ETV Bharat / state

Gujarat By election News:ગુજરાત મનપા અને નગરપાલિકાની પેટા ચૂંટણીના પરિણામ જાહેર વાંચો વિસ્તૃત છણાવટ - shaktisinh gohil

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વિવિધ મહાનગર પાલિકાઓ અને નગરપાલીકાની ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.જેમા બે મહાનગરપાલિકાની 3 બેઠકો અને વિવિધ નગરપાલિકાની 29 બેઠકો પર 6 ઓગસ્ટે ચૂંટણી યોજાઈ હતી. મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલી આ ચૂંટણીનું 8મી ઓગસ્ટ એટલે કે આજે મતગણતરી બાદ પેટાચૂંટણીઓના પરિણામ જાહેર થયા છે.

પેટાચૂંટણીના પરિણામ બાદ ભાજપની પ્રતિક્રિયા

author img

By

Published : Aug 8, 2023, 9:17 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં નવ નગરપાલિકાની યોજાયેલી પેટાચૂંટણીના પરિણામમાં કોંગ્રેસનો વિજય થયો છે.રાજ્યમાં ૧૮ નગરપાલિકાની ૨૯ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી.જેમાં કોંગ્રેસ પક્ષનો એટલે કે ૯ બેઠક પર વિજય થયો છે.આઠ બેઠકો અને એક બેઠક પર કોંગ્રેસ પ્રેરીત ઉમેદવારનો વિજય થયો છે. માત્ર પાંચ બેઠક પર ભાજપનો વિજય થયો છે. સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 20ના પરિણામમાં ભાજપના રાજેશ રાણાની જીત થઈ છે.

ભાજપની સ્થિતિઃ રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણીના પરિણામો બાદ ભાજપ હેડકવાર્ટરમાં ખુશીનો માહોલ છવાયો હતો. અહીં ભાજપના પ્રદેશ પ્રમુખ રજનીભાઇ પટેલ દ્વારા મહત્વની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તેમણે જનતાનો ભાજપ પર ભરોસો છે તેમ જણાવ્યું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પરિણામ બાદ ભાજપ પર લોકોને વિશ્વાસ છે એ સિધ્ધ થયું છે.ભાજપની વિચારધારાથી લોકો આજે પણ સહમત છે. રજનીભાઈ પટેલ (પ્રદેશ પ્રમુખ, ભાજપ)

પ્રદીપસિંહ જાડેજા અંગે નિવેદનઃ પક્ષમાં થઈ રહેલા ફેરફાર અંગે તેઓએ સ્પષ્ટતા કરી હતી કે પક્ષમાં કોઈ મતભેદ નથી.લોકો સ્વૈચ્છિક રીતે પક્ષ પલટો કરે એમાં કોઈ રાજકીય ભાવ હોતો નથી જ્યારે હાલ માં પ્રદીપસિંહ જાડેજાના રાજીનામા અંગેના તેમને જણાવ્યું હતું કે પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામાં અંગે અગાઉ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. પ્રદીપસિંહને રાજીનામુ આપવાનું પક્ષ દ્વારા કહેવામાં નથી આવ્યું પરંતુ પ્રદીપસિંહે સ્વૈચ્છીક રાજીનામુ આપ્યું છે.

કૉંગ્રેસની સ્થિતિઃ રાજ્યમાં નગરપાલિકાની પેટા ચૂંટણીના પરિણામ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહ ખૂબજ ઉત્સાહી જણાયા હતા.

નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ વિજય થયો છે.રાજ્યમાં ૧૮ નગરપાલિકાની ૨૯ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી.જેમાં કોંગ્રેસ પક્ષનો એટલે કે ૯ બેઠક પર વિજય થયો છે.આઠ બેઠકો અને એક બેઠક પર કોંગ્રેસ પ્રેરીત ઉમેદવારનો વિજય થયો છે.યોજાયેલ પેટા ચૂંટણીઓ પૈકી કોંગ્રેસ પાસે માત્ર પાંચ જ બેઠકો હતી જે વધીને નવ બની છે અને એક બેઠક માત્ર બે મતથી જ અને બીજી એક બેઠક માત્ર ચાર મતે જ કોંગ્રેસે ગુમાવી છે.સુરત શહેરની મહાનગરપાલિકામાં પણ એક બેઠકની ચૂંટણીમાં બધાજ મિત્રોએ સરસ મહેનત કરી અને મતોની ટકાવારી ખુબ ઊંચી આવી છે.હંમેશા એવું જોવાતુ હોય છે કે પેટા ચૂંટણીમાં સત્તાધારી પક્ષની જીત થતી હોય છે પણ આ વખતે કંઈક અલગ જોવા મળી રહ્યો છે અને જનતાએ નાની ચૂંટણીમાં પણ ભાજપા સરકારની નિતીઓ ખાસ કરીને મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓથી ત્રસ્ત થઈને મતદાન કર્યું છે, જે પરિણામોમાં ઊડીને આંખે વળગે છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જે મત વિસ્તારમાં છે ત્યાં માત્ર ૨૩ ટકા મતદાન થયું હતું જે દર્શાવે છે કે જનતા ભાજપા શાસકોના વચન-વાયદાથી ત્રસ્ત થઈ નિરાશાજનક મતદાન જોવા મળ્યું.બિમલ શાહ (ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશ સમિતિ)

શક્તિસિંહે આપ્યા ધન્યવાદઃગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે નગરપાલિકાઓની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ માટે ઉત્સાહવર્ધક પરિણામો આપવા બદલ તમામ સુજ્ઞ મતદાતાઓનો હાર્દિક આભાર માન્યો હતો અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ તથા આગેવાનોએ ખુબ જ સારી મહેનત કરી તે અભિનંદનને પાત્ર છે.

રાજપીપળાઃ રાજપીપળા નગરાલિકા વોર્ડ 6ની પેટા ચૂંટણીમાં ભાજપ વિજેતા

રાજપીપળા નગરપાલિકા એ જિલ્લાની એક માત્ર નગરપાલિકા છે અને તેના વોર્ડ 6 ના એક ઉમેદવાર નું અકાળે અવસાન થતાં પેટા ચૂંટણી યોજાઈ હતી. જેની મત ગણતરી આજે હાથ ધરાતા બીજેપી ના યુવા ઉમેદવાર પાર્થ શુભાષચંદ્ર જોશી ને 1089 મતો મળ્યા હતા અને તેઓ 754 મતો થી વિજેતા બન્યા હતા.રાજપીપળા વોર્ડ નંબર -6 ની પેટા ચૂંટણી મા મળેલ મત કોંગ્રેસ - 94 , ભાજપ - 1089 આમ આદમી - 45, અપક્ષ - 335, નોટા - 17 કુલ થયેલ મત - 1580 કોંગ્રેસ આપની ડિપોઝીટ ડૂલ થઈ છે.

એમએલએ પાઠવ્યા અભિનંદનઃ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નીલ રાવ, શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ, વિજેતા ઉમેદવાર ને અભિનંદન પાઠવ્યા હતા.વિજેતા પાર્થ જોશી એ રાજપીપળા નગરપાલિકામાં વિકાસ ના કામો ને આગળ ધપાવવા આશાવાદ વ્યક્ત કર્યો હતો.ચૂંટણી અધિકારી સૈલેશ ગોક્લાની એ મત ગણતરી શાંતિ રીતે પૂર્ણ થતાં સહુ નો આભાર પ્રગટ કર્યો હતો.

પાલીતાણાઃ પાલીતાણા નગરપાલિકામાં 5 માંથી કોંગ્રેસનો 3 અને ભાજપનો 2 બેઠક પર વિજય

ગરમાયેલું રાજકારણઃ ભાવનગર જિલ્લામાં મહુવા અને પાલીતાણા પેટા ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં પાલીતાણા પર સૌની નજર હતી