ETV Bharat / state

ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર, તમામ બેઠકોની મહત્ત્વની વાત એક જ ક્લિકે જાણો

author img

By

Published : Nov 3, 2022, 5:21 PM IST

Updated : Nov 3, 2022, 5:59 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની (Gujarat Assembly Election 2022) સત્તાવાર જાહેરાત થઇ ગઇ છે. રાજ્યમાં બે ચરણમાં મતદાન યોજાશે. પહેલા ચરણમાં 1 ડીસેમ્બરે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની કુલ 89 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે. બીજા ચરણમાં 5 ડીસેમ્બરે (Gujarat Election Voting Date) મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની કુલ 93 બેઠક માટે મતદાન યોજાશે. જ્યારે 8 ડીસેમ્બરે મતગણતરી (Gujarat Election Results Date) યોજાશે. તમામ બેઠકો પરની મહત્ત્વની બાબતો વિશે જૂઓ અહીં ટૂંકમાં.

ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર, તમામ બેઠકોની મહત્ત્વની વાત એક જ ક્લિકે જાણો
ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર, તમામ બેઠકોની મહત્ત્વની વાત એક જ ક્લિકે જાણો

ન્યૂઝ ડેસ્ક આજે 3 નવેમ્બર 2022ની બપોરે ભારતના ચૂંટણી પંચ ( ElectionCommissionOfIndia ) દ્વારા દિલ્હીમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની સત્તાવાર તારીખોની જાહેરાત કરી ( Schedule for Gujarat Assembly Election ) દેવામાં આવી છે. ગુજરાતમાં 1 ડીસેમ્બરે 89 બેઠકો માટે પહેલા ચરણનું મતદાન અને 5 ડીસેમ્બરે 93 બેઠક માટે બીજા ચરણનું મતદાન (Gujarat Election Voting Day ) થશે. જ્યારે 8 ડીસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે જ પરિણામ માટે ગુજરાતમાં મતગણતરી ( Gujarat Election Results Day )યોજાશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022)માટે ગુજરાતના પાંચ વિસ્તારોની દ્રષ્ટિએ જોઇએ તો કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ આવે છે. ચૂંટણી જાહેર( GujaratElections2022 ) થઇ ગઇ છે ત્યારે ઝોનવાઇઝ કયા વિસ્તારમાં કેટલી બેઠક છે, કયા પક્ષ પાસે કેટલી બેઠક છે, મતદાર સંખ્યા કેટલી છે, જાતિગત સમીકરણો કેવાં છે અને રાજકીય નિષ્ણાતનો અભિપ્રાય શું છે તેને ક્રમવાર જોઇએ.

કચ્છ ઝોનમાં કયા પક્ષ પાસે કેટલી બેઠક રાજ્યના કુલ 33 જિલ્લામાં કચ્છ સૌથી મોટો જિલ્લો છે. વિધાનસભામાં 6 બેઠકો (Kutch assembly seats) છે જેમાં ભુજ, માંડવી-મુંદ્રા, અબડાસા, ગાંધીધામ, અંજાર અને રાપર. 6 બેઠકો પર હાલ 5 બેઠકો પરના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે જ્યારે 1 બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય છે. હાલ ભુજથી ભાજપનાં ડૉ. નીમાબેન આચાર્ય, અબડાસાથી ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવી-મુન્દ્રામાંથી વીરેન્દ્રસિંહ જાડેજા, અંજારમાંથી ભાજપના વાસણ આહીર, ગાંધીધામથી ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને રાપરથી કૉંગ્રેસનાં ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા.

કચ્છમાં મતદાર સંખ્યા છ બેઠકો પર 16 લાખ 19 હજાર 338 મતદારો છે. જેમાંથી 8 લાખ 38 હજાર 504 પુરૂષ મતદારો છે. જ્યારે સ્ત્રીઓની સંખ્યા 7 લાખ 80 હજાર 884 છે.

કચ્છના મતદારો માટે ત્રણ ફેક્ટર મહત્ત્વના છે

કચ્છમાં જાતિગત સમીકરણ અહીં આહીર, અનુસૂચિત જાતિ અને મુસ્લિમ સમાજના મતદારો વધારે સંખ્યામાં છે. ત્યાર બાદ રબારી, બ્રાહ્મણ, લેઉઆ પટેલ, કડવા પટેલ તેમ જ ક્ષત્રિય સમાજના મતદારો છે.

કચ્છમાં મુદ્દાઓ ધર્મ, જ્ઞાતિ અને ચહેરો. આ 3 જ ફેક્ટર અસરકારક હોય છે. બાકી વિકાસના કાર્ય હોય કે પ્રશ્નો હોય કોઈ જ ફેક્ટર અસર કરતા નથી. ચૂંટણીમાં અન્ય કોઈ સમસ્યાના મુદ્દાઓ જેવા કે નર્મદાના પાણી, રોડ રસ્તા, ગટર વગેરે જેવા પ્રશ્નો ચૂંટણીને અસર કરતા નથી માત્ર જ્ઞાતિ ધર્મ અને ચહેરો જ અસર કરે છે. કોઈ વ્યક્તિના નામે કે કોઈ નેતાના નામે જ પ્રજા મત આપે એવું નથી. અહીંની મોંઘવારીની સમસ્યા છે એ ઓવરઑલ આખી પ્રજાને નડે છે અને ભ્રષ્ટાચારની સમસ્યા પણ કચ્છમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. બન્નીમાં પાણીની સમસ્યા (water crisis in kutch) ખૂબ છે જ્યારે કે ધોરડોમાં રણોત્સવ થાય છે તો ત્યાં પાણીની કોઈ સમસ્યા નથી.

