ETV Bharat / state

અમદાવાદમાં ભારે ગરમીને કારણે રસ્તાઓ બન્યા સુમસાન - Hit

અમદાવાદઃ રાજ્ય સહિત શહેરમાં અતિગરમીને કારણે બપોરે બાર વાગ્યાના સમયમાં રસ્તાઓ સુમસાન બન્યા છે. શહેરમાં ગરમીને કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, ત્યારે 24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતા રસ્તાઓ બપોરના સમયે શાંત થયેલા જોવા મળે છે.

અમદાવાદ
author img

By

Published : Apr 25, 2019, 7:29 PM IST

શહેરમાં ગરમીનો પારો 44 પહોંચી ગયો છે અને હવામાન વિભાગ દ્વારા આગામી 26થી 28 તારીખ દરમિયાન રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. નોકરીયાત અને જરૂરિયાત મંદ લોકો સિવાય શહેરના બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બન્યા છે અને લોકો ગરમીથી બચવા માટે ઓફીસ અથવા ઘરનો સહારો લઈ રહ્યા છે. અત્યંત ગરમીને કારણે અમદાવાદ શહેરના રસ્તાઓ પણ તપી ગયા છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં થોડી ઘણી ભીડ જોવા મળી હતી, જ્યારે એ સિવાયના મોટા ભાગના વિસ્તારોમાં રસ્તાઓ પર વાહનોની અવરજવર એકદમ ઓછી થઈ ગઈ છે.

ગરમીમાં રસ્તા બન્યા સુમસામ
આ વર્ષે ગરમી થોડી મોડી શરૂ થઇ છે જેના કારણે ઉનાળાની આ ઈનિંગ વધુ જોશની સાથે આવી પહોંચી છે. એપ્રિલ મહિનામાં જ તાપમાનનો પારો 44 ડિગ્રી પહોંચી ગયો છે. જેના કારણે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. લોકોને બહાર ન નીકળવા માટે સચેત પણ કરવામાં આવ્યા છે. અત્યંત ગરમી અને ગરમ હવામાનના કારણે લોકો ઘર અને ઓફિસમાં બેસવા માટે મજબૂર બન્યા છે તથા ગરમીથી રાહત મેળવવા લીંબુ શરબત અને શેરડીનો રસ જેવા ઠંડા પીડાઓનો સહારો પણ લઈ રહ્યા છે. આ વર્ષે જે પ્રકારે ગરમીએ જોર પકડ્યું છે તે જોતા આગામી સમયમાં પણ ગરમી યથાવત્ રહેશે અને જો એમ જ રહ્યું તો શહેરીજનોને વધુ હાલાકી અને અકળામણનો સામનો કરવો પડશે.

Intro:અમદાવાદ શહેરમાં અતિ ગરમી ને કારણે ગઈકાલે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બપોરે બાર વાગ્યા બાર બપોરના સમયમાં અમદાવાદના રસ્તાઓ સુમસાન બન્યા છે. શહેરમાં ગરમીને કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે 24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતા રસ્તાઓ બપોરના સમયે શાંત થઇ ગયા છે.

Body:શહેરમાં ગરમીનો પારો ૪૪ પહોંચી ગયો છે અને હવામાન વિભાગ દ્વારા આગામી ૨૬ થી ૨૮ તારીખ દરમિયાન રેડ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે ક્યારે અસહ્ય ગરમીને કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. નોકરીયાત અને જરૂરિયાત મંદ લોકો સિવાય શહેરના બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બન્યા છે અને લોકો ગરમીથી બચવા માટે ઓફીસ અથવા ઘર નો સહારો લઈ રહ્યા છે. અત્યંત ગરમીને કારણે અમદાવાદ શહેરના રસ્તાઓ પણ તપી ગયા છે શહેરના મુખ્ય વિસ્તારોમાં થોડી ઘણી ભીડ જોવા મળી હતી, જ્યારે એ સિવાયના મોટા ભાગના વિસ્તારોમાં રસ્તાઓ પર વાહનોની અવરજવર એકદમ ઓછી થઈ ગઈ છે અને બપોરના સમયમાં લોકો જોવા મળતા નથી.

આ વર્ષે ગરમી થોડી મોડી શરૂ થઇ છે જેના કારણે ઉનાળાની આ ઈનિંગ વધુ જોશ ની સાથે આવી પહોંચી છે અને એપ્રિલ મહિનામાં જ તાપમાનનો પારો ૪૪ ડિગ્રી પહોંચી ગયો છે. જેના કારણે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. લોકોને બહાર ન નીકળવા માટે સચેત પણ કરવામાં આવ્યા છે. અત્યંત ગરમી અને ગરમ હવામાનના કારણે લોકો ઘરો અને ઓફિસમાં બેસવા માટે મજબૂર બન્યા છે તથા ગરમીથી રાહત મેળવવા લીંબુ શરબત અને શેરડીનો રસ જેવા ઠંડા પીડાઓનો સહારો પણ લઈ રહ્યા છે. આ વર્ષે જે પ્રકારે ગરમીએ રિધમ પકડી છે તે જોતા આગામી સમયમાં પણ ગરમી યથાવત્ રહેશે અને જો એમ જ રહ્યું તો શહેરીજનોને વધુ હાલાકી અને અકળામણનો સામનો કરવો પડશે.

Conclusion:ગરમીએ પોતાનો પરચો બતાવતા ૪૪ ડિગ્રી પર તાપમાન પહોંચી ગયું છે ત્યારે અમદાવાદ શહેરના રસ્તાઓ ફરી એકવાર સુમસાન બની ગયા છે અને બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. લોકો આશા રાખી રહ્યા છે કે આવનારા સમયમાં ધીરે-ધીરે ગરમી ઓછી થાય અને લોકોને રાહત મળે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.