અમદાવાદ: શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સાથે સાથે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે પવન સાથે વિવિધ વિસ્તારોમા વરસાદ વરસ્યો અને રસ્તાઓ પર પાણી ભરાયા હતા.ત્યારે બીજી તરફ પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં હાટકેશ્વર, ઈસનપુર, વટવા-ઓઢવમાં ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદ ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડ઼ની સોસાયટીમાં લોકોનાં ઘરોના ઓટલાઓ સુધી પાણી ભરાયા હતા. મણિનગર ગોરના કુવા માર્ગ પરની અનેક સોસાયટીઓના રસ્તાઓમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. તેમજ સી ટી એમ જામફળવાડી કેનાલ પાસેની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા ગયા હતા.
વહેલી સવારે વીજળીના કડાકા અને ભારે પવન સાથે શહેરમાં વરસાદ, અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા - અમદાવાદ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમનની ઘડીઓ ગણાઇ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના છે. જેના કારણે રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે વહેલી સવારે અમદાવાદમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે. વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો.