ETV Bharat / state

અદ્દભૂત નગર એવા અમદાવાદનાં આંગણે આજે અનેરો અવસરઃ Happy Birthday Ahmedabad

અમદાવાદનો ઈતિહાસ 600 વર્ષ કરતાં પણ જૂનો છે. આજે અમદાવાદનો 610મો જન્મદિવસ છે. વર્ષ 1411માં 26 ફેબ્રુઆરીના દિવસે અહમદશાહે માણેક બુર્જ પાસે અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી. આ પહેલા અમદાવાદનું નામ અહમદાબાદ હતું, જે સમય જતા અમદાવાદ તરીકે જાણીતું બન્યું છે. અમદાવાદ આજે વેપાર કેન્દ્ર માટે મહત્વનું સ્થાન બન્યું છે. વિશ્વની મોટી કંપનીઓ સાથે ઉદ્યોગ એકમો પણ અમદાવાદમાં વેપાર વધારી રહ્યા છે.

happy-birthday-ahmedabad-610th-birth-day-of-ahemdabad
અમદાવાદનો આજે 610મોા જન્મદિવસ
author img

By

Published : Feb 26, 2020, 6:59 AM IST

અમદાવાદઃ 1411થી અમદાવાદનો વિકાસ હરણફાળ ગતિએ થઈ રહ્યો છે. અહમદશાહે વિકસાવેલા અમદાવાદનો વિકાસ આજ સુધી અટકાયો નથી, એક સમયે કાપડ ક્ષેત્રે વિશ્વમાં નામના મેળવેલા અમદાવાદ આજે ઘણા ક્ષેત્રોમાં નામના ધરાવે છે.

BRTS જેવી સરળ પરિવહન સુવિધાઓ સાથે આવનારા થોડા જ દિવસોમાં મેટ્રો પણ અમદાવાદીઓના જીવનનો એક ભાગ બની જશે. અમદાવાદની મધ્યમાં આવેલા રિવરફ્રન્ટ અમદાવાદની શાનને વધારી રહ્યું છે. આ સિવાય અવનવી આધુનિક સુવિધાઓ પણ અમદાવાદ શહેરને અન્ય શહેરોની હરોળથી અલગ કરે છે. અમદાવાદ જેટલું આધુનિક અને વિકસિત છે, તેનો ઈતિહાસ પણ એટલો જ મોટો છે. અમદાવાદ ઈતિહાસમાં અનેક કારણોસર વિખ્યાત છે. ગાંધીજી દ્વારા સાબરમતી નદી કાંઠે સ્થાપાયેલા સાબરમતી આશ્રમથી દાંડી કુચ જેવી ગાથાઓ પણ અમદાવાદ સાથે જોડાયેલી છે.

ધૂળિયા નગરીમાંથી ગુજરાતનો ધબકાર બનેલા અમદાવાદ શહેરના નગરજનોના સપનાની ઉડાડવાનું ફલક બન્યું છે. અમદાવાદએ રમખાણો, ભૂકંપ જેવી ઘટનાઓ જોઈ છે, પણ આ ઘટનાઓમાંથી બેઠું થયેલું શહેર હંમેશા દેશની કોઈ પણ ઘટનાની પડખે ઊભું છે.

અમદાવાદનો આજે 610મોા જન્મદિવસ

અમદાવાદમાં દાદા હરિની વાવ, અમૃતવર્ષીની વાવ, અડાલજની વાવ, જેઠાભાઇની વાવ અને માતા ભવાનીની વાવ પણ આવેલી છે, અને આ ઉપરાંત સીદી-સૈયદની જાળી એ સીદી-સૈયદની મસ્જિદની એક દિવાલ પર લાલ દરવાજા પાસે આવેલી છે. આ જાળીની ખાસિયત એ છે કે, આટલી મોટી જાળી એક જ પથ્થરમાંથી બનાવેલી છે. IIM અમદાવાદના પ્રતિકમાં પણ સીદી-સૈયદની જાળીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરના માણેકચોકમાં રાણીનો હજીરો આવેલો છે, જે મુગલની બીબીનો મકબરો અથવા બાદશાહની રાણીઓની તરીકે જાણીતો છે. હાલ રાણીના હજીરા મહિલાઓ માટેના વસ્તુઓ તથા મુખવાસ માટેનું બજાર ભરાય છે. માણેકચોકમાં અમદાવાદનું મોટું માર્કેટ હતું. સવારથી અહીં શાકમાર્કેટ ભરાય બપોરે સોનું ચાંદી અને આંગળીયા માર્કેટ સાડી અને રાત્રે ખાણી-પીણીનો બજાર ભરાય માણેકચોક ખાણીપીણી બજાર ખૂબ જ પ્રસિદ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.