અમદાવાદ : શહેરમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ અને નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તાર માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત કોરોના સંક્રમણને અટકાવવા લેવામાં આવેલા પગલાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.
આ તકે બેઠકમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવેલા વિસ્તારો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિવિધ વિસ્તારમાં વેપાર ધંધા માટે છુટ છાટ આપવામાં આવી છે. હવે સંપુર્ણ વોર્ડને બદલે જે તે વોર્ડમાં સમાવિષ્ટ કેટલાક વિસ્તાર જ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર હેઠળ મુકવામાં આવેલા છે.
ઉલ્લેખનિય છે કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ 438 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 31 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે 689 દર્દીઓ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 299 નવા કેસો નોંધાયા છે.