આ ફેસ્ટિવલમાં 200થી વધુ વક્તાઓ લેખકો અને કલાકારો ભાગ લેશે, તેમજ આ ફેસ્ટિવલના નેજા હેઠળ 6 અલગ અલગ વિષયને લગતા વિવિધ ફેસ્ટિવલ યોજાશે. શહેરમાં પ્રથમ વખત ઇન્ડિયન સ્ક્રીનરાઈટર ફેસ્ટિવલ યોજાશે. જેની સાથે જ રાજ્યના ઉદ્યોગ સાહસિકતાના મિજાજને વધાવતા ફેસ્ટિવલ BizLitFestનું આયોજન થશે. ગુજરાતના કલા સ્થાપત્ય અને ઐતિહાસિક વારસાની ઉજવણી કરતો Art fest પણ યોજાશે. ગુજરાતી સેશન્સમાં મહત્તમ પ્રોગ્રામિંગ ઉપરાંત હિન્દી અને અંગ્રેજી ભાષાના સેશન્સ પણ આ ફેસ્ટિવલનો મહત્વનો ભાગ બનશે તેમજ ગુજરાતી ફૂડ ફેસ્ટિવલ પણ યોજાશે. આ સાથે બાળકો માટે પણ એક ખાસ સ્પર્ધા તથા બીજી અનેક એક્ટિવિટીઝ પણ આ ફેસ્ટિવલમાં સમાવેશ કરવામાં આવી છે.
વિસલિંગ વુડસ ઇન્ટરનેશનલ અને સ્ક્રીનરાઈટર અસોસિએશ ઓફ ઇન્ડિયા સાથે મળીને સંયુક્ત રીતે પાંચ દિવસની સ્ક્રીનરાઈટર સહિત જુદા જુદા કુલ આઠ વર્કશોપ યોજાશે. નવા લેખો અને નવા પુસ્તકો વિશે બુક અને પુસ્તક વિમોચનના 10 થી પણ વધારે યોજાશે. આવતી પેઢીને ગુજરાતીના સિદ્ધહસ્ત લેખકો અને તેમના સાહિત્યનો પરિચય આપતા 10થી વધારે કાર્યક્રમો યોજાશે તેમ જ ગુજરાતી લેખિકા કાજલ ઓઝા વૈદ્ય અભિનેત્રી નાટક એકલો જાને રેની વિશિષ્ટ રજૂઆત કરવામાં આવશે.
શેક્સપીયરના સાહિત્યને પોતાની હિન્દી ફિલમોથી જનસામાન્ય સુધી પહોંચાડનારા ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ સાથે પણ સંવાદ યોજાશે તેમજ હિન્દી સિનેમા જગતના ઇતિહાસમાં નારી ફિલ્મ બાહુબલીના લેખક વિજેન્દ્ર પ્રસાદ પણ આ ફેસ્ટિવલમાં ભાગ લેશે.