ETV Bharat / state

High Court: કાઉન્સિલર સરકારી અધિકારીઓ સાથે અભદ્ર ભાષામાં દૂર્વ્યવહાર કરે એ ગેરવર્તણૂક સમાનઃ HCનો ચૂકાદો

ઊંઝા નગરપાલિકાના કાઉન્સિલર દ્વારા સરકારી અધિકારી સાથે જાહેરમાં કરવામાં આવેલા દૂર્વ્યવહારને લઈને ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે ચૂકાદો આપતા જણાવ્યું હતું કે, લોક પ્રતિનિધિ કે જનપ્રતિનિધિને જોઈને જનતા હંમેશા પોતાનું કાર્ય કરતી હોય છે. ત્યારે નગરપાલિકાના સભ્ય દ્વારા જ અભદ્ર ભાષાનો પ્રયોગ કરે તે ચલાવી લેવાય નહીં.

High Court: કાઉન્સિલર સરકારી અધિકારીઓ સાથે અભદ્ર ભાષામાં દૂર્વ્યવહાર કરે એ ગેરવર્તણૂક સમાનઃ HCનો ચૂકાદો
High Court: કાઉન્સિલર સરકારી અધિકારીઓ સાથે અભદ્ર ભાષામાં દૂર્વ્યવહાર કરે એ ગેરવર્તણૂક સમાનઃ HCનો ચૂકાદો
author img

By

Published : Mar 7, 2023, 5:01 PM IST

અમદાવાદઃ ઊંઝા નગરપાલિકાના એક ચૂંટાયેલા કાઉન્સિલરે કોરોનાના લૉકડાઉનના સમયમાં સરકારી અધિકારી સાથે જાહેરમાં ગેરવર્તણૂક કરી હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટે આ ગેરવર્તણૂકને ગેરલાયક ઠેરવી હતી. જસ્ટિસ નિર્ઝર દેસાઈની ખંડપીઠે સમગ્ર મામલે અવલોકન કરતા જણાવ્યું હતું કે, માનવજીવનની કિંમત ધંધા, રોજગાર કરતાં વધુ હોવાનું જાણવા હોવા છતાં પણ અરજદારે લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતનું વર્તન કર્યું છે. આ પ્રકારનું વર્તન એ યોગ્ય ગણાય નહીં. તેથી કલમ 37 હેઠળ ચૂંટાયેલા આ પ્રતિનિધિને પણ ગેરલાયક ક ઠેરવી શકાય છે.

આ પણ વાંચોઃ Gujarat High court: TP સ્કીમમાં મનમાની કરવા સામે કમિશનરને કોર્ટે નોટિસ ફટકારી, હાજર થવા આદેશ

શું છે સમગ્ર કેસ?: કેસની વિગતો જોઈએ તો, વર્ષ 2021માં કોરોનાના સમયગાળા વખતે સમગ્ર દેશમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. તમામ લોકોને બજારમાં દુકાનો બંધ રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારે સરકારના આદેશનું પાલન કરાવવા માટે ઊંઝાના મુખ્ય સેનિટરી ઈન્સ્પેક્ટર ઊંઝાના બજારમાં દુકાનના વેપારીઓને દુકાનનું બંધ કરાવવા સૂચના આપતા હતા. તેમના આ નિર્ણયને ઊંઝા નગરપાલિકાના કાઉન્સિલર ભાવેશ પટેલે વિરોધ કર્યો હતો. જાહેરમાં તેમને સરકારી અધિકારી સાથે અભદ્ર ભાષામાં દૂર્વ્યવહાર કર્યો હતો અને અધિકારીનું અપમાન કર્યું હતું. આ વીડિયો લોકોએ રેકોર્ડ કર્યો હતો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

નપાના સભ્યને હટાવવામાં આવ્યા હતાઃ અધિકારીને આ સમગ્ર વાતની જાણ થતાં તેમણે ભાવેશ પટેલના વર્તન અંગે ફરિયાદ કરી હતી. ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરે પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરે ભાવેશ પટેલને 18 ડિસેમ્બર 2021ના રોજ ગુજરાત મ્યુનિસિપાલટીઝ એક્ટની કલમ 37 (1) હેઠળ ગેરવર્તન બદલ ઊંઝા નગરપાલિકાના સભ્ય તરીકે તેમને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા હતા.

ભાવેશ પટેલે HCમાં અરજી દાખલ કરી હતીઃ ભાવેશ પટેલને તેમના પદ પરથી હટાવવામાં આવતા તેમણે ગુજરાત હાઇકોર્ટનો અરજી દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેમણે રજૂઆત કરી હતી કે, ઊંઝામાં દુકાનો બંધ થતી અટકાવવાનો તેમનો ઈરાદો સદભાવનાનો હતો. વીડિયો ક્લિપ્સમાં જે ચિત્ર દર્શાવવામાં આવ્યું છે તે યોગ્ય નથી. તો અરજદારની અરજી સામે સરકારે જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, તે સમયે બજાર બંધ કરવાનો નિર્ણય કોરોના વાઈરસને ફેલાવવાને રોકવા લેવામાં આવ્યો હતો, પરંતુ તેમાં ઊંઝાના કાઉન્સિલરે અડચણ ઊભી કરી હતી.

HCએ ફગાવી અરજીઃ આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઈકોર્ટે અરજદાર ભાવેશ પટેલની અરજીને ફગાવતા કહ્યું હતું કે, લોક પ્રતિનિધિઓ જાહેરમાં સરકારી અધિકારીઓ સાથે અભદ્ર ભાષામાં દૂર્વ્યવહાર કરે તે ગેરવર્તણૂક સમાન છે. આવા કેસોમાં તેમને હોદા પરથી કાઢી મૂકવામાં આવે તે વાજબી છે.

આ પણ વાંચોઃ Rajkot Crime News : ઘરેલુ હિંસાના કેસ મામલે રાજકોટ કોર્ટમાં વકીલ ઉપર કરાયો હુમલો

જસ્ટિસે નપાના કમિશનરના નિર્ણયને યોગ્ય ગણાવ્યોઃ જસ્ટિસ નિર્ઝર દેસાઈએ પણ જણાવ્યું હતું કે, કાઉન્સિલર આવા સમયે વહીવટ તંત્રને સહકાર આપે અને લોકોને સ્વેચ્છાએ દુકાનો બંધ કરવા માટે રાજી કરવામાં અધિકારીઓની મદદ કરે તેવી અપેક્ષા હોય છે. જ્યારે ભાવેશ પટેલ દ્વારા જે વર્તન કરાયું હતું તે યોગ્ય નથી. સાથે જ હાઈકોર્ટે ઊંઝા નગરપાલિકાના કમિશનર દ્વારા લેવાયેલા નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો અને અરજદારની અરજીને ફગાવી દેવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.