અમદાવાદ: ચોમાસા ઋતુની શરૂઆતથી અત્યાર સુધીમાંગુજરાતમાં 33 ટકા વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગ મુજબ, આગામી 16મી અને 17મી જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તેમજ ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, દીવ, ભાવનગરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત પર લો પ્રેશરની વરસાદી સિસ્ટમ સર્જાતા આગામી 3 દિવસ મેઘરાજા મહેરબાન થશે. જેને લઈ હવામાન વિભાગના ડાયરેક્ટ ડૉક્ટર જ્યંત સરકારે જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. આગામી 16-17જુલાઈના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતના દરિયાકાંઠે ભારેથી અતિભારે વરસાદની આગાહી પછી તકેદારીના ભાગરૂપે માછીમારોને આગામી 2 દિવસ દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.