અમદાવાદ : જોકે, એક પછી એક બંન્નેની અરજીઓ હાઇકોર્ટે રીજેક્ટ દીધી હતી. તેમજ આ કેસમાં અરજન્ટ સુનાવણીની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. હાઇકોર્ટમાં આ કેસ જજ સમીર દવેની કોર્ટમાં હતી. જોકે, રોસ્ટર બદલાતા તે જે.સી. દોશીની કોર્ટમાં લીસ્ટ થઈ હતી. કોર્ટ શરૂ થતાં બંન્નેના વકીલે કોર્ટ સમક્ષ અરજન્ટ હિયરિંગની માગ કરી હતી. તેમ જ ધારાસભ્યો અને સાંસદસભ્યોને લગતા કેસ દર 15 દિવસે ચલાવવાના સુપ્રીમ કોર્ટના નિર્દેશ રજૂ કર્યા હતા. તેમજ ટ્રાયલ કોર્ટની મુદત પહેલાં તેમને સાંભળવા વિનંતી કરી હતી. જે મુદ્દે કોર્ટે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનાં નિર્દેશ ટ્રાયલના સંદર્ભમાં છે અને જજ પોતાની વિવેકબુદ્ધિથી તે નક્કી કરી શકે છે. આ કેસ સંદર્ભે આવતા અઠવાડિયે 12 ઓકટોબરની તારીખ મળી છે.
બેંચની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરી શકશે નહિ : બંન્નેના વકીલે ત્યારબાદ ચીફ જજ સુનિતા અગ્રવાલ સમક્ષ રજૂઆત કરી હતી. તેમને કહ્યું હતું કે, છઠ્ઠી વાર આ કેસમાં તારીખ પડી છે, તેમને અગ્રતાક્રમે સાંભળવામાં આવ્યા નથી. જોકે, ચીફ જજે જણાવ્યું હતું કે, તેઓ બીજી બેંચની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરી શકશે નહિ. તમારે આવી માંગણીઓ કરવી જોઈએ નહિ.
કેસમાં પુરાવા અને સાક્ષીઓ તપાસવામાં આવશે : ઉલ્લેખનીય છે કે, મેટ્રો કોર્ટ બંન્ને આરોપીઓના અલગ અલગ કેસ ચલાવવાની અરજી ફગાવી ચૂકી છે. તેમજ મેટ્રો કોર્ટમાં 14 ઓકટોબરની મુદત છે. જ્યાં આ કેસમાં પુરાવા અને સાક્ષીઓ તપાસવામાં આવશે. અગાઉ આ કેસમાં સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટ ટિપ્પણી કરી ચૂક્યા છે કે ટ્રાયલ કોર્ટમાં બાહેંધરી આપીને ઉપસ્થિત ન રહેવું તે યોગ્ય નથી.