નિષ્ણાતનો અભિપ્રાય રાજકીય તજજ્ઞ ધરમશી મહેશ્વરીએ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું, કચ્છ કોંગ્રેસનો જ ગઢ છે. કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ કોંગ્રેસનો વર્ચસ્વ છે, શહેરી વિસ્તારોમાં જ ભાજપનું જોર છે. છેલ્લાં અનેક વર્ષોથી કચ્છ જિલ્લામાં નર્મદા મૈયાના નીર, ખેડૂતોને સરકારી યોજનાઓના લાભ, રોડ રસ્તા, ગટર, લાઈટ અને વિકાસના અન્યો કામો પર રાજકારણ ગરમાતું હતું. જીવાદોરી સમાન નર્મદાના નીર માટે લોકો તેમજ ખેડૂતો હજુ પણ રજૂઆતો કરી રહ્યા છે.'

હવે જોઇએ જ્યાં વધુમાં વધુ બેઠકો જીતવી જરુરી હોય છે તેવો સૌરાષ્ટ્ર ઝોન (Gujarat Assembly Election 2022). સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ 48 બેઠકો છે. અહીં પણ કઇ પાર્ટી જોડે કેટલી સીટ, મતદાર સંખ્યા, જાતિગત સમીકરણ અને જાણકારનો મત જોઇશું

સૌરાષ્ટ્રમાં કઇ વિધાનસભા બેઠક પર કઇ પાર્ટી વર્ષ 2017માં અમરેલી, મોરબી અને સોમનાથ જિલ્લાની એક પણ બેઠક જીતવામાં ભાજપને સફળતા મળી ન હતી. જૂનાગઢની 5માંથી ફક્ત એક જ કેશોદ બેઠક પર ભાજપ જીત્યો હતો. તો પોરબંદર અને બોટાદ જિલ્લામાં પણ એક એક બેઠક જ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ જીતી છે. રાજકોટની 8 પૈકીની 6 બેઠક પર ભાજપનો વિજય થયો છે. તેવી જ રીતે ભાવનગર શહેરની 7 પૈકી 6 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. સૌરાષ્ટ્રની 48 બેઠકો પરથી ભાજપના 18 ઉમેદવારો અને કોંગ્રેસના 30 ઉમેદવારો ચૂંટણી જીતી હતી.

સૌરાષ્ટ્રમાં મતદાર સંખ્યા તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને આખરી મતદાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. જે પ્રમાણે સૌરાષ્ટ્ર વિસ્તારના કુલ 11 જિલ્લામાં કુલ 1,12,28,209 મતદાર સંખ્યા નોંધાઈ છે. આમાં કુલ 58,00,896 પુરુષ મતદારો છે અને 54,11,313 મહિલા મતદારો નોંધાયા છે. જ્યારે અન્ય મતદારોની સંખ્યા જોઇએ તો તેમાં 192 મતદાર ( Saurashtra Voters ) નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં કુલ 48 બેઠકો પર થશે મતદાન
સૌરાષ્ટ્રમાં કુલ 48 બેઠકો પર થશે મતદાન

સૌરાષ્ટ્રમાં જાતિગત સમીકરણો સૌરાષ્ટ્રની 18 બેઠકો પાટીદાર બહુલિક અને 10 વિધાનસભાની બેઠક કોળી મતદાર (Saurashtra Voters) બહુલિક મનાય છે. આ સિવાય ક્ષત્રિય દરબાર અને ગરાસીયા રાજપૂત ભાવનગર અને જામનગરની સાથે ગોંડલ વિધાનસભા બેઠક પર મહત્વના મનાય છે. અમરેલી જિલ્લાની રાજુલા બેઠક પર કોળી મતદારો મહત્વના મનાય છે મોરબી, ટંકારા, વિસાવદર, રાજકોટ પૂર્વ, ગોંડલ, ધોરાજી, કાલાવડ, માણાવદર, જામજોધપુર, જેતપુર, અમરેલી, લાઠી, ગારીયાધાર, ધારી, સાવરકુંડલા અને બોટાદ બેઠકો પટેલ બહુલિક મતદારો ધરાવે છે. તો બીજી તરફ ભાવનગર ગ્રામ્ય, પાલીતાણા, તળાજા, મહુવા, રાજુલા, ઊના, તાલાળા, સોમનાથ, કેશોદ અને જસદણ વિધાનસભા બેઠક પર કોળી મતદારો બહુમતીમાં જોવા મળે છે.આ એ વિશેષતા છે કે જેને કારણે સૌરાષ્ટ્રની 48 વિધાનસભા બેઠક (Saurashtra assembly seats importance) પર કોળી અને પાટીદાર મતદારો ખૂબ જ નિર્ણાયક ગણાય છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી અને મોરબી જિલ્લાની બેઠકો લેઉવા પાટીદાર મતદારો ધરાવતી બેઠકો મનાય છે. ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પર કોળી મતદારો પ્રભાવી પરિબળ છે. પોરબંદર જિલ્લાની પોરબંદર અને કુતિયાણા વિધાનસભા બેઠક પર મેર જ્ઞાતિના વર્ચસ્વવાળી છે.જસદણ બેઠક કોળી મતદારોના હાથમાં છે, તો વાંકાનેર બેઠક પર મુસ્લિમ મતદારો આજે પણ નિર્ણાયક છે.

