અમદાવાદઃ વડનગર એક પ્રાચીન ઐતિહાસિક નગરી (Vadnagar Historic town) તરીકે ખૂબ જાણીતું નગર છે. જેનો ઐતિહાસિક વારસો ખૂબ વૈવિધ્યસભર છે. આ શહેર પ્રાચીન સમયમાં 7 વાર નષ્ટ પામી પુનઃ ઉભું થયું છે. અહીં ધરતીના પેટાળમાં અનેક શાસન અને ધર્મનો વારસો રહેલો છે. રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વડનગરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા શરૂ કરાયેલ ઉત્ખનન પ્રક્રિયામાં પહેલા રાજ્ય સરકાર બાદ હવે ભારત સરકાર પણ આ ઉત્ખનન કામગીરીમાં લાગી છે. જે કામગીરી દરમિયાન વડનગરની ઐતિહાસિક ધરોહરમાંથી સમયાંતરે કઈક અવનવી ચીજવસ્તુઓ અને સ્ટ્રક્ચર મળી આવી રહ્યા છે. તાજેતરમાં એક કેપસુલ આકારનું પૌરાણિક સ્ટ્રક્ચર મળી આવતા કુતુહલ જોવા મળ્યું છે.
વડનગર એક પ્રાચીન ઐતિહાસિક નગરી - વડનગરની ધરોહરમાંથી અત્યાર સુધી જુદી જુદી સાઇટ પર પુરાતત્વ વિભાગ (Department of Archeology) દ્વારા ઉત્ખનન કરવામાં આવતા પ્રાચીન સમયના બૌદ્ધ ધર્મના અવશેષો , બુદ્ધ મઠ, બુદ્ધ સ્તૂપ, સોલંકી ક્લીન ઇમારતોની દીવાલ, મંદિરના સ્ટ્રક્ચર, હાડપિંજર, બંગળી, શંખ, મોતી, માટીના વાસણો વગેરે ચીજવસ્તુઓ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે, વિશેષ પ્રકારના સ્ટ્રક્ચરમાં બૌદ્ધ મઠ અને સ્તૂપ બાદ કારખાના જેવું સ્ટ્રક્ચર, મોટા માટલા અને હાડપિંજર જેવી રચનાઓ, મોટી અને લાંબી દીવાલો, કુંડ, દિશા ચક્ર અને તાજેતરમાં એક કેપસુલ આકારની રચના મળી આવી છે.
આ પણ વાંચોઃ વડનગરમાં 800 વર્ષ જૂની ઘેરૈયા ચૌદશની પરંપરા ઉજવાઈ
100 વર્ષ જેટલી પૌરાણિક શાળા - વડનગરની 100 વર્ષ જૂની આ પ્રાથમિક શાળા (100 year old primary school)કે જ્યાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રાથમિક શિક્ષણ (Prime Minister Primary School) મેળવ્યું હતું અને તે યાદો આજે પણ તેમના શિક્ષકો વાગોળી રહ્યા છે. એ શાળામાં 1 થી 4 ધોરણનો અભ્યાસ કરનાર વડનગરના સપુતે વડાપ્રધાન બનવા સુધીની સફર સર કરી છે. ત્યારે આજે દેશને વડાપ્રધાન આપવાનું અને 100 વર્ષ જેટલી પૌરાણિક શાળા હોવાનું ગૌરવ અપાવી રહી છે, જેને લઈ સરકાર દ્વારા આ સ્કૂલને હેરીટેજમાં સમાવી પ્રેરણા કેન્દ્ર તરીકે વિકાસ કરવાનું આયોજન કરાયું છે.
વડનગરના ઇતિહાસને ઉજાગર કરવા જમીનમાં સંશોધન - સદીઓનો ઇતિહાસ (Glorious History of Vadnaga)જેના પેટાણમાં સમાયેલો છે, એવી પ્રાચીન નગરી વડનગરમાં વર્ષ 2015થી ASI (કેન્દ્રીય પુરાતત્વ વિભાગ) દ્વારા નગરના જુદા-જુદા વિસ્તારોમાં સર્વે કરી એક અનુમાન પ્રમાણે સદીઓ પહેલા વડનગરના પેટાણમાં ધરબાયેલા ઇતિહાસને ઉજાગર કરવા જમીનમાં સંશોધનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે શહેરના રેલવે ફાટક નજીક માલ ગોડાઉન નજીક ઉત્ખનન પ્રક્રિયા હાથ ધરવામાં આવતા અગાઉ મહાકાય માટલા અને એક ભિક્ષુકનું હાડપિંજર અને દીવાલ સહિત સમાધિના સ્ટ્રક્ચર મળી આવ્યા હતા. જો કે તાજેતરમાં આ સાઇટ પરથી વધુ એક બૌદ્ધ સ્તૂપ અને ચૈત્ય એટલે કે મંદિર અને પ્રાર્થના ગૃહ મળી આવ્યા છે. જેને જોતા પુરાતત્વના જાણકાર સૂત્રોના એક અનુમાન પ્રમાણે આ બન્ને સ્થાપત્યો 20થી 20ની લંબાઈ પહોળાઈ ધરાવે છે અને તે 2જી થી 5મી સદીના હોઈ શકે છે.
આ પણ વાંચોઃ Gujarat Budget 2022 : પીએમ મોદીની પ્રાથમિક શાળાની સાચવણી માટે પ્રેરણા કેન્દ્રને બજેટમાં 2 કરોડની ફાળવણી
વડનગરમાં 10 જેટલા બૌદ્ધ સ્તૂપ હોવાની તપાસ - પુરાતત્વ વિભાગ દ્વારા વડનગરમાં 10 જેટલા બૌદ્ધ સ્તૂપ હોવાની તપાસ કરતા અત્યાર સુધીમાં બે સ્તૂપ મળી આવ્યા છે. જેમાં અગાઉ એક ઘાસ કોળ દરવાજા પાસે અને હાલમાં રેલવે ફાટક નજીકથી મળી આવ્યા છે, તો અન્ય સ્તૂપ અને ઇતિહાસના પૌરાણિક પુરાવા મેળવવા સતત કેન્દ્રીય પુરાતત્વ વિભાગ કામે લાગ્યું છે.
ઇતિહાસના પાને દર્શાવાયેલ વડનગર - વડનગર ઐતિહાસિક નગર તરીકે વિશ્વમાં જાણીતું છે, સાથે જ હાલના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન તરીકે પણ દેશ વિદેશમાં જાણીતું છે. 2500 વર્ષ જૂના ઇતિહાસમાં આ નગરનું સાત વાર નિર્માણ થયું હોવાથી હાલમાં મળતા પૌરાણિક સ્ટ્રક્ચર અલગ-અલગ સદીના હોવાના અવશેષો મળી રહ્યા છે. પરંતુ ઇતિહાસના પાને દર્શાવાયેલ વડનગરમાં બૌદ્ધ ધર્મનું સ્થાન આજે પણ આ જમીનમાંથી સંશોધન કરતા પુરાતત્વ વિભાગને જણાઈ આવ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ત્રણ દિવસની વડનગર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ ગઈ છે. જેમાં વિશ્વ સમક્ષ વડનગરની સાંસ્કૃતિક વિરાસતને લઈ જવાશે.