ETV Bharat / state

Harsh Sanghvi in Ahmedabad : હર્ષ સંઘવી નરોડામાં, રથયાત્રામાં મહિલા પોલીસ માટે 50 મૂવિંગ ટોયલેટ મૂકવાની કરી જાહેરાત - ડીગ્નિટી પ્રોજેક્ટ

આજે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અમદાવાદમાં હતાં. તેમણે નરોડા વિસ્તારમાં અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી જેમાં અનેક પ્રોજેક્ટ શરુ કરાવ્યાં હતાં. ખાસ કરીને મહિલા પોલીસ કર્મીઓ માટે મૂવિંગ ટોયલેટ ફેસિલિટી પ્રોજેક્ટની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

Harsh Sanghvi in Ahmedabad : હર્ષ સંઘવી નરોડામાં, રથયાત્રામાં મહિલા પોલીસ માટે 50 મૂવિંગ ટોયલેટ મૂકવાની કરી જાહેરાત

author img

By

Published : Apr 13, 2023, 6:41 PM IST

હર્ષ સંઘવીએ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી

અમદાવાદ : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અમદાવાદ શહેરમાં અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપીને અનેક પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો. જેમાં અમદાવાદ ખાતે નવનિર્મિત રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 2 સેનાપતિ કચેરી તથા આવાસનું લોકાર્પણ કર્યું હતું. સાથોસાથ એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના નવા વાહનોને પણ લીલી ઝંડી આપી હતી. તેમજ નરોડા પોલીસ સ્ટેશન ખાતે મહિલા પોલીસ માટે મુકાયેલી મુવિંગ ટોયલેટ ફેસિલિટીની પણ મુલાકાત લીધી હતી.

આવાસોનું લોકાર્પણ : પોલીસ અધિકારીઓ કર્મચારીઓ માટે પોલીસ આવાસ તરફથી અનેક મકાન બનાવવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે તેવામા ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા અમદાવાદમાં સેનાપતિ કચેરી તથા પોલીસ જવાનો માટેના બી કક્ષાના 288 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 2 અમદાવાદ સેનાપતિ કચેરી તેમજ આવાસોનું લોકાર્પણ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો Harsh Sanghvi Press Brief: કિરણ પટેલની ધરપકડથી લઈને પથ્થરમારા મામલે સંઘવીએ આપ્યા નિવેદનો

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ : બીજી તરફ વાત કરવામાં આવે તો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ માટે રાજ્ય સરકારે ફાળવેલા 32 બોલેરો કાર તેમજ 33 બાઈકને ગૃહરાજ્યમંત્રીએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. માનવ તસ્કરી માટે કામ કરતું એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ હવે આગામી દિવસોમાં આ વાહનોની મદદથી આ પ્રકારના ગુના સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપથી પકડી શકશે.

ડીગ્નિટી પ્રોજેક્ટ સમીક્ષા : સાથે જ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ માટે શરૂ કરવામાં આવેલા નવા ખાખી ડીગ્નિટી પ્રોજેક્ટની પણ મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. મહિલા પોલીસ માટે ઇન્ડિયન વુમન નેટવર્ક અને પહલ ફાઉન્ડેશન દ્વારા એક મુવિંગ ટોયલેટ તૈયાર કરવામાં આવ્યું છે, જેથી આ પ્રોજેક્ટની સમીક્ષા કરી ગૃહરાજ્યમંત્રીએ કરીને આગામી રથયાત્રામાં શહેરમાં બંદોબસ્ત માટે આવતી મહિલા પોલીસ કર્મચારીઓ અને મહિલા પોલીસ અધિકારીઓને આ સુવિધાનો લાભ મળે તે હેતુથી 50થી વધુ આ પ્રકારના મુવિંગ ટોયલેટ મૂકવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આ ટોયલેટની વિશેષતા એ છે કે તેમાં બાયો ડિઝાસ્ટર ટેન્ક કનેક્ટેડ હોવાથી તેમાં ઉત્પન્ન થતો તમામ કચરો બાયોગેસ પ્લાન્ટમાં ઉપયોગ કરી શકાય છે.

આ પણ વાંચો Rathyatra 2023: રથયાત્રામાં પહેલીવાર થશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સનો ઉપયોગ, સાયબર સેફ મિશન અંતર્ગત થયા MOU

ચિલ્ડ્રન રૂમની મુલાકાત : વધુમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ નરોડા પોલીસ સ્ટેશનમાં બાળકો માટે તૈયાર કરવામાં આવેલા ચિલ્ડ્રન રૂમની પણ મુલાકાત લીધી હતી અને નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીએ ચિલ્ડ્રન રૂમને બાળકો માટે ખુલ્લો મુક્યો હતો. જે બાદ ગૃહરાજ્યમંત્રીએ નરોડા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ખાસ બેઠક પણ યોજી હતી. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર સહિત અનેક આઈપીએસ અધિકારીઓ અને ધારાસભ્યો તેમજ મેયર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

મુવિંગ ટોયલેટ ફેસિલિટીની મુલાકાત
મુવિંગ ટોયલેટ ફેસિલિટીની મુલાકાત

મહિલા પોલીસ કર્મીઓ સુવિધા : આ પ્રસંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજે ધોળકા અને અમદાવાદમાં અલગ અલગ કાર્યક્રમોમાં હાજર રહીને અનેક પ્રોજેક્ટ ખુલ્લા મૂક્યા છે. નરોડા પોલીસ સ્ટેશન ખાતે તૈયાર કરવામાં આવેલા ખાખી ડીગ્નિટી પ્રોજેક્ટની સમીક્ષા કરી રથયાત્રામાં મહિલા પોલીસ કર્મીઓ માટે આ જ પ્રકારના મુવિંગ ટોયલેટ 50થી વધુની સંખ્યામાં મૂકવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.