રાજકીય વિશ્લેષક કિરીટ સંઘવીનો મત કોળી અને પાટીદાર મતદારો તમામ રાજકીય પક્ષોને મતદાનના દિવસે મૂંઝવી શકે તેમ છે. સૌરાષ્ટ્રની 48 બેઠકો પર જ્યાં પાટીદાર મતદારો બહુમતીમાં છે તેવી વિધાનસભા સીટ પર પાટીદાર મતો અન્ય જ્ઞાતિના ઉમેદવારોને મળશે તેવી શક્યતાઓ નહીંવત્ છે. તેવી જ રીતે કોળી જ્ઞાતિના મત પણ કોળી જ્ઞાતિ સિવાયના ઉમેદવારોને મેળવવા અશક્ય છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે મુદ્દાઓ મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોની વ્યથા. આ એવા ત્રણ મુદ્દા છે જેણે સૌરાષ્ટ્રવાસીઓને અસર કરી છે. રાજકીય તજજ્ઞ કાર્તિકભાઈ ઉપાધ્યાયે ઈ ટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું કે' મતદાન પર મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોનો પ્રશ્ન અને સરકારી કર્મચારીઓની વ્યથા ચોક્કસપણે મતદાનના દિવસે જોવા મળશે. એકમાત્ર હિંદુત્વના જોરે ચૂંટણી જીતવાનું ગણિત માંડીને બેઠેલ સત્તાધારી પક્ષ મોંઘવારીના મુદ્દાને અવગણીને ચૂંટણી રણનીતિમાં આગળ વધશે તો ચોક્કસપણે ભાજપ સિવાયના અન્ય રાજકીય પક્ષોને ફાયદો થશે.

હવે જોઇએ દક્ષિણ ગુજરાત ઝોન (Gujarat Assembly Election 2022). ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election 2022) દ્રષ્ટિએ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કુલ 7 જિલ્લાની 35 બેઠકો (35 Seats Of South Gujarat) છે.

કયા પક્ષ પાસે કઇ બેઠક જિલ્લાવાર જોઇએ તો સુરતમાં 16 , તાપીમાં 02, ડાંગમાં 01, નવસારીમાં 04 , ભરુચમાં 05, વલસાડમાં 05 , અને નર્મદા 02 માં બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી ગત ચૂંટણી 2017ની ચૂંટણી પરિણામ વિશે જોઇએ લઇએ તો કુલ 7 જિલ્લાની 35માંથી 25 બેઠક પર ભાજપ જીતી હતી. 8 બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી અને બે બેઠક બીટીપીના ફાળે ગઈ હતી.

દક્ષિણ ગુજરાતની 35 બેઠકની કુલ મતદાર સંખ્યા દક્ષિણ ગુજરાતની કુલ 35 બેઠકો (35 Seats Of South Gujarat) પર કુલ મતદાર સંખ્યા જાણવા ચૂંટણી પંચની આખરી મતદાર યાદી પ્રમાણે નોંધાયેલી સંખ્યા મુજબ કુલ મતદાર સંખ્યા 95,63,000 (Total electorate of 35 seats of South Gujarat) છે. જેમાં કુલ પુરુષ મતદાર સંખ્યા 49,87,000 છે અને કુલ સ્ત્રી મતદાર સંખ્યા 45, 71,000 છે.

35 બેઠકોના ઉમેદવારો માટે આ મતદારો કરશે મતદાન

દક્ષિણ ગુજરાતનું જાતિગત સમીકરણ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ પાટીદાર અને આદિવાસી મતદારો છે. કોળી પટેલ અને લાખોની સંખ્યામાં વસતા ઉત્તર ભારતીયો પણ ખરા. . દક્ષિણ ગુજરાતમાં કુલ 35 બેઠકોમાં (35 Seats Of South Gujarat) આદિવાસી 14 બેઠકો છે, એક બેઠક એસટી અનામત અને બાકીની 20 બેઠકો સામાન્ય છે. દક્ષિણ ગુજરાતની આદિવાસી બેઠકો છે એમાં 14 બેઠકો પર અત્યાર સુધી કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. રાજ્યમાં કુલ 27 આદિવાસી અનામત બેઠકોમાંથી અડઘી બેઠક અહીંયા છે. આ મુદ્દે સુરતમાં કુલ 16 બેઠક છે. તેમાં સુરત પૂર્વ વિધાનસભા બેઠક પર 77,365 મુસ્લિમ મતદારો છે. જ્યારે હિન્દુઓમાં 35,427 રાણા સમાજના, 14,286 ખત્રી સમાજના, 6259 ઘાંચી સમાજના અને બ્રાહ્મણ સમાજના 1000 લોકો છે. આ સાથે જ અહીં 48 પ્રકારની જ્ઞાતિના લોકો વસે છે. સુરત પશ્ચિમ વિધાનસભા બેઠક પર મૂળ સુરતીઓ રહે છે. ઘાંચી કોળી પટેલ સમાજના લોકોનું પ્રભુત્વ છે અને તેઓ નિર્ણાયક વોટર્સ હંમેશા સાબિત થયા છે. મજૂરા વિધાનસભા બેઠક પર મોટી સંખ્યામાં કાપડના વેપારીઓ વસવાટ કરે છે. જૈન મારવાડી, મોઢ વણિક સમાજનું આગવું પ્રભુત્વ છે. જ્ઞાતિ પ્રમાણે કહીએ તો ગુજરાતી જૈન મારવાડી 36,489, મોઢ વણિક, ખત્રી, રાણા સમાજ 24,999, પાટીદાર 24205, એસટી, એસસી 24,941, ઉત્તર ભારતીય 16230, પંજાબી સિંધી 12,198 મતદારો છે. કતારગામ વિધાનસભા બેઠક 2017માં પાટીદાર અનામત આંદોલન બાદ પણ આ બેઠક ભાજપે જીતી હતી. આ વિધાનસભા મતવિસ્તારમાં પ્રજાપતિ સમાજનું વર્ચસ્વ પણ છે અને મોટી સંખ્યામાં દલિત વર્ગ વસવાટ કરે છે. જે પાટીદાર ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી આવે છે.

