અમદાવાદ : અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં અત્યારે સરેરાશ 42થી 43 ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે. ઉનાળાની અંગ દઝાડતી ગરમી લોકોને ઉકળાવી રહી છે, ત્યારે લોકો ગરમીને ધ્યાનમાં રાખીને ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જોકે, ગરમીના કારણે લૂ લાગવાના કિસ્સામાં પણ વધારો થયો છે અને હિટ સ્ટ્રોકના કેસો ચિંતાજનક વધી રહ્યા છે. આ દરમિયાન લોકો માટે રાહત મળે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકોને શનિવારથી થોડી ઘણી રાહત મળશે. તેમજ શુક્રવારે ભારે પવન ફૂંકાવાની આગાહી કરી છે.
65 કિમીની ઝડપે પવન ફૂંકાઈ : ચોમાસાના આગમન અને ઉનાળાની વિદાયના દિવસો નજીક આવી રહ્યા છે, ત્યારે હવે ભેજનું પ્રમાણ ધીરે ધીરે વધશે જેને કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે. કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બનને કારણે દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાએ એલર્ટ આપવામાં આવ્યું છે. 26 મેના રોજ ગુજરાતમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તો બીજી તરફ દરિયાકાંઠા વિસ્તારમાં 65 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. જોકે હાલ અમદાવાદીઓએ બે દિવસ ગરમી સહન કરવી પડશે.
ભરઉનાળે ફરી માવઠું પડી શકે છે. એક અઠવાડિયા દરમિયાન માવઠું થવાની શક્યતા જોવા મળી રહી છે. રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ, દક્ષિણ ગુજરાતમાં પણ માવઠું સર્જાઈ શકે છે. જ્યારે ઉત્તર ભારતમાં પણ મુશળધાર વરસાદની શક્યતા છે. આ દરમિયાન આંધી વંટોળાનું પ્રમાણ પણ વધુ રહેશે. - અંબાલાલ પટેલ (હવામાન નિષ્ણાંત)
ગરમીમાંથી થોડી રાહત : હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ બે દિવસ ગરમીની સ્થિતિ જળવાઈ રહેશે, જોકે, શનિવારથી ગરમીની તીવ્રતામાં બેથી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો થશે એટલે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળશે. અમદાવાદમાં તો ગરમીએ માજા મૂકી છે. અનેકવાર અમદાવાદ રાજ્યનું હોટેસ્ટ સિટી બન્યું છે. ક્યારેક ક્યારેક તો અમદાવાદીઓ પણ ગરમીથી તોબા પોકારી ગયા છે. ત્યારે પ્રી-મોન્સૂન એક્ટિવિટીની રાહ જોઈ રહ્યા છે. જોકે, હાલ તુરંત આવી કોઈ એક્ટિવિટી શરૂ થાય તેવી કોઈ શક્યતા નથી.
Gujarat Monsoon : ગુજરાતમાં ચોમાસું દસ દિવસ પડી શકે છે મોડું, જૂઓ શા માટે
Gujarat Weather: હજુ પાંચ દિવસ ગરમી રહેશે યથાવત, જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા સલાહ
Surendranagar news: કાળઝાળ ગરમીમાં પક્ષીઓ શેકાયા, પાટડીમાં 30થી વધુ રાષ્ટ્રીય પક્ષી મોરના મોત