ETV Bharat / state

Navratri 2023 : નવરાત્રીની ઉજવણી માટે શું હશે ગાઈડલાઇન્સ, જાણો ઋષિકેશ પટેલે શું કહ્યું ? - ગરબા આયોજકો

નવરાત્રી 2023 ઉજવણી માટે સરકાર દ્વારા સત્તાવાર રીતે ગાઈડલાઇન્સ જાહેર થવાની બાકી છે. ત્યારે આ અંગે ETV ભારત સાથે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ગરબા આયોજકોએ મેડિકલ કીટ રાખવી તેમ જ 108 એમ્બ્યુલન્સ અમુક જગ્યાએ હાજર રહેશે.

Guidelines for Navratri 2023 : નવરાત્રી ઉજવણી માટે ગાઈડલાઇન્સ, ગરબા આયોજકોને શું અપાઇ સૂચનાઓ જૂઓ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 7, 2023, 2:15 PM IST

Updated : Oct 7, 2023, 5:28 PM IST

આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ સાથે ખાસ વાતચીત

અમદાવાદ : નવલી નવરાત્રી 2023નો પ્રારંભ 15 ઓક્ટોબરથી થઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં નવરાત્રી પહેલા અનેક નવ યુવાનો ગરબાની પ્રેક્ટિસ કરતા હોય છે. ત્યારે છેલ્લા 1 મહિનામાં ગરબા રમતા યુવાનોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આવી ઘટનાને ધ્યાનમાં લઈને ખાસ પ્રકારનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ગરબાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 8 કોર્પોરેશન 157 નગરપાલિકાને પણ હાર્ટ એટેકની ઘટના રોકવા માટેની સૂચના આપવામાં આવી છે. ત્યારે કેવી સૂચના છે અને કઈ રીતની ગાઈડલાઈન છે તે બાબતે રાજ્ય સરકારના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.

સરકારે પોતાની રીતે ગુજરાતીઓ માટે અને ખાસ કરીને મા અંબાની ભક્તિ અને શક્તિ માટે આ નવ દિવસ માટે આરાધના કરતા હોય, ગરબા ગાતા હોય ત્યારે એટલી બધી શક્તિ આવી જતી હોય છે કે લોકો ત્રણથી ચાર કલાક નોન સ્ટોપ ગરબા રમતા હોય છે. તેના કારણે હમણાં ધ્યાનમાં આવ્યું છે કે હાર્ટ એટેકના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે જ્યાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યાં ખાસ મેડિકલ સારવાર બની રહે તે માટે આઠ મહાનગરપાલિકા અને 157 નગરપાલિકામાં દરેક જગ્યાએ 108 ના પોઇન્ટ સાથે તૈયાર રાખવામાં આવશે...ઋષિકેશ પટેલ (આરોગ્યપ્રધાન )

ભાજપ ડોકટર સેલ પણ તૈયાર: આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે હાર્ટ એટેકના કિસ્સા અને નવરાત્રીના તહેવારને ધ્યાનમાં લઈને ભાજપ ડોક્ટર સેલ દ્વારા પણ ખાસ તૈયારી કરવામાં આવી છે. જેમાં ડોક્ટર સેલના આગેવાન એવા ધર્મેન્દ્ર ગજ્જરે પણ બેથી ત્રણ કાર્યક્રમ કરીને સીપીઆરની ટ્રેનિંગ પણ આયોજકોને આપવામાં આવી છે. ઉપરાંત જ્યાં મોટી સંખ્યામાં ગરબા રમવા લોકો આવતા હોય તેવી જગ્યાએ પણ ખાસ વોલીએન્ટર તૈયાર રાખવામાં આવ્યા છે. જેથી તેઓ મોટી જગ્યાએ હાજર રહે અને તાત્કાલિક સારવાર પ્રાપ્ત થઈ શકે.

સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો ખડેપગે : ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગરબા અને નવરાત્રીને ધ્યાનમાં લઈને અમદાવાદની મોટી હોસ્પિટલ જેવી કે શારદાબેન, એલજી, વીએસ અને સિવિલ હોસ્પિટલમાં પણ ડોક્ટરો મોડી રાત સુધી હાજર રહેશે. તેઓને હાજર રહેવા માટેની સુચના રાજ્ય સરકાર તરફથી આપી દેવામાં આવી છે. રાજ્યના તમામ સીએસસી અને પીએસસી સેન્ટર ઉપર પણ ડોક્ટરોને હાજર રહેવાની સૂચના સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે કે જેથી જો કોઈ પણ વ્યક્તિને થોડીક પણ સમસ્યા હોય તો સમયનો વ્યય કર્યા વગર તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી શકે. જેથી ગોલ્ડન અવરમાં તેમનો જીવ બચાવી શકાય.