વરાછા વિધાનસભા બેઠક પર પાટીદાર ફેક્ટર ચાલે છે. વિસ્તારમાં 1.40 લાખ મતદારો તો ફક્ત પાટીદારો જ છે. કરંજ વિધાનસભા બેઠકમાં રહેતા 60 ટકા લોકો સૌરાષ્ટ્રના પાટીદાર પરિવારો છે. જ્યારે બાકીના 40 ટકામાં અન્ય તમામ સમાજના લોકોનો સમાવેશ થાય છે. લીંબાયત વિધાનસભા બેઠક પર મરાઠી અને મુસ્લિમોના મત વધુ માત્રામાં જોવા મળે છે. મરાઠી સમાજના મતોનું અહીં વિશેષ (Political Strategy For Election) મહત્વ છે. ઉધના વિધાનસભા બેઠકમાં પાટીદાર સમાજના લોકો નિર્ણાયક છે. ઉત્તર ભારતીય મરાઠી સહિત દક્ષિણ ભારતના લોકો પણ અહીં વસવાટ કરે છે. સુરત ઉત્તર વિધાનસભા બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે, જ્યારે 26 હજાર મુસ્લિમ મતદારો છે.

સુરત ગ્રામ્યની 6 વિધાનસભા બેઠકમાં બારડોલી, માંડવી, મહુવા, ઓલપાડ, કામરેજ અને માંગરોળ વિધાનસભા બેઠક પૈકી હાલ માંડવી વિધાનસભા બેઠક કોંગ્રેસના કબજામાં છે. જ્યારે બાકીની બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે. ચોર્યાસી વિધાનસભા બેઠક પર હંમેશા કાંઠા વિભાગના કોળી પટેલ સમાજનું પ્રભુત્વ રહ્યું છે. બારડોલી વિધાનસભા બેઠક અનુસુચિત જાતિ માટે અનામત છે. નવા સીમાંકન બાદ ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. આદિવાસી મતદારો હળપતિ સમાજ ઉપરાંત પાટીદાર મતદારો પણ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવામાં મહત્વના સાબિત થશે. કામરેજ વિધાનસભા બેઠક પર સૌરાષ્ટ્રવાસીઓનું પ્રભુત્વ છે. મહુવા વિધાનસભા પર ચૌધરી અને ધોડિયા સમાજનું પ્રભુત્વ રહેલું છે. માંડવી વિધાનસભા બેઠક પર ખ્રિસ્તી મતોનું જ્યારે માંડવી તાલુકામાં ચૌધરી અને વસાવા સમાજનું પ્રભુત્વ છે. ઓલપાડ વિધાનસભા બેઠક સામાન્ય છે. આ બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે. માંગરોળ વિધાનસભા અનુસુચિત જનજાતિ માટે અનામત છે. આ બેઠક પર વસાવા સમાજનું પ્રભુત્વ રહેલું છે. મુસ્લિમોના 40,000 વધુ મતદારો હોવા છતાં આ મતદારોનો ઝોક ભાજપ તરફી જોવા મળે છે.

તાપી જિલ્લામાં 2 વિધાનસભા બેઠકો છે. જેમાંની એક વ્યારા વિધાનસભા અને બીજી નિઝર વિધાનસભાની બેઠક છે. બંને વિધાનસભા બહુલ આદિવાસી વિસ્તારમાં હિન્દુ ધર્મને માનનારા, ખ્રિસ્તી ધર્મને માનનારા તથા ફક્ત પ્રકૃતિ પૂજાને માનનારા લોકો આ વિસ્તારમાં રહે છે. જેમાં આશરે 45 ટકાથી વધુ હિન્દુઓની વસ્તી અને 40 ટકામાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ સાથે 5 ટકા અન્ય ધર્મને પાળનારા વસવાટ કરે છે. વલસાડ જિલ્લાનું જાતિગત સમીકણ જોઇએ તો વલસાડ જિલ્લામાં કુલ પાંચ બેઠક આવે છે. ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા અને ઉમરગાવનો સમાવેશ થાય છે. .કોળી પટેલ, ધોડિયા પટેલ, ભંડારી પટેલ, હળપતિ સમાજ, દેસાઈ, જૈન, ટંડેલ, મુસ્લિમ તેમજ ઔદ્યોગિક વસાહતને કારણે સ્થાયી થયેલા ગુજરાતના અન્ય જિલ્લાના વિવિધ સમાજના લોકો, યુપી, બિહાર, રાજસ્થાન સહિત દેશના દરેક રાજ્યના લોકોઅહીંના મતદારો છે. ડાંગ જિલ્લો અનુસૂચિત જનજાતિની બેઠક ફાળવવામાં આવે છે. બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે.

નવસારી જિલ્લામાં કુલ 4 વિધાનસભા બેઠક આવે છે. જલાલપોર, નવસારી, ગણદેવી અને વાંસદા.. ભરૂચ જિલ્લો ભરૂચ જિલ્લામાં કુલ 5 વિધાનસભા બેઠક આવે છે. જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર. નર્મદા જિલ્લો નર્મદા જિલ્લામાં કુલ બે બેઠક આવે છે. નાંદોદ અને ડેડિયાપાડા બેઠક છે.

