અમદાવાદ: આ પરીક્ષામાં એક કે બે વિષયમાં નાપાસ થયેલા કે ગેરહાજર રહેલા ઉમેદવારો પૂરક પરીક્ષા આપી શકે તે માટે બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેની અવધિ 20 જૂનથી વધારીને 30 જૂન સુધી કરવામાં આવી છે.
હવે આવા વિદ્યાર્થીઓ 30 જૂન ,સાંજના 5 વાગ્યા સુધી બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે. ઉલ્લેખનીય છે કે,બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઇન અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે.
સરકારના નિયમ પ્રમાણે દિવ્યાંગ તેમજ કન્યા વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં.તેમજ આ વધારાના સમય માટે કોઈપણ પ્રકારની લેટ ફી પણ લેવામાં આવશે નહીં.
પૂરક પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ નિયત ફી સાથે બોર્ડની વેબસાઈટ www.gseb.org અથવા hscsciexamreg.gseb.org પર નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.