ETV Bharat / state

પતિ દ્વારા પરાણે બાંધવામાં આવતો શારીરિક સંબંધ બળાત્કાર જ ગણાયઃ ગુજરાત હાઈકોર્ટ - યૌન હિંસા

ગુજરાત હાઈકોર્ટે પતિ દ્વારા પરાણે બાંધવામાં આવતા શારીરિક સંબંધને બળાત્કાર ગણાવ્યો છે. ભારતમાં મહિલાઓએ યૌન હિંસા મુદ્દે મૌન તૌડવાની જરુરિયાત છે તેમ હાઈકોર્ટે જણાવ્યું છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Gujarat High Court Rape is rape even when committed by husband

પતિ દ્વારા પરાણે બાંધવામાં આવતો શારીરિક સંબંધ બળાત્કાર જ ગણાય

author img

By PTI

Published : Dec 18, 2023, 8:11 PM IST

Updated : Dec 18, 2023, 8:33 PM IST

અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટના ન્યાયાધીશ દિવ્યેશ જોશીએ કહ્યું કે, ભારતમાં મહિલાઓ પર થતા અત્યાચારોની ઘટના જાહેર કરવામાં આવતા આંકડા કરતા ક્યાંય વધારે છે. મહિલાઓ દુશ્મનીનો સામનો કરીને એવા વાતાવરણમાં રહેવા મજબૂર છે જેમાં તેને હિંસાનો ભોગ બનવું પડે છે.

સમાજમાં મહિલાઓનો પીછો કરવો, છેડતી, મૌખીક અને શારીરિક પ્રહારોને 'સામાન્ય' ગણી લેવામાં આવે છે. જેને માત્ર અફસોસની બાબત ગણી લેવામાં આવે છે. જ્યારે સિનેમા જેવા માધ્યમોમાં લોકપ્રિય સ્ટોરી તરીકે તેનો પ્રચાર પણ કરવામાં આવે છે. જાતીય ગુનાઓને છોકરાઓ તો છોકરાઓ જ રહે છે તેવો દ્રષ્ટિકોણ અપનાવીને નજરઅંદાજ કરવામાં આવે છે, તેમ છતાં લોકોમાં તેનો એક કાયમી અને હાનિકારક પ્રભાવ પડે છે.

ગુજરાત હાઈકોર્ટે પોતાની પુત્રવધુ સાથે ક્રુરતા આચરતી અને ધાકધમકી આપતી સાસુની જામીન અરજીની સુનાવણીમાં આ ટીપ્પણીઓ કરી છે. આ પુત્રવધુના પતિ અને સસરાએ જબરદસ્તી તેણી સાથે શારીરિક સંબંધ બાંધ્યો અને પૈસા કમાવવા માટે પોર્ન વેબસાઈટ પર તેનો વીડિયો પોસ્ટ કરવા માટે એક પોર્ન વીડિયો શૂટ પણ કર્યો.

મહિલા પર થતા અત્યાચાર અથવા બળાત્કારના મોટાભાગના કિસ્સાઓમાં જો પુરુષ પતિ હોય તો તેને આ કાર્યો કરવાની છુટ આપવામાં આવે છે. પતિની આ હરકતોને સહન ન કરવી જોઈએ. તે પતિ એક પુરુષ છે, બળાત્કાર એ બળાત્કાર છે, પછી ભલે તે ગમે તે પુરુષ દ્વારા કરવામાં આવ્યો હોય. બંધારણમાં એક મહિલાને એક પુરુષ બરાબર ગણવામાં આવી છે અને લગ્નને સમાનતા ધરાવતા લોકોનું સંગઠન માનવામાં આવ્યું છે.