દક્ષિણ ગુજરાતના મુદ્દાઓ દક્ષિણ ગુજરાતની કુલ 35 બેઠકોમાં (35 Seats Of South Gujarat )શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારની બેઠકો પર અલગ અલગ બાબતો (South Gujarat issues) લોકો માટે મહત્ત્વની છે. સુરતમાં શહેરી વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસને લઇને રોજગારીનો મુદ્દો ઓછો પ્રભાવી છે. સુરતની શહેરની તમામ બેઠક અને કંઇક અંશે ગ્રામ્ય બેઠકો પર પણ સિવિક ફેસિલિટીઝ અને કાયદો તથા ન્યાયની વ્યવસ્થાની સમસ્યાઓ દૂર કરવી મોટો મુદ્દો છે. દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં જ્યાં તાપી અને ડાંગમાં તે સૌથી મોટો ચૂંટણી મુદ્દો બનશે. ભરુચ અને નર્મદાના કેટલાક વિસ્તારોમાં પ્રવાસન વિકાસ છે તો ત્યાં ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ મોટો મુદ્દો છે. વળી ગુનાખોરીનું વધતું પ્રમાણ અને શિક્ષણ અને આરોગ્ય વિષયક સુવિધાઓની વાતો લોકોને આકર્ષી શકે છે. શહેરી વિસ્તારોને બાદ કરતાં, સ્થાનિક રોજગારી, પીવાનું શુદ્ધ પાણી અને સારા માર્ગો લોકો માટે મહત્ત્વના ( Political Strategy For Election) મુદ્દા છે.

નિષ્ણાતનો મત રાજકીય નિષ્ણાત નરેશ વરિયાએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં (Political Experts on South Gujarat Assembly Seats) જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રવાસીઓની મોટી વસતી દક્ષિણ ગુજરાતની રાજનીતિ (Political Strategy For Election) ને સ્પર્શે છે. દક્ષિણ ગુજરાતની 35 પૈકી (35 Seats Of South Gujarat) 4 બેઠકો મુસ્લિમ નિર્ણાયક મતદારો ધરાવતી બેઠક છે. ભરૂચ. વાગરા. જંબુસર અને સુરત પૂર્વ. એજ પ્રમાણે સુરત શહેરની અંદર પણ લિંબાયત, ઉધના, ચોર્યાંસી આ બેઠકો એવી છે જે મીની ભારત કહેવાય. દક્ષિણ ભારત, ઉત્તર ભારત બિહારના લોકો પણ અહીંના વતની છે.આ ઉપરાંત રાજસ્થાનના જે લોકો વસે છે એ પણ ઉધના વિસ્તાર તથા વેસુ વિસ્તાર એટલે કે મજૂરા બેઠક જે વિસ્તારમાં વસે છે. સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રવાસી છે એજ રીતે ઉત્તર ગુજરાતના જે લોકોએ આ વસે છે એ પણ મહત્વના છે. મહારાષ્ટ્રીયન્સનો રોલ છે. સુરત શહેરમાં 4 બેઠકો ઉપર સૌરાષ્ટ્રવાસીઓનું પ્રભુત્વ છે. એક બેઠક ઉપર સંપૂર્ણપણે મહારાષ્ટ્રીયન પ્રભુત્વ છે. એક બેઠક ઉપર સંપૂર્ણપણે મુસ્લિમ સમાજનું પ્રભુત્વ છે. રિવર લિંક યોજના અને સાગરમાલા યોજનાનો પણ વિરોધ છે. વાંસદાના ધારાસભ્ય કોંગ્રેસના અનંત પટેલ ઉપર હૂમલો થયો એનું મોબેલાઈજેશન થઈ રહ્યું છે ત્યારે એ પણ ચૂંટણીનો (Gujarat Assembly Election 2022 )એક મુદ્દો બની શકે છે.

હવે જોઇએ ઉત્તર ગુજરાતની (Gujarat Assembly Election 2022) સ્થિતિનું આકલન. ઉત્તર ગુજરાતમાં 32 બેઠકોનું (North Gujarat Assembly Seats) પ્રતિનિધિત્વ છે. ઉત્તર ગુજરાતમાં કુલ છ જિલ્લાના વિસ્તારમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાનો સમાવેશ થાય છે. મહદઅંશે સમગ્ર વિસ્તાર પાટીદાર,ઓબીસી તથા દલિત અને આદિવાસી વોટબેંક ધરાવે છે.

ઉત્તર ગુજરાતમાં કયા પક્ષ પાસે કેટલી બેઠક ઉત્તર ગુજરાત વિધાનસભા બેઠકોની 32 બેઠકમાંથી બનાસકાંઠામાં 9, પાટણમાં 4, મહેસાણામાં 7, સાબરકાંઠામાં 4, અરવલ્લીમાં 3 અને ગાંધીનગરમાં 5 બેઠકોનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકોમાં ભાજપને 14 બેઠક, કોંગ્રેસને 17 બેઠક અને એક અપક્ષ પાસે છે.

ઉત્તર ગુજરાત વિધાનસભા બેઠકો પર મતદાર સંખ્યા ઉત્તર ગુજરાતની 32 બેઠકો (North Gujarat Assembly Seats) પર કુલ મતદારોની સંખ્યા 86,53000 છે. જેમાં 44,58000 પુરુષ મતદારો છે અને 41,93000 મહિલા મતદારો છે.