ખાનગી હોસ્પિટલ તંત્રને સૂચના : આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલમાં તંત્ર ઉપરાંત ખાનગી હોસ્પિટલોને પણ સૂચના આપવામાં આવી છે કે ખાનગી નર્સિંગ હોમ ચાલુ રાખવામાં આવે જેથી જો કોઈ આવી ઘટના બને તો તાત્કાલિક ધોરણે ગોલ્ડન અવરમાં દર્દીને સારવાર મળી શકે. આમ સારવારમાં કોઈપણને તકલીફ ન પડે અને ગોલ્ડન મોમેન્ટમાં દર્દીનો જીવ બચી જાય તે રીતનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
ઉપરાંત ગુજરાતની જનતાને ક્યાંય પણ નાની મોટી તકલીફ લાગે તો તાત્કાલિક ધોરણે નજીકમાં નજીક હેલ્પ ડેસ્ક હોય અથવા તો ડોક્ટર હોય તેનો તાત્કાલિક સંપર્ક કરવો તેવી પણ સૂચના ઋષિકેશ પટેલે આપી હતી.

ગરબા આયોજકો હેપી પટેલ અને નીલ પટેલ
ગરબા આયોજકો હેપી પટેલ અને નીલ પટેલ

એમ્બ્યુલન્સના કન્સેપ્ટ સાથે જ ગરબા : તો અમદાવાદી સનેડો રમાડતાં ગરબા આયોજક નીલ પટેલે ખાતરી આપતાં કહ્યું કે અમે છેલ્લા 10 વર્ષથી એમ્બ્યુલન્સના કન્સેપ્ટ સાથે ગરબાનું આયોજન કરીએ છીએ. તેઓ અમદાવાદના વાયએમસીએ ક્લબમાં અમદાવાદી સનેડો નામના ગરબાનું આયોજન કરે છે.

ETV ભારત સાથેની ટેલીફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આ વખતે એમ્બ્યુલન્સ માટેની ગાઇડલાઇન્સ બહાર પાડી છે પરંતુ અમે છેલ્લા દસ વર્ષથી ગરબાનું આયોજન કરીએ છીએ અને સતત દસ વર્ષથી અમે મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ સાથે જ ગરબાનું આયોજન કરીએ છીએ. જેથી કોઈપણ ખેલૈયાઓને કોઈપણ તકલીફ ન પડે. આમ આ વખતે પણ અમે એમ્બ્યુલન્સ અને ડોક્ટરની ટીમ સાથે જ ગરબાનું આયોજન કર્યું છે...નીલ પટેલ ( ગરબા આયોજક )

બાઉન્સરોને CPR ટ્રેનીંગ અપાશે : તો અમદાવાદના શેલા પાસે આવેલ માની માંડવીની રાસલીલા આયોજક હેપ્પી પટેલે ઈટીવી ભારત સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારની ગાઇડલાઇન્સ મુજબ અમે એમ્બ્યુલન્સ અને ડોક્ટરની વ્યવસ્થા વેન્યુ ઉપર જ કરવાના છીએ. પરંતુ નવરાત્રીની શરૂઆત થાય તેના બે દિવસ પહેલા સિક્યુરિટી પર્પસથી રાખવામાં આવેલ બાઉન્સરોને પણ અમે સીપીઆરની ટ્રેનિંગ આપીશું. જેથી પાર્ટી પ્લોટમાં રમતા ગરબાપ્રેમીઓને કોઈપણ પ્રકારની સારવારની જરુર પડે તો વ્યવસ્થા પાર્ટી પ્લોટની અંદર જ મળી શકે. જ્યારે આસપાસની હોસ્પિટલમાં પણ અમે ડોક્ટરો સાથે વાતચીત કરીને ઈમરજન્સી સારવારની વ્યવસ્થા પણ ઊભી કરી છે.

  1. Navratri Heart Attack Case : નવરાત્રીમાં હાર્ટ એટેકના કેસને પહોંચી વળવા તંત્ર તૈયાર, જિલ્લા કલેકટર દ્વારા બેઠક યોજાઈ
  2. Navratri 2023: નવરાત્રિમાં હાર્ટ એટેકના દર્દીઓ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા કરાઈ
  3. Rajkot Heart Attack Death : હે રામ, શું થવા બેઠું છે ! 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત, પરિવાર શોકાતુર

Last Updated : Oct 7, 2023, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.