ETV Bharat / state

Gujarat High Court: OBC કમિશન મુદ્દે હાઈકોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો

OBC કમિશનની નિમણૂક મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે, શા માટે કાયમી OBC કમિશનની નિમણૂક થઈ નથી? સરકાર OBCના મુદ્દે કડકમાં કડક પગલાં લે તેવું હાઈકોર્ટે જણાવ્યું હતું.

Gujarat High Court : OBC કમિશન મુદ્દે હાઈકોર્ટે ગુજરાત સરકારને ઉધડી લીધી

author img

By

Published : Feb 10, 2023, 1:09 PM IST

અમદાવાદ : રાજ્યમાં કાયમી ધોરણે OBC કમિશનની નિમણૂકની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર ગઈકાલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં અરજદાર દ્વારા ગુજરાતમાં કાયમી ધોરણે OBC કમિશનની નિમણૂક કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. આ સાથે જ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ઝાટકણી કાઢી હતી.

અરજદારની શું હતી રજૂઆત : રાજ્યમાં કાયમી ધોરણે OBC કમિશનની નિમણૂક કરવા માટેની જે અરજી થઈ છે. તેમાં અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, સરકાર માત્ર પરિપત્ર મુજબ કમિશનના વડાની નિમણૂંક કરે તે યોગ્ય નથી. OBC કમિશનના નિમણૂંક માટે સરકાર યોગ્ય રીતે પગલાં લે તેમજ આ દિશામાં સરખી રીતે કામ થાય એવી પણ અરજદાર દ્વારા માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Gujarat High Court : ગુજરાત હાઇકોર્ટને મળ્યા પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ, જાણો કોણ છે આ મહિલા

હાઈકોર્ટે સરકારને કરી ટકોર : જોકે આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી અને પ્રશ્ન કર્યા હતા કે શા માટે કાયમી OBC કમિશનની નિમણૂક થઈ નથી? નિવૃત્ત જ્જની અપોઈન્ટમેન્ટે કમિશનની રચના ના ગણાય તેવી હાઇકોર્ટે સરકારને ટકોર પણ કરી હતી. કમિશનની સ્થાપના મુદ્દે સરકાર ઠોસ પગલાં ઉઠાવે તેવી પણ કોર્ટે તાકીદ કરી હતી. આ સાથે જ સરકાર OBCના મુદ્દે કડકમાં કડક પગલાં લે એવી પણ હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે રાજ્ય સરકારને 2 માર્ચ સુધીમાં હાઇકોર્ટ જવાબ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Gujarat High Court : 1200 વૃક્ષના કાઢી મૂળીયા ઉખેડી નાંખ્યા, હાઈકોર્ટ આકરા સવાલ

ઈશુદાન ગઢવીની પણ પ્રતિક્રિયા : મહત્વનું છે કે તાજેતરમાં ગુજરાત સરકારે રાજ્યના પછાત અન્ય વર્ગો OBC માટેના કાયમી કમિશનના ચેરમેન તરીકે ગુજરાત હાઇકોર્ટમાંથી નિવૃત્ત થયેલા ન્યાયાધીશ આ.પી. ઢોલરિયાની નિમણૂક કરી હતી. ઉપરાંત આ મામલે આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવીની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે કહ્યું હતું કે, ભાજપ OBC વિરોધમાં માનસિકતા ધરાવે છે એટલા માટે હજુ સુધી OBC કમિશનની રચના કરવામાં આવી નથી. આ બાબતે હાઇકોર્ટે ભાજપ સરકારની ઝાટકણી કાઢી છે કમિશન ન હોવાને કારણે OBC સમાજના લોકો જરૂરી માંગણીઓ અને અનામતથી મળવાના લાભથી આજે પણ વંચિત રહી ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.