આ ઝોનમાં મતદારોનું વલણ કોને જીતાડશે
આ ઝોનમાં મતદારોનું વલણ કોને જીતાડશે

ઉત્તર ગુજરાતની બેઠકોનું જાતિગત સમીકરણ ઉત્તર ગુજરાતમાં બે સમાજનો રોલ ખૂબ મોટો હોય છે એક પાટીદાર અને બીજો ઓબીસી સમાજ. તેમાં ચૂંટણી ગણિત જોઈએ તો પાટીદાર સમાજમાં પણ બે ભાગ છે ઉજળીયાત પાટીદાર અને આંજણા ચૌધરી. આ આંજણા ચૌધરી સમાજ બક્ષીપંચમાં આવે છે. દલિત સમાજની વાત કરીએ તો આ મતદારવર્ગ ભાજપ સાથે અને રોહિત સમાજ કોંગ્રેસ સાથે છે. મહેસાણા જિલ્લામાં કુલ મતદારોમાં 42 ટકા જનરલ કેટેગરીના 38 ટકા ઓબીસી કેટેગરીના અને 20 ટકા અન્ય જાતિની કેટેગરીના મતદારો છે.ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્યમાં પણ કોંગ્રેસ પરંપરાગત ઓબીસી અને દલિતસમાજના મતદારોનો સહકાર મેળવે છે.પાટણમાં પાટીદારોમાં અનામત આંદોલનની અસરને લઇને 2017ની ચૂંટણીથી કોંગ્રેસને સાથ મળ્યો છે. સાબરકાંઠામાં સૌથી વધુ પ્રભુત્વ ક્ષત્રિય પાટીદાર તેમજ ક્ષત્રિય સમાજનું છે. તો એમુક બેઠક પર સૌથી વધુ મતદારો આદિવાસી છે. જાતિ સમીકરણોની રીતે અરવલ્લીમાં પણ ઠાકોર સમાજની વસ્તી વધુ છે. સાથે લેઉઆ, કડવા અને કચ્છી પટેલોની વસ્તી નોંધપાત્ર છે. તો મોડાસામાં કુલ મતોના 10 થી 11 ટકા અને મેઘરજમાં લધુમતી મતો કુલ મતોના 7 થી 8 ટકા હોવાનું અનુમાન છે. મેઘરજમાં ખ્રીસ્તી સમુદાયના લોકોનો પણ સમાવેશ થાય છે.કુલ મળીને પાટીદારો અને ઓબીસી સમાજ તેમજ અન્ય સમાજ એવું જાતિગત ગણિત બેસે છે.

ઉત્તર ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આટલી બેઠકો

ઉત્તર ગુજરાતમાં કુલ છ જિલ્લા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગરની કુલ 32 બેઠકમાંથી મહત્ત્વની બેઠકો વિશે જોઇએ તો બનાસકાંઠામાં કુલ 9 બેઠકો છે. વાવ, થરાદ, ધાનેરા, દાંતા, વડગામ, પાલનપુર, ડીસા, દીઓદર અને કાંકરેજનો સમાવેશ થાય છે. 2017માં 3 બેઠક પર ભાજપ, 5 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષની જીત થઈ હતી. મહેસાણાની 7 બેઠકમાં ખેરાલુ, ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા અને વિજાપુર છે. 2017ની ચૂંટણીમાં 7 બેઠકમાંથી 5 બેઠક પર ભાજપ અને 2 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. ગાંધીનગરની કુલ 5 બેઠકમાં દહેગામ, ગાંધીનગર દક્ષિણ,ગાંધીનગર ઉત્તર, માણસા અને કલોલનો સમાવેશ થાય છે. 2017માં 2 બેઠક પર ભાજપ અને 3 બેઠક કોંગ્રેસે જીતી હતી. પાટણ જિલ્લામાં જોઇએ તો રાધનપુર, ચાણસ્મા, પાટણ અને સિદ્ધપુરનો એમ 4 બેઠક છે. 2017માં ભાજપને પાટીદાર વર્ગની નારાજગીનો ભોગ સૌથી વધુ અહીં વિધાનસભા ચૂંટણીમાં 1 બેઠક પર ભાજપ અને 3 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો .સાબરકાંઠા જિલ્લામાં કુલ 4 બેઠક છે, જેમાં હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજનો સમાવેશ થાય છે. હિંમતનગર બેઠક ઉપર સૌથી વધુ પ્રભુત્વ ક્ષત્રિય પાટીદાર તેમજ ક્ષત્રિય સમાજનું રહેલું છે. પ્રાંતિજ-તલોદ વિધાનસભા બેઠકના મતદારોની વાત કરીએ તો અહી ઠાકોર સમાજના મતદારો સૌથી વધુ છે ખેડબ્રહ્મા વિધાનસભા પોશીના ખેડબ્રહ્મા તેમજ વિજયનગર તાલુકાઓ થકી અસ્તિત્વ પામેલી છે તેમજ સૌથી વધુ મતદારો આદિવાસી છે. અરવલ્લીની બાયડ વિધાનસભા બેઠકમાં ઠાકોર સમાજ અને ત્યારબાદ પટેલ સમાજની વસ્તી નોધપાત્ર છે.