જો કે લગ્નમાં હિંસાને નજરઅંદાજ કરવામાં આવે છે અને મૌન પાળવામાં આવે છે. લગ્નમાં મહિલા વિરુદ્ધ અત્યાચારોના કારણોમાં પુરુષો અને મહિલાઓ વચ્ચે પ્રસ્થાપિત અસમાનતા મુખ્ય કારણ છે. આ ઉપરાંત સામાજિક માપદંડો, સાંસ્કૃતિક રીતી રિવાજો, આર્થિક નિર્ભરતા, ગરીબી અને દારુ જેવા દૂષણોનો પણ સમાવેશ થાય છે.

ભારતમાં ગુનેગારો જાણે છે કે મહિલાઓ તેના પર આચરવામાં આવતા ગુનાઓની વાત જાહેર નહીં કરે કારણ કે તે સામાજિક બહિષ્કારનો ભોગ બનશે અથવા આ રીતે ન્યાય મેળવવો બહુ મોંઘો પડી જાય છે. તેથી જ ભારતમાં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા તેમજ અન્ય પ્રકારના ગુનાઓની સંખ્યા જાહેર થતા આંકડા કરતા વધુ છે. તેથી જ મહિલાઓ દુશ્મનીનો સામનો કરીને એવા વાતાવરણમાં રહેવા મજબૂર છે જેમાં તેને હિંસાનો ભોગ બનવું પડે છે.

હાઈકોર્ટે કહ્યું કે, હવે મૌન તોડવાની જરુરિયાત છે. મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ રોકવામાં અને તેનો સામનો કરવામાં મહિલાઓથી વધુ પુરુષોનું કર્તવ્ય અને મોટી ભૂમિકા રહેલી છે. અમેરિકાના 50 રાજ્યો, 3 ઓસ્ટ્રેલિયાના રાજ્યો, ન્યૂઝિલેન્ડ, કેનેડા, ઈઝરાયલ, ફ્રાન્સ, સ્વીડન, ડેનમાર્ક, નોર્વે, સોવિયત સંઘ, પોલેન્ડ અને ચેકોસ્લોવેકિયા વગેરે દેશોમાં વૈવાહિક બળાત્કાર ગેરકાયદેસર છે. યુનાઈટેડ કિંગડમમાં પણ પતિઓને આપવામાં આવતી છુટ પર પ્રતિબંધ લગાડેલ છે.

સમગ્ર મામલે પીડિતાના પતિ, સસરા અને સાસુની રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને FIR નોંધીને ધરપકડ કરી હતી. આરોપીઓ પર પોલીસે આઈપીસીની 354(એ), 376, 376(ડી), 498, 506, 508 તેમજ 509 કલમો અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. પીડિતાના પતિએ પીડિતા સાથેના શારીરિક સંબંધોનો વીડિયો શૂટ કરી લીધો હતો. આ વીડિયો પીડિતાના પતિએ પીડિતાના સસરાને મોકલી દીધો હતો. કારણ કે આ વીડિયો શૂટિંગ તેની સાસુની હાજરીમાં થયું હતું.

પીડિતાના સાસરીયાઓને પોતાની હોટલને વેચાતી રોકવા માટે નાણાંની આવશ્યકતા હતી. પીડિતાએ પોતાના સસરા વિરુદ્ધ પણ છેડતીના આરોપો લગાડ્યા છે. હાઈ કોર્ટે પીડિતાની સાસુને આ ગેરકાયદેસર અને શરમજનક ઘટનાની બરાબર ભાગીદાર ગણી છે કારણ કે તેણીને ખબર હોવા છતાં પોતાના દીકરા અને પતિને આ ગુનો કરતા અટકાવ્યા નહીં.

  1. DPS સ્કૂલ: ગુજરાત હાઈકોર્ટે હિતેન વસંત અને અનિતા દુઆના આગોતરા જામીન મંજૂર કર્યા
  2. PIL In Gujarat High Court: IIMA માં MPH ના પ્રવેશમાં અનામત ન આપતા હાઇકોર્ટમાં થઇ અરજી

Last Updated : Dec 18, 2023, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.