ETV Bharat / state

હવે સમુદ્રમાં પણ થશે ખેતી, IIS માં 8 નવા કોર્ષ શરૂ કરાયા - Sea Farming Course at Gujarat University

ગુજરાત યુનિવર્સિટીમાં(Gujarat University )દર વર્ષે નવા કોર્ષ શરૂ કરવામાં આવે છે. જેમાં ખાસ સમુદ્રમાં ખેતી કરવાનો કોર્ષ ગુજરાત યુનિવર્સિટીમાં (Sea Farming Course at Gujarat University)ભણાવવામાં આવશે. યુનિવર્સિટીમાં 8 નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે.

ગુજરાત યુનિવર્સિટી હવે સમુદ્રમાં ખેતી કરતા શીખવાડશે, IIS માં 8 નવા કોર્ષ શરૂ કરાયા

author img

By

Published : Jul 5, 2022, 3:43 PM IST

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં(Gujarat University ) દર વર્ષે નવા કોર્ષ શરૂ કરવામાં આવે છે. જેમાં સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ એમ તમામ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ રેગ્યુલર કોર્ષ સિવાય કોઈ નવો અભ્યાસ કરી શકે તે માટે ખાનગી યુનિવર્સિટીમાં પણ ના ચાલતા હોય તેવા કોર્ષ દર વર્ષે યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાત યુનિવર્સિટીમાં નવા કોર્ષ ભણાવવામાં (Sea Farming Course at Gujarat University)આવશે, જેમાં ખાસ સમુદ્રમાં ખેતી કરવાનો કોર્ષ ગુજરાત યુનિવર્સિટીમાં ભણાવવામાં આવશે. દેશમાં કોઈ પણ (New courses in Gujarat University)જગ્યાએ આ કોર્ષ ભણાવવામાં આવતો નથી તે ગુજરાત યુનિવર્સીટી પ્રથમ વખત ભણાવશે.

કોર્ષ ભણાવવા MOU કરવામાં આવ્યા - ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનેબિલિટી દ્વારા અત્યારે જેમાં યુજીના IMRSના ઇન્ટિગ્રેટેડ 8 પ્રકારના કોર્ષ 5 વર્ષ માટે તથા MRSના બે વર્ષના પીજીના કોર્ષ ભણાવવામાં આવે છે. હવે નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં 8 નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સિવિડ ફાર્મિંગનો કોર્ષ ખૂબ જ રસપ્રદ કોર્ષ રહેશે. જમીન પર તો ખેતી થાય જ છે પરંતુ દરિયામાં કેવી રીતે ખેતી થઈ શકે તે અંગે ભણાવવામાં આવશે જેમાં થિયરી અને પ્રેક્ટિકલ બંને રીતે ભણાવવામાં આવશે. IIS દ્વારા પીડીલાઈટ કંપની સાથે આ કોર્ષ ભણાવવા MOU કરવામાં આવ્યા છે.

સમુદ્રમાં ખેતી

આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન ગ્રાન્ટ ઇન એડ અને સરકારી કૉલેજોમાં વર્ગ દીઠ 20 સીટમાં વધારો

કોર્ષની બે બેન્ચ ચાલશે - IIS દ્વારા 2 પ્રકારે 8 કોર્ષ ભણાવવામાં આવશે જેમાં એક ઇન્ટિગ્રેટેડ માસ્ટર ઓફ રૂરલ મેનેજમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી(IMRS) જે 5 વર્ષનો કોર્ષ રહેશે અને 10 સેમેસ્ટર આવશે. જેમાં સવારની બેચ ચાલશે તથા એક સેમેસ્ટર દીઠ 23,410 રૂપિયા ફી રહેશે, જ્યારે બીજો માસ્ટર ઓફ રૂરલ સ્ટડીઝ( MRS) 2 વર્ષનો કોર્ષ અને 4 સેમેસ્ટ રહેશે. આ કોર્ષમાં સાંજની બેચ ચાલશે અને સેમેસ્ટર દીઠ 23410 રૂપિયા ફી રહેશે.

વિદ્યાર્થી કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકશે - IMRS કોર્ષ કરવા કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસની લાયકાત તથા MRS કોર્ષ કરવા કોઈ પણ પ્રવાહમાં સ્નાતક થયાની લાયકાત જરૂરી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડ્યુઅલ ડિગ્રી એડમિશનની મંજૂરી આપવામાં આવી છે જેથી અન્ય ડિગ્રી ચાલુ હોય છતાં MRS અને IMRS ના કોર્ષ વિદ્યાર્થી ભણી શકશે.બન્ને પ્રકારના કોર્ષમાં 8 વિકલ્પ મળશે જેમાંથી વિદ્યાર્થી કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકશે અને તે ક્ષેત્રે ભણી શકશે.

વિદ્યાર્થીઓને પ્રેક્ટિક જ્ઞાન - સીવીડ ફાર્મિંગના કોર્ષમાં પીડીલાઈટ કંપની સાથે MOU થયા છે. એટલે ભાવનગર તથા મુદ્રા પોર્ટ પર જઈને વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ ભણાવવામાં આવશે, જ્યારે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં થિયરી ભણાવવામાં આવશે. વિદ્યાર્થીઓને ભણાવવા ઇન્ડસ્ટ્રીયલીસ્ટ, રિસર્ચર, ગવર્મેન્ટમાંથી એમ અલગ અલગ ફેકલ્ટી ભણાવવા આવશે. અત્યારે પણ IISમાં ભણતા વિદ્યાર્થીઓને પ્રેક્ટિક જ્ઞાન માટે દેશભરમાં અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવે છે તે પ્રમાણે ભણાવશે.

આ પણ વાંચોઃ Agas Indra Uday visited Patan: પદ્મશ્રી ઇન્દ્ર ઉદયનાએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની મુલાકાત લીધી

આ કોર્ષ શરૂ કરવામાં આવ્યા - 1)સિવિડ ફાર્મિંગ, 2)એગ્રીબિઝનેશ મેનેજમેન્ટ, 3)ક્લાઈમેટ ચેન્જ અને રીંયુએબલ8 એનર્જી, 4)એન્ટ્રોરેન્યોરશિપ 5)ડેરી મેનેજમેન્ટ 6)કોમ્યુનિટી મેનેજમેન્ટ 7)કો ઓપરેટિવ મેનેજમેન્ટ 8)નેચરલ ફાર્મિંગ આમ આ આઠ કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. આ અંગે IIS ના ડાયરેકટર સુધાશું જહાંગીરે જણાવ્યું હતું કે માત્ર તમિલનાડુમાં સમુદ્રમાં ખેતી થાય છે. ખેડૂતો જ નહીં વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે.આ ઉપરાંત નવા 8 કોર્ષ શરૂ થવાને કારણે વિદ્યાર્થીઓ માટે અલગ અલગ સ્કોપ ખુલશે જેમાં રૂરલ ડેવલોપમેન્ટ, NGO, રિસર્ચ,કોર્પોરેટિવ,ગર્વમેન્ટ,એક્સપોર્ટ સહિતના ક્ષેત્રે રોજગારી મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.