ETV Bharat / state

Gujarat Rain Update : વરસાદનો ત્રીજો રાઉન્ડ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તાણી લાવશે, કેટલા જિલ્લામાં સારો વરસાદ જાણો - Rain Forecast in Gujarat

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ 7 દિવસ રાજ્યમાં ઓછોવધતો વરસાદ રહેશે. અમુક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે

Gujarat Rain Update : વરસાદનો ત્રીજો રાઉન્ડ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તાણી લાવશે, કેટલા જિલ્લામાં સારો વરસાદ જાણો

author img

By

Published : Jul 14, 2023, 9:09 PM IST

હવામાન વિભાગ દ્વારા આગાહી

અમદાવાદ :ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ 7 દિવસ રાજ્યમાં ઓછો વરસાદ રહેશે. રાજ્યના અમુક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ મનોરમા મોહંતી દ્વારા ગુજરાત રાજ્ય અને સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.

18 જુલાઈ બાદ વરસાદનું જોર વધશે : આ સાથે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ભરૂચ વડોદરામાં ભારે વરસાદની સંભાવનાઓ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ રહેશે. 18 જુલાઈ બાદ વરસાદનું જોર વધવાની શક્યતાઓ છે.

60 ટકા ઉપર વરસાદ જ્યારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ વરસાદ રહેશે. હાલ અમદાવાદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને છૂટોછવાયો વરસાદ રહી શકે છે. ગુજરાતમાં હાલ દક્ષિણ યુપી તરફ સરક્યુલેશનના કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સોમાસાની સિઝનનો હાલ સુધીનો 60 ટકા ઉપર વરસાદ નોંધાયો છે. જ્યારે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ બાદ ભારે વરસાદની આગાહીને પગલે ફિશરમેન માટે પણ વોર્નિંગ આપવાના આવી છે.

ત્રણ દિવસ બાદ વરસાદની ત્રીજી ઈનિંગ આગામી 3 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની હવામાનની આગાહી કરાઈ છે. પરંતુ 16 જુલાઈથી ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ત્રણ દિવસ બાદ ગુજરાતમાં વરસાદની ત્રીજી ઈનિંગ શરૂ થશે. હાલ 16 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવેલું છે. આ સાથે બુધવાર સુધી ગુજરાતના 68 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે. જેમાં 20 તાલુકાઓમાં 1થી 4.5 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

ક્યાં કેટલો વરસાદ પડશે : જુલાઈમાં ચોમાસાના ત્રીજા રાઉન્ડ માટેની આગાહી સાથે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે નવી આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે ગુજરાતમાં એકાદ જગ્યામાં ભારે વરસાદ થઈ શકશે. આગામી 4થી 5 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવનાં છે. આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી,ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે. તો અમરેલી, ભાવનગર, બોટાદ,રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી છે. પરંતું આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. 16 જુલાઈના રોજથી ફરી વરસાદનું જોર વધશે.

  1. Weather update : ભારત પર મેઘમહેર જારી રહેશે, કયા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી અપાઇ જાણો
  2. Surat Rain : માંડવીનો જીવાદોરી સમાન ગોડધા ડેમ ઓવરફ્લો થતાં લોકો ખુશખુશાલ
  3. Surat News : કીમ ચોકડી પાસે પસાર થતા સ્ટેટ હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.