અમદાવાદ ગુજરાતના પૂર્વ પ્રધાન જસા બારડ સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં (PIL filed against Former Minister Jasa Barad) આવી છે. પૂર્વ પ્રધાન અને તેમના પૂત્ર દિલીપ બારડ સામે ગેરકાયદેસર બાંધકામનો આક્ષેપ (PIL in Gujarat High Court) કરવામાં આવ્યો છે. ત્યારે આ અરજી અંગે સુનાવણી (Gujarat High Court hearing) દરમિયાન હાઇકોર્ટે પૂર્વ પ્રધાન જસા બારડ સામે લાલ આંખ કરી હતી.
ઘટના ગીર સોમનાથની આ કેસની વિગતો જોઈએ તો, આ સમગ્ર બનાવ ગીર સોમનાથના જિલ્લાના સૂત્રાપાડા શહેરનો છે. પૂર્વ પ્રધાન જસા બારડ (PIL in Gujarat High Court) અને તેમના પૂત્ર દિલીપ બારડે કોર્મશિયલ બાંધકામ (PIL filed against Former Minister Jasa Barad) કરીને દુકાનો બનાવી નાખી છે. જ્યારે સરકારે આ જમીન વર્ષ 2017માં રમતગમતના મેદાન માટે ફાળવી હતી, પરંતુ વર્ષ 2017થી પિતા અને પૂત્રએ ભાડાપટ્ટી દુકાનો આપીને વેચાણ કરવામાં આવતા આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.
અરજદારે દોર્યું ધ્યાન જાહેરહિતની અરજી કરનારા (PIL filed against Former Minister Jasa Barad) અરજદાર ચેતન બારડે જણાવ્યું હતું કે, રમતગમતનું જે સરકારી મેદાન આપવામાં આવેલું હતું. તેમાં બી.એમ બારડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કોમ્પ્લેક્સ બનાવીને દુકાનો વેચાણ આપીને અને અમુક દુકાનોને ભાડા પેટે આપીને દીધી હતી ત્યારબાદ કલેકટરે આ તમામ દુકાનોને સીલ કરી દીધી છે.
હાઈકોર્ટે કરી લાલ આંખ જાહેરહિતની અરજી અંગે હાઈકોર્ટમાં સુનાવણી (Gujarat High Court hearing) હાથ ધરાઈ હતી. જે શાળાના મેદાન પર જસા બારડે (PIL filed against Former Minister Jasa Barad) અને પુત્ર દિલીપ બારડે કરેલા ગેરકાયદેસર બાંધકામ સામે હાઇકોર્ટે (PIL in Gujarat High Court) લાલ આંખ કરી છે. આ સાથે જ આ સમગ્ર મામલે હાઇકોર્ટે આદેશ આપતા જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટરે કોમ્પલેક્સમાં આવેલી ખાનગી દુકાનનું સીલ કરી દેવી તેમ જ કોમ્પ્લેક્સમાં આવેલી સરકારી ઓફિસ હવેથી સરકારને ભાડું આપે તેવા પણ નિર્દેશ આપ્યા છે. તેમ જ જાન્યુઆરીથી તમામ દુકાનોનું ભાડું હવે સરકારને જશે એવા પણ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.