ન હોય એ રીતે કરવામાં આવે તેવો હાઈકોર્ટે સુચન કર્યું હતું. હાઈકોર્ટે ડોક્ટરોની ટીમના મેડિકલ રિપોર્ટને ધ્યાનમાં રાખીને ગર્ભપાતની મંજૂરી આપી છે.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, પીડિતાનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ગર્ભ રહી જતાં તેને દુર કરવા માટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી. દુષ્કર્મ મુદ્દે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.