ETV Bharat / state

Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટે વકીલોની વર્તણુકને લઈ કરી મોટી ચોખવટ, કોર્પોરેટ કલ્ચરનો અભિગમ - Gujarat High court advocate

ગુજરાત હાઇકોર્ટ વકીલોના વ્યવહાર અને વલણને લઈને પોતાનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરી દીધો છે. વિદેશમાંથી કાયદાનો અભ્યાસ કરીને આવેલા વકીલો તેમજ ગુજરાતમાં કાયદો ભણીને તૈયાર થયેલા વકીલો વચ્ચે તંદુરસ્ત હરીફાઈ હાઇકોર્ટે નજરમાં લીધી છે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 24, 2023, 8:37 AM IST

Updated : Mar 24, 2023, 10:46 AM IST

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ સતત કોઈ વિષય પર ચર્ચા વિચારણા કરીને પોતાના મુદ્દાઓ સ્પષ્ટ કરે છે. આ વખતે હાઇકોર્ટના વકીલને લઈને અભિગમ અંગે ચોખવટ કરવામાં આવી છે. કેસના ક્લાઈન્ટ લઈને તેમજ નવા કેસને લઈને વકીલોનું ક્લાઈન્ટ સાથેનું વર્તન હાઇકોર્ટ માર્ક કર્યું છે. જસ્ટિસ વકીલોની હરીફાઈ અંગે પણ એવી વાત કરી હતી કે વિદેશના વકીલો આપણે ત્યાં ગુજરાતના કેસમાં કામગીરી કરતા ગુજરાતમાંથી કાયદા શાખાનો અભ્યાસ કરીને આવેલા વકીલોને એક હુંફાળી હરીફાઈ મળશે.આ સાથે લીગલ સેક્શનમાં પણ હવે કોર્પોરેટ કલ્ચરનો વિકાસ જોવા મળશે. આ મુદ્દે જસ્ટિસ નાના મોટા દરેક અવલોકનને ધ્યાને લઈને મહત્વની અને મોટી ચોખવટ કરી દીધી છે.

ભારતમાં કાયદાની પ્રેક્ટિસ: બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા તાજેતરમાં જ વિદેશી વકીલોને ભારતમાં કાયદાની પ્રેક્ટિસ માટે મંજૂરી આપી છે. આ બાબતને ધ્યાનમાં રાખતા જસ્ટિસ ગીતા ગોપીએ જણાવ્યું હતું કે,હવે વિદેશી વકીલો ભારતમાં આવી રહ્યા છે જેનાથી ભારતીય વકીલો કોર્પોરેટ અભિગમ અપનાવશે. આ સમગ્ર બાબતોની વિગતો જોઈએ તો મોટર એકસીડન્ટમાં દાવા માટે કરવામાં આવેલ એક કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ ગીતા ગોપી દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું કે, અરજદારને તેમના વકીલ તરફથી કોઈપણ યોગ્ય સૂચનાઓ આપવામાં આવી ન હતી. જેના કારણે અરજદાર પોતાની વાત યોગ્ય રીતે રજૂ કરી શક્યા ન હતા.

આ પણ વાંચો Gujarat High Court: પ્રદૂષિત સાબરમતી નદી અંગે HC ચિંતામાં, કહ્યું - ગેરકાયદેસર કનેક્શનો તાત્કાલિક દૂર કરો

કોર્પોરેટ સંસ્કૃતિ:વિદેશી વકીલો જ્યારે હવે ભારતમાં આવી રહ્યા છે. ત્યારે તેઓ કોર્પોરેટ સંસ્કૃતિ લાવશે અને વકીલો સામાન્ય વ્યક્તિઓ સાથે સારી રીતે વ્યવહાર કરશે. તેઓ આવનારા ક્લાઈન્ટને ચા અને કોફી પણ આપશે અને અરજદાર સાથે સારો વ્યવહાર પણ કરશે. આ સમગ્ર બનાવીને ધ્યાનમાં રાખતા ગુજરાત હાઇકોર્ટે મહત્વનું અવલોકન કર્યું હતું કે ,વિદેશી વકીલો જે રીતે ક્લાઈન્ટ સાથે વ્યવહાર કરશે એના પરથી જ આપણા ભારતીય વકીલો અરજદારો સાથે કેવી રીતે વર્તવું તે શીખી શકશે.આ નિયમથી ઘણા બધા મહત્વના ફેરફાર જોવા મળશે. વિદેશી વકીલો આ ક્ષેત્રમાં પ્રવેશતા તેઓ કોર્પોરેટ સંસ્કૃતિ લાવશે અને વકીલો વધુ સારી રીતે અરજદારો સાથે વ્યવહાર કરશે.

આ પણ વાંચો High Court: રાજ્યની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવાનો મુદ્દે HCનો મહત્વનો ચૂકાદો

કાયદાઓથી વાકેફ: આ અવલોકનને ધ્યાનમાં રાખતા જસ્ટીસે જણાવ્યું હતું કે ,ભારતમાં મોટેભાગે ગરીબ વ્યક્તિઓ સામાન્ય કાયદાઓથી પણ વાકેફ હોતા નથી અને તેમને વકીલની ઓફિસમાં જવા માટે પણ પૈસા ખર્ચવા પડતા હોય છે. આવું એટલા માટે કહી રહી છું કે કારણ કે મેં ક્લાઈન્ટસને ઘણા બધા પૈસા ખર્ચીને દૂર દૂર ના સ્થળોએથી થી વકીલોને મળવા માટે અમદાવાદ આવતા જોયા છે. એક એડવોકેટની ઓફિસના જવા માટે એક ગરીબ વ્યક્તિ ઘણા બધા પૈસા ખર્ચે છે દૂરના સ્થળેથી આવે છે તેમ છતાં પણ ભાગ્યે જ વકીલ તેમની સાથે મુલાકાત કરે છે. પાણી કે ચા આપવાની તો દૂરની બાબત રહી પરંતુ વકીલો દ્વારા તેમને ચેમ્બરમાં પણ જવા દેતા નથી.

Last Updated : Mar 24, 2023, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.