અમદાવાદ : હિન્દુ મેરેજ એક્ટ અને ફેમિલી કોર્ટની બે જોગવાઈઓના કારણે ઊભી થયેલી ગૂંચવણના મુદ્દે એક કેસ હાઇકોર્ટ સમક્ષ આવ્યો હતો. તેમાં હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. લગ્ન જીવનમાં ભંગાણને લઈને ફેમિલી કોર્ટના મામલે ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે એક મહત્વનો નિર્ણય આપ્યો છે. તેમાં ગુજરાત હાઇકોર્ટે એક અગત્યના ચૂકાદામાં નોંધ્યું છે કે હિંદુ મેરેજ એક્ટ હેઠળ લગ્નજીવનના તકરારના કેસોમાં ફેમિલી કોર્ટના હુકમ કે ચૂકાદાને પડકારવા માટે સમય મર્યાદા માત્ર 90 દિવસની જ છે.
આ પણ વાંચો ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના દાવાઓમાં ઉત્તરોત્તર વધારો, આદર્શ સમાજમાટે ચિંતાનો વિષય
શું છે સમગ્ર મામલો : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો પતિ અને પત્ની વચ્ચે ઘણા લાંબા સમયથી લગ્નજીવનમાં તકરાર ચાલી રહી હતી. જેને લઈને તેમણે છૂટાછેડા લેવા માટે થઈને ફેમિલી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં ફેમિલી કોર્ટે જે ચૂકાદો આપ્યો હતો તે ચૂકાદાને પડકારવા અરજદારે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જોકે આ સમયે રજિસ્ટ્રીએ સાત દિવસના વિલંબનો વાંધો ઉઠાવ્યો હતો.
ફેમિલી કોર્ટ્સ એક્ટમાં સુધારો : આ સમગ્ર મામલે અરજદારના વકીલની રજૂઆત હતી કે તેમણે અપીલ ફાઇલ કરવામાં કોઈ વિલંબ કર્યો નથી. કારણ કે હિન્દુ મેરેજ એક્ટની કલમ 28( 4 ) મુજબ ફેમીલી કોર્ટના હુકમ સામે અપીલ ફાઇલ કરવાની સમય મર્યાદા 90 દિવસની છે. ફેમિલી કોર્ટ્સ એક્ટ 1984 માં વર્ષ 2003માં સુધારો કરાયેલો છે. જેથી અપીલ ફાઇલ કરવા માટે 90 દિવસની સમય મર્યાદાને જ માન્ય ગણવી જોઈએ.
આ પણ વાંચો પત્નીનું 'મંગલસૂત્ર' કાઢી નાખવું એ માનસિક ક્રૂરતા છેઃ HC
બે જોગવાઇઓને લઇ ગૂંચવણ : મહત્વનું છે કે હિંદુ મેરેજ એક્ટની કલમ 28 (4) મુજબ ફેમિલી કોર્ટના હુકમ સામે 90 દિવસમાં અપીલ કરી શકાય છે. જ્યારે ફેમિલી કોર્ટ એક્ટની કલમ 19 મુજબ આ સમય મર્યાદા 30 દિવસની છે. જેથી કાયદાકીય ગુંચવણના લીધે જ આ કેસ જટિલ બન્યો હતો.
સ્પષ્ટતા આપતા ચૂકાદો : હિન્દુ મેરેજ એક્ટ અને ફેમિલી કોર્ટની બે જોગવાઈઓને લઈને ઊભી થયેલી ગૂંચવણ અંતર્ગત જસ્ટીસ એ.જે. દેસાઈ અને જસ્ટિસ આર.એમ કરીને ફેમિલી કોર્ટના હુકમ કે ચૂકાદા મામલે અપીલ સમય મર્યાદા લઈને સ્પષ્ટતા આપતા ચૂકાદો આપ્યો હતો કે આ ચૂકાદાને પગલે ફેમિલી કોર્ટ પણ આ મામલે સ્પષ્ટ થઈ જશે. કોઈપણ ચૂકાદામાં પડકારવાની સમય મર્યાદા માત્ર 90 દિવસની છે. આ બાજુ જો અરજી કરવામાં આવશે તો કોર્ટ એ અરજી ગ્રાહ્ય રાખશે નહીં.