ETV Bharat / state

Unseasonal Rain : ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી વચ્ચે ચોમાસું કેવું રહેશે જૂઓ - Unseasonal rain

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહીના સમાચાર સામે આવ્યા છે. ઉપરાંત આ વર્ષે દેશમાં ઉનાળામાં વરસાદ પડવાથી ચોમાસું કેવું રહેશે તેને લઈને પણ આગાહી આવી છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્યના ક્યાં ક્યાં પંથકમાં વરસાદ પડશે જૂઓ.

Unseasonal Rain : ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી વચ્ચે ચોમાસું કેવું રહેશે જૂઓ

author img

By

Published : Apr 11, 2023, 9:53 PM IST

દેશમાં ઉનાળામાં વરસાદ પડવાથી ચોમાસું કેવું રહેશે

અમદાવાદ : દેશમાં ચાલુ વર્ષે ભરઉનાળે માવઠું જોવા મળી રહ્યું છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં તબક્કામાં ગુજરાતમાં ચારે તરફ કમોસમી વરસાદે જાહેર વરસાવ્યો હતો. સાથે ઉનાળામાં વરસાદી માહોલ વચ્ચે ગરમીમાં પણ ફેરફાર જોવા મળ્યા હતા, ત્યારે હવે ધીરે ધીરે ગરમીનો પારો ઊંચકાય રહ્યો છે. તેવામાં દેશમાં ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. IMD દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે.

કેવો વરસાદ રહેશે : આ વર્ષે દેશમાં સામાન્ય ચોમાસું રહેવાની શક્યતા છે. ચોમાસામાં સરેરાશ વરસાદ 96 ટકા સુધી રહેવાની શક્યતા છે. દેશમાં દર વર્ષે સરેરાશ 87 ટકા જેટલો વરસાદ થાય છે ત્યારે ચાલુ વર્ષે 87 ટકાના 96 ટકા જેટલો વરસાદ રહેશે. ચોમાસાનો પ્રથમ તબક્કો ખૂબ સારો રહેશે. જેમાં અલ નિનો જુન અને જુલાઈમાં ડેવલપ થશે. ચોમાસાના બીજા તબક્કામાં અલ નીનોની અસરના કારણે રાજ્યમાં જુલાઈથી ઓગસ્ટમાં સારું ચોમાસું રહેશે. અલ નીનોની દરિયાઈ સપાટી પરના ગરમ પવનોને આધારે ચોમાસાની ગતિવિધિની સંભાવના છે.

આ પણ વાંચો : Unseasonal rain in Dang : ડાંગમાં આહવા સહિત ત્રણેય તાલુકામાં ધોધમાર વરસાદ

ખેડૂતો માટે માઠા સમાચાર : તો બીજી તરફ ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. 13 એપ્રિલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ જિલ્લાના વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા છે. તેમજ અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદ સાથે રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ રહેવાની સંભાવના સાથે 14 અને 15 એપ્રિલે અમદાવાદમાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો : Unseasonal Rain : કરા સાથે વરસાદ વરસતા હાફૂસ કેરીના રસિયાઓને રહેશે ચિંતા

વરસાદની આગાહી : આ અગાઉ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમાં મોહંતીએ જણાવ્યું હતું કે, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન સહિત આસપાસના વિસ્તારોમાં ઉદભવેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે ફરી એકવાર કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. બે દિવસ બાદ થંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ રહેવાની શક્યતા છે. તારીખ 12, 13 અને 14 એપ્રિલે માવઠું થઈ શકે છે. આ દરમિયાન અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, વલસાડ અને નવસારીમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. સાથે રાજ્યમાં 2 ડિગ્રી તાપમાન વધારો નોંધાશે. રાજ્યમાં એક તરફ ગરમી બીજી તરફ કમોસમી માવઠાનો માર રહેશે. જોકે હાલ પડી રહેલી ગરમી અને રાજ્યમાં આવતીકાલથી સતત ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહીથી જગતનો તાત ફરી વિમાસણમાં મુકાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.