અમદાવાદ : અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર ગુજરાત કોંગ્રેસ દ્વારા સાબરમતી પ્રદૂષિત નદીને લઈને સરકાર સામે વધુ આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. ગુજરાત કોંગ્રેસે જણાવ્યું હતું કે નેશનલ વોટર મોનેટરીંગ પ્રોગ્રામ હેઠળ સમગ્ર દેશમાંથી 603 નદીઓના પાણીની તપાસ અને તેની ગુણવત્તા ચેક કરવામાં આવી હતી. જેમાંથી ગુજરાતની 25 નદીઓમાંથી 13 નદીને પ્રદૂષિત જાહેર કરવામાં આવી છે જેમાંથી છ નદીઓ અતિ પ્રદૂષિત નદીઓ જાહેર કરવામાં આવી છે જે ગુજરાત માટે શરમજનક બાબત કહી શકાય.
સાબરમતી સૌથી વધુ પ્રદૂષિત : દેશમાં છેલ્લા ઘણા સમયથી પ્રદૂષિત નદીઓની ચર્ચા ચાલી રહી છે. જેમાં દેશની સૌથી મોટી નદીઓ મત પ્રદૂષિત જોવા મળી રહી છે. મોટા કારખાનાનું કેમિકલવાળું પાણી નદીઓમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નદીઓ પ્રદૂષિત થઈ રહી છે. જેમાં ગુજરાતની પણ મોટી નદીઓ પણ પ્રદૂષિત જોવા મળી રહી છે. સીપીસીબી રિપોર્ટમાં સાબરમતી બીજા નંબરની સૌથી વધુ પ્રદૂષિત હોવાનું પણ બહાર આવ્યું છે.
603 નદીના પાણી ચેક થયાં : કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે 3 એપ્રિલ 2023ના રોજ લોકસભામાં પર્યાવરણને લઈને જે ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા નેશનલ વોટર મોનીટરિંગ પ્રોગ્રામ હેઠળ સમગ્ર દેશની સમગ્ર દેશની 603 નદીઓનું પાણી ચેક અને તેની ગુણવત્તા ચેક કરવામાં આવી હતી. જેમાં ગુજરાતને લઈને ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાત રાજ્યની 25 નદીઓમાંથી 13 નદીઓ પ્રદૂષિત જાહેર કરવામાં આવી છે.
6 નદી અતિ પ્રદૂષિત : કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે જે 25 નદીઓમાંથી 13 નદીઓને પ્રદૂષિત જાહેર કરવામાં આવી હતી તેમાંથી 6 નદીઓ અતિ પ્રદૂષિત તરીકે મૂકવામાં આવી છે. એટલે કહી શકાય કે આ નદીનું પાણી એટલું પ્રદૂષિત છે કે પાણી પીવાની વાત તો દૂર પરંતુ નહાવા માટે પણ લાયક નથી તેવા આક્ષેપો પણ તેમણે કર્યા હતા. આ નદીમાં 3 MG પ્રતિ લીટર જેટલું bod હોવું જોઈએ. તો જ આ નદીનું પાણી નહાવાલાયક ગણી શકાય છે. પરંતુ ગુજરાત રાજ્યની સૌથી પ્રદૂષિત નદી સાબરમતી છે.
ગુજરાત હાઇકોર્ટે ઠપકો આપ્યો છે : વધુમાં તેમણે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે સાબરમતી નદી જે ગુજરાતી સૌથી પ્રદૂષિત નદી છે. તેને લઇને ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ ઠપકો આપવામાં આવ્યો હતો. તેમાં 3MG પ્રતિ લીટર bod પ્રમાણ હોવું જોઈએ. તો તે ઉપયોગમાં લઈ શકાય છે પરંતુ સાબરમતી નદીનું પ્રતિ લીટર 292 MGનો પ્રદૂષણ જોવા મળી રહ્યું છે. વિદેશથી મહેમાનો આવે છે ત્યારે તેમને સાબરમતી નદીનો નજારો બતાવવામાં આવે છે. નવી નવી રાઇડ્સ સાબરમતી નદીની અંદર શરૂ કરવામાં આવે છે પરંતુ હકીકત તો સાબરમતી જે સૌથી પ્રદૂષિત નદી એક નદી છે.દેશની સૌથી પ્રદૂષિત નદી કઈ છે તે વિશે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના રિપોર્ટમાં જાણકારી સામે આવી છે. ચેન્નાઈની કૂમ નદી દેશની સૌથી પ્રદૂષિત નદી છે અને અમદાવાદની સાબરમતી નદી દેશમાં બીજા નંબર પર સૌથી પ્રદૂષિત નદીતરીકે જોવા મળી રહી છે.