અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિગ્રીના મામલે ગુજરાત યુનિવર્સિટીએ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સામે માનહાનીનો કેસ દાખલ કર્યો છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ એ આપેલા નિવેદનના કારણે ગુજરાત યુનિવર્સિટીની છબી ખરડાઈ છે. આ દાવા સાથે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આજે આ કેસમાં આ બધું સુનાવણી હાથ ધરાઇ હતી. મેટ્રો કોર્ટે અરવિંદ કેજરીવાલ તેમજ સંજય સિંહને હાજર રહેવા માટે ફરમાન કર્યું હતું. કેજરીવાલ ગેરહાજર રહેતા કોર્ટે સવાલ કર્યા હતા.
'દિલ્હીમાં વરસાદનું પ્રશ્ન ચાલી રહ્યો છે અને ત્યાં પાણીના પ્રશ્નોના કારણે તેઓ આજે આવી શક્યા નથી. આ બાબતનો ટેકનિકલ રિપોર્ટ પણ અરવિંદ કેજરીવાલના એડવોકેટ તરફથી રજૂ કરવામાં આવ્યો છે. અમારા તરફથી કોર્ટને આવતી મુદ્દતે આરોપીઓને હાજર રાખવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.' -અમિત નાયર, અરજદારના એડવોકેટ
દિલ્હીમાં પુરને કારણે ન રહ્યા હાજર: અરવિંદ કેજરીવાલના એડવોકેટ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે હાલ દિલ્હીમાં પુર આવ્યું છે અને ત્યાંની સ્થિતિ અને ધ્યાનમાં રાખતા હતા મીટીંગો ચાલી રહી છે. હાલ તેમની હાજરી દિલ્હીમાં ખૂબ જ જરૂરી છે તે માટે સંજય સિંહની ગેરહાજરી માટે પણ આ જ કારણ આપવામાં આવ્યું હતું. આ સાથે જ એ પણ રજૂઆત કરવામાં આવી હતી કે હાઇકોર્ટમાં ડિગ્રી મામલે રિવ્યૂ પિટિશન પર મેટર બાદ આની ઉપર દલીલો કરવામાં આવે.
જોકે ફરિયાદીના વકીલ અમિત નાયક દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, હાઇકોર્ટમાં જે ફરિયાદ થઇ છે તે અને ગુજરાત યુનિવર્સિટીના છબી ખરડાઈ એ અને માનહાનીનો કેસ એ બાબત બંને અલગ છે. આ સમગ્ર મામલે આજની સુનાવણી બાદ કોર્ટે 26 જુલાઈના રોજ કેજરીવાલ અને સંજય સિંહને હાજર રહેવા માટે આદેશ કર્યો છે.
દસ્તાવેજ મંગાયા: કેજરીવાલના વકીલ તરફથી સમગ્ર કેસના દસ્તાવેજોની પણ ફરિયાદી પાસે મેળવવા માંગ કરવામાં આવી હતી. આ સાથે જ જ્યારે કેસની ટ્રાયલના દિવસે તેમના વકીલો હાજર રહેશે. જોકે, તેમની આ માંગ સામે અરજદારના વકીલે વાંધો ઉઠાવ્યો હતો. અરજદાર ગુજરાત યુનિવર્સિટીના વકીલ અમિત નાયરે જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ તરફથી ફરિયાદીના તમામ ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા છે.