ETV Bharat / state

ભૂપેન્દ્રએ નરેન્દ્રનો રેકોર્ડ તોડ્યો, 1985માં માધવસિંહનો 149 બેઠક જીતવાનો રેકોર્ડ પણ તૂટયો

ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીના (Gujarat Assembly Election 2022 Results) પરિણામ આવી ગયા છે. ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી ભાજપે કુલ 156 બેઠકો (BJP Win Gujarat Election 2022) કબજે કરીને નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્રએ તોડી નાંખ્યો છે. તો માધવસિંહ સોલંકીની 149 બેઠકની જીતનો રેકોર્ડ બ્રેક ( Madhavsinh Solanki Record Break ) થયો છે. જોઇએ ઈ ટીવી ભારતનો વિશેષ અહેવાલ

ભૂપેન્દ્રએ નરેન્દ્રનો રેકોર્ડ તોડ્યો, 1985માં માધવસિંહની 149 બેઠક જીતવાનો પણ રેકોર્ડ તૂટયો

author img

By

Published : Dec 8, 2022, 9:30 PM IST

અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં ચૂંટણી (Gujarat Assembly Election 2022 Results) પ્રચારમાં આવ્યા ત્યારે જાહેરસભામાં જ કહેતા હતા કે આ ચૂંટણીમાં નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્ર તોડશે. તમે બધા રેકોર્ડબ્રેક મતદાન કરજો. તેમ કહીને પ્રચાર કરતાં હતા. ત્યારે કોઈએ સ્વપ્નેય નહોંતું વિચાર્યું કે ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતાં ત્યારે 2002માં ભાજપે 127 બેઠક જીતવાનો રેકોર્ડ કર્યો હતો તે (BJP Win Gujarat Election 2022)તોડશે. હવે જ્યારે ચૂંટણી પરિણામ આવી ગયા છે ત્યારે ચિત્ર સ્પષ્ટ થયું છે. 2002માં ભાજપના નરેન્દ્ર મોદીની 127 બેઠક જીતવાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

1985માં કોંગ્રેસે 149 બેઠક જીતી હતી આટલે અટકતું નથી ભૂપેન્દ્ર પટેલે તો 1962થી ગુજરાત વિધાનસભા અમલી બની ત્યારથી માંડીને અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને ઐતિહાસિક જીત (Gujarat Assembly Election 2022 Results) મેળવી છે. સૌથી પહેલો રેકોર્ડ 1985માં કોંગ્રેસે 149 બેઠક જીતીને નોંધાવ્યો હતો. 1985 પછી આ રેકોર્ડ પહેલી વાર 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તૂટયો (BJP Win Gujarat Election 2022)છે. ત્યારે જનતા પાર્ટીને 14 બેઠક અને ભારતીય જનતા પાર્ટીને 11 બેઠક તથા અપક્ષને 8 બેઠક મળી હતી.

1985માં કોંગ્રેસે 55.55 ટકા વોટ શેર મેળવ્યો હતો 1985માં માધવસિંહ સોંલકીના નેજા હેઠળ ચૂંટણી લડાઈ હતી અને 182 બેઠકોમાંથી કોંગ્રેસે 149 બેઠકો કબજે કરી હતી. ત્યારે કોંગ્રેસને 55.55 ટકાનો વોટ શેર મળ્યો હતો. માધવસિંહ સોંલકી ખામ થીયરી(KHAM) એટલે કે ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ જ્ઞાતિને આધારે ચૂંટણી લડ્યા હતાં અને બીજુ તે વખતે અનામત બિલનું આંદોલન તાજું હતું, ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં તોફાનો થયા હતા. 1985ની ચૂંટણી પહેલા માધવસિંહ સોંલકી સીએમ હતા, અને 1985ની ચૂંટણી જીત્યા ( Madhavsinh Solanki Record Break ) પછી માધવસિંહ સોંલકી મુખ્યપ્રધાન બન્યા હતાં.

ભાજપને 52.5 ટકા વોટ શેર મળ્યો આજે જાહેર થયેલ પરિણામમાં ભાજપે 156 બેઠક પર જીત મેળવી છે. આમ આદમી પાર્ટીએ 5 બેઠક, કોંગ્રેસે 17 બેઠક અને અપક્ષે 3 બેઠક જીતી છે. ભાજપને મળેલ મત પર એક નજર કરીએ તો આજની 156 બેઠક સાથે 52.5 ટકાનો વોટ શેર (BJP Win Gujarat Election 2022) મેળવ્યો છે. કોંગ્રેસે 27 ટકા અને આમ આદમી પાર્ટીએ 12 ટકા વોટ શેર (Gujarat Assembly Election 2022 Results) મેળવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.