ઉત્તર ગુજરાતના મુદ્દાઓ ઉત્તર ગુજરાતમાં (North Gujarat Assembly Seats) મુખ્યત્વે પાણીની સમસ્યા ઘણી વ્યાપક હોય છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં આ મુદ્દે વ્યાપક સમસ્યાઓ શિયાળો ઊતર્યો પણ ન હોય ત્યારથી શરુ થઇ જાય છે.નર્મદા કેનાલ આધારિત ખેતી માટે પણ પૂરતું પાણી ન હોવાની ખેડૂતોની ફરિયાદો સામે આવતી રહે છે. તેમ જ ખેતી વિસ્તારોમાં નકલી બીયારણોની સમસ્યાથી છૂટકારો પણ મુદ્દો છે. મહેસાણાના બેચરાજીમાં ઔદ્યોગિક યુનિટો આવ્યાં પછી રોજગારી મળે છે પણ સ્થાનિક રોજગારી ન હોવાનો મુદ્દો છે. ઉત્તર ગુજરાતમાં શહેરી વિસ્તારો સિવાયના અંતરિયાળ વિસ્તારોમાં સારું શિક્ષણ અને આરોગ્યવિષયક સુવિધાઓ આજે પણ આછીપાતળી છે. જિલ્લાકક્ષાની હોસ્પિટલોમાં પણ તબીબી સ્ટાફની ગેરહાજરી લોકોને સતાવે છે. એ જ રીતે જાહેર ટ્રાન્સપોર્ટની એસટી સુવિધા મેળવવા માટે પણ અહીંના લોકોએ આંદોલનો કરવા પડતાં હોય છે.

નિષ્ણાતનો મત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ઉત્તર ગુજરાતમાં ચૂંટણી સમીકરણ વિશે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવતાં રાજકીય તજજ્ઞ હરેશ ઝાલા (Political Experts on North Gujarat Assembly Seats) એ કહ્યું હતું કે2022ની વિધાનસભાની ચૂંટણીમાં વિપુલ ચૌધરી કેસ થયા પછી આંજણા ચૌધરી સમાજ નારાજ છે તે ઉત્તર ગુજરાતની કેટલીક બેઠકો પર અસર કરી શકે છે. ઠાકોર સમાજ કોંગ્રેસ સાથે છે, બીજુ પાટીદાર સમાજ ભાજપનો કમીટેડ વોટર છે, ત્યાં કોંગ્રેસ પગદંડો જમાવી શકી નથી.

હવે છેલ્લs જોઇએ મધ્ય ગુજરાતની (Gujarat Assembly Election 2022)બેઠકો વિશે. મધ્ય ગુજરાતની 61 બેઠકો છે (Central Gujarat Assembly Seats) આ બેઠકો પર આદિવાસી મતદારો હંમેશા ટ્રેન્ડસેટર (Tribal votes) રહ્યા છે. મધ્ય ગુજરાતમાં વિધાનસભા બેઠકોની (Gujarat Election) વાત કરીએ તો, કુલ 61 બેઠકોમાં વડોદરામાં 10 , દાહોદમાં 6, આણંદમાં 7, અમદાવાદમાં 21, ખેડામાં 6, મહીસાગરમાં 3, પંચમહાલમાં 5 અને છોટાઉદેપુરમાં 3 એમ 8 જિલ્લા હાલમાં મધ્ય ગુજરાતમા (Central Gujarat Assembly Seats) સમાવેશ કરવામાં આવ્યો છે. આ સીટો પર હાલમાં ભાજપ પાસે 38 બેઠક છે. કોંગ્રેસ પાસે 22 બેઠક અને 1 બેઠક અપક્ષ પાસે છે.

મધ્ય ગુજરાતની 61 બેઠકો પર કુલ મતદાર સંખ્યા મધ્ય ગુજરાતની મતદાર સંખ્યા જોઇએ તો ચૂંટણી પંચે જાહેર કરેલી આખરી મતદાર યાદીમાં નોંધાયેલી સંખ્યા મુજબ કુલ પુરુષ મતદાર 84, 51,000 છે અને મહિલા મતદારોની સંખ્યા 80, 17,000 છે. એટલે કે કુલ મતદાર સંખ્યા 1, 64, 73,000 મતદારો ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે નોંધાયા છે.

આટલા મતદારોના હાથમાં ઉમેદવારોનું ભાવિ
આટલા મતદારોના હાથમાં ઉમેદવારોનું ભાવિ

મધ્ય ગુજરાતનું જાતિગત સમીકરણ મધ્ય ગુજરાતની વાત (Central Gujarat Assembly Seats) કરીએ તો, તમામે 8 જિલ્લામાં સૌથી વધુ ઓબીસી જાતિ પ્રભુત્વ ધરાવે છે. જેમાં 28 જેટલી બેઠકો પર અસર વર્તાઈ શકે છે. ત્યારબાદ અનુસૂચિત જાતિ મધ્ય ગુજરાતની 15 જેટલી બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે. તો અનુસૂચિત જનજાતિ વિવિધ બેઠકોમાં 5 બેઠકો પર પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. સાથે 5 જેટલી બેઠકો પર પાટીદાર જાતિ પોતાનું પ્રભુત્વ ધરાવે છે. મધ્ય ગુજરાતમાં કેટલીય (Central Gujarat Assembly Seats) બેઠકો પર ઓબીસીનું વધુ પ્રભુત્વ છે અને આદિવાસી જ્ઞાતિનું પણ કેટલીક બેઠક પર વધુ પ્રભુત્વ છે.

