અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી માધ્યમિક ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 72.27 ટકા જેટલું પરિણામ આવ્યું છે. આ પરીક્ષામાં 4,79,298 જેટલા નિયમિત વિદ્યાર્થીઓ પરીક્ષાઓ માટે નોંધણી કરી હતી. જેમાંથી 4,77,392 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 3,49,792 વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે છે. રાજ્યમાં 482 કેન્દ્ર પરીક્ષા લેવામાં આવી હતી. જેમાંથી રાજ્યમાં સૌથી વધુ ધાંગધ્રા કેન્દ્રનું સૌથી વધુ 95.85 ટકા પરિણામ જયારે સૌથી ઓછું દેવગઢ બારીયા કેન્દ્રનું 36.28 પરિણામ આવ્યું છે.
અમદાવાદ જિલ્લાનું 66.83 ટકા પરિણામ : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 31,568 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 31,397 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં A1 ધરાવતા વિદ્યાર્થીઓ 124, A2 ગ્રેડ 1532 વિદ્યાર્થીઓ B1 ગ્રેડ ધરાવતા 3099, B2 ગ્રેડ ધરાવતા 4461 વિદ્યાર્થીઓ, C1 ગ્રેટ ધરાવતા 5740 વિદ્યાર્થીઓ, C2 ગ્રેડ ધરાવતા 5030 વિદ્યાર્થીઓ અને D ગ્રેડ ધરાવતા 988 નોંધાયા છે.
અમદાવાદ ગ્રામ્યનું 71.15 ટકા પરિણામ : અમદાવાદ શહેર કરતા અમદાવાદ ગ્રામીણનું પરિણામ આ વર્ષે વધુ જોવા મળી રહ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપવા માટે 23,442 જેટલા વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 23,365 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં અમદાવાદ ગ્રામ્યમાં A1 ધરાવતા વિદ્યાર્થીઓ 85, A2 ગ્રેડ 1532 વિદ્યાર્થીઓ, B1 ગ્રેડ ધરાવતા 2361, B2 ગ્રેડ ધરાવતા 3650 વિદ્યાર્થીઓ, C1 ગ્રેટ ધરાવતા 4697, વિદ્યાર્થીઓ, C2 ગ્રેડ ધરાવતા 4085 વિદ્યાર્થીઓ અને D ગ્રેડ ધરાવતા 701 નોંધાયા છે.
શિક્ષણનું સ્તર ઘટ્યું : રાજ્ય સરકાર દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ દુઃખની બાબતે છે કે શિક્ષણનું સ્તર ધીમે ધીમે ખૂબ જ પ્રમાણમાં ઘટી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં 2022માં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 1064 હતી, જ્યારે 2023માં 700 જેટલી શાળાઓનું ઘટાડો થઈને માત્ર 311 શાળાઓમાં 100 ટકા પરિણામ આવ્યું છે. સાથે 10 ટકા પણ ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે 2022 માં 1 જ શાળા હતી કે જેને 10 ટકા કરતા ઓછું પરિણામ આવ્યું હતું. પરંતુ આ વર્ષે 44 શાળાઓમાં 10 ટકાથી પણ ઓછું પરિણામ આવ્યું છે.
- GSEB HSC 12th Result 2023: ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73. 27 ટકા પરિણામ, આ રીતે જોઈ શકશો
- SSC Exam Result 2023 : સિંગલ મધરની સફળતાનું પ્રતીક બની ભાવનગરની દિયા મકવાણા, ઈંગ્લિશ મીડિયમમાં 99.84 પર્સન્ટાઇલ સાથે ફર્સ્ટ
- SSC Exam Result 2023 : પાટણમાં ગત વર્ષની સરખામણીએ ધો.10નું પરિણામ સારું, મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી