ETV Bharat / state

High Court: પોલીસ વિભાગમાં ખાલી જગ્યા મુદ્દે HCએ રાજ્ય સરકારને કર્યા સવાલો, લેટેસ્ટ રિપોર્ટ રજૂ કરવા કર્યો હુકમ

રાજ્યમાં પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારને અનેક પ્રશ્નો ક્રયા હતા. સાથે જ લેટેસ્ટ રિપોર્ટ રજૂ કરવા પણ હુકમ કર્યો હતો.

High Court: પોલીસ વિભાગમાં ખાલી જગ્યા મુદ્દે HCએ રાજ્ય સરકારને કર્યા સવાલો, લેટેસ્ટ રિપોર્ટ રજૂ કરવા કર્યો હુકમ
High Court: પોલીસ વિભાગમાં ખાલી જગ્યા મુદ્દે HCએ રાજ્ય સરકારને કર્યા સવાલો, લેટેસ્ટ રિપોર્ટ રજૂ કરવા કર્યો હુકમ
author img

By

Published : Mar 9, 2023, 3:21 PM IST

અમદાવાદઃ ગુજરાત રાજ્યના વિવિધ વિભાગોમાં વિવિધ સંવર્ગોની જગ્યાઓ ખાલી પડેલી છે. ત્યારે સરકારના પોલીસ વિભાગનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો છે, જેમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાને લઈને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે સરકારને ખાલી પડેલી જગ્યાને લઈને આકરા સવાલો કર્યા હતા.

આ પણ વાંચોઃ Rajkot Crime : 36 છરીના ઘા મારીને છોકરીને વીંધી નાખનાર એકતરફી પ્રેમીને કોર્ટ ફટકારશે સજા

HCએ પૂછ્યા પ્રશ્નોઃ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું હતું કે, શા માટે ખાલી જગ્યાઓ ઉપર સરકાર ભરતી કરતી નથી? પોલીસ વિભાગમાં પણ સરકાર દ્વારા કેમ ખાલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવતી નથી? માત્ર પોલીસ વિભાગની વાત નથી, પરંતુ સરકારની અનેક જગ્યાઓમાં ખાલી જગ્યાઓ છે. તેમાં પણ સરકાર દ્વારા કેમ કોઈ પણ પ્રકારની ભરતી માટે કાર્યવાહી કરવામાં આવી રહી નથી?

ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશેઃ જોકે, ગુજરાત હાઈકોર્ટે કરેલા આ સવાલો સામે રાજ્ય સરકારે જવાબ રજૂ કરતા કહ્યું હતું કે, પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી કરવાની કાર્યવાહી ચાલી રહી છે. હકારાત્મક અભિગમ સાથે આ ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે.

આ પણ વાંચોઃ Gujarat High Court : ગુજરાત હાઇકોર્ટ ભાવનગરના RTI કાર્યકર પર હુમલો કરનાર 8 લોકોને નિર્દોષ રીતે છોડ્યા

રિપોર્ટ રજૂ કરવા HCનો હુકમઃ હાઈકોર્ટે રાજ્ય સરકારના આ જવાબ સામે ખાલી પડેલી જગ્યાનો લેટેસ્ટ રિપોર્ટ રજૂ કરવા માટે હુકમ કર્યો છે. 10 એપ્રિલ સુધીમાં ખાલી પડેલી જગ્યાને લઈને અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરવામાં આવી. તેમ જ ભરતી પ્રક્રિયાને લઈને શું કામગીરી ચાલી રહી છે તેનો લેટેસ્ટ રિપોર્ટ રજૂ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે વધુ સુનાવણી 10 એપ્રિલે હાથ ધરવામાં આવશે. ત્યારે રાજ્ય સરકાર તરફથી ખાલી પડેલી જગ્યાનો રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.