બેઠક અનુસાર જાતિ સમીકરણમાં જોઇએ તો -અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકો છે. જેમાં વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલીસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપાનગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા અને ધંધૂકાનો સમાવેશ થાય છે. વર્ષ 2017માં 15 બેઠકો પર ભાજપ જીત્યો હતો અને 6 બેઠકો પર કૉંગ્રેસ જીતી હતી. વડોદરા જિલ્લાની કુલ 10 બેઠકો છે. જેમાં સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા સિટી, સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા અને કરજણનો સમાવેશ થાય છે. 2017ની ચૂંટણી પરિણામ આવ્યા તેમાં 8 બેઠક પર ભાજપ જીત્યું હતું અને 2 બેઠક પર કોંગ્રેસ જીત્યું હતું. આણંદ જિલ્લામાં કુલ 7 બેઠકો છે. જેમાં ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજિત્રાનો સમાવેશ થાય છે. 2017ની ચૂંટણીમાં 2 બેઠક પર ભાજપ અને 5 બેઠક પર કોંગ્રેસનો કબજો હતો.

ખેડા જિલ્લામાં કુલ 6 બેઠકો (Kheda Assembly Seats) છે. તેમાં માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા અને કપડવંજનો સમાવેશ થાય છે. 2017ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઈ હતી. 3 બેઠકો ભાજપ જીતી હતી અને 3 બેઠકો કોંગ્રેસ જીતી હતી. દાહોદ જિલ્લામાં કુલ 6 (Dahod Assembly Seats) બેઠકો છે, જેમાં ફતેહપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા અને દેવગઢબારિયા છે. 2017ની ચૂંટણીમાં 3 બેઠક પર ભાજપ અને 3 બેઠક પર કોંગ્રેસ જીતી હતી. પંચમહાલ પંચમહાલ જિલ્લાની વિધાનસભાની કુલ 5 (Panchmahal Assembly Seats) બેઠકો છે, જેમાં શહેરા, મોરવા હડફ, ગોધરા, કાલોલ અને હાલોલનો સમાવેશ થાય છે. 2017ની ચૂંટણીમાં 4 બેઠક ભાજપ જીત્યું હતું અને 1 બેઠક પર કોંગ્રેસ જીત્યું હતું. મહીસાગર જિલ્લાની કુલ 3 બેઠક (Mahisagar Assembly Seats) છે, જેમાં બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર બેઠકનો સમાવેશ થાય છે. 2017ની ચૂંટણી પરિણામમાં 1 બેઠક ભાજપ, 1 બેઠક કોંગ્રેસ અને 1 બેઠક અપક્ષ જીતી હતી.

છોટાઉદેપુર જિલ્લામાં કુલ 3 બેઠકો (Chhota Udepur Assembly Seats) છે, જેમાં છોટાઉદેપુર, જેતપુર અને સંખેડા બેઠકનો સમાવેશ થાય છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 1 બેઠક પર ભાજપનો વિજય થયો હતો અને 2 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. દાહોદ જિલ્લાની 6 વિધાનસભા બેઠક છે, પંચમહાલમાં કુલ 5 બેઠક છે, જે વિસ્તારમાં પણ આદિવાસી મતદારો ખૂબ મોટી સંખ્યામાં છે. મહીસાગર જિલ્લો ટ્રાયબલ વિસ્તાર છે. આ જાતિ સમીકરણમાં ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારને ઉભા રાખે છે.

મધ્ય ગુજરાતના મુદ્દાઓ મધ્ય ગુજરાતનો વિસ્તાર અમદાવાદ વડોદરા આણંદ જેવા શહેરોના કારણે મોટી વસ્તીને આવરી લે છે ત્યારે સૌ નાગરિકો માટે કોમન મુદ્દો સિવિક સુવિધાઓનો છે. સારા માર્ગોની માગ હમણાંથી વધી છે. ચોમાસાના વરસાદમાં રસ્તાઓની હાલત બગડી છે તે સમારકામ માગે છે. આ વિસ્તારોમાં મોટાપ્રમાણમાં ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા જોવા મળે છે. બીજો મહત્ત્વનો મુદ્દો ઊનાળામાં પાણીની તંગીનો છે. ખાસ તો આદિવાસી વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચે તેની અપેક્ષા હજુય ઊભી છે. નર્મદા યોજનાના નીરથી થતી જળઆપૂર્તિ છતાં ઔદ્યોગિત અને ઘરેલુ પાણીનું વિતરણ કરવામાં અસમાનતા ઉકેલાય તેવી પણ જનતાની અપેક્ષા છે. મધ્ય ગુજરાતમાં આદિવાસીબહુલ વિસ્તારોમાં પાયાની સુવિધાઓની સાથે સારી શિક્ષણ સંસ્થાઓનો મુદ્દો પણ છે.

વિશેષજ્ઞોનો મત મધ્ય ગુજરાત અંગે વાત કરતાં રાજકીય તજજ્ઞ (Political Experts) ડોક્ટર જયેશ શાહે ETV Bharatને જણાવ્યું હતું કે,2022 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે પણ હાલમાં મધ્ય ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો દબદબો રહે તેવું હાલની તારીખમાં લાગતું નથી. જાતિગત સમીકરણોના આધારે ઉમેદવારો નક્કી થાય અને ત્યારબાદ ચોક્કસ કહી શકાય, પરંતુ હાલમાં ભારતીય જનતા પાર્ટી મધ્ય ગુજરાતમાં 45થી 48 સીટો આરામથી જીતી શકે છે. કૉંગ્રેસ પાસે પોતાના ડેડીકેટેડ 32 ટકા મતદારો છે. તો ભાજપ પાસે પોતાના 40 ટકા ડેડીકેટેડ મતદારો છે. લડાઈ 25 ટકા મતદારોમાંથી 12 ટકા મતદારો અપક્ષ તરફ જઈ રહ્યા છે તેની છે.

Last Updated : Nov 3, 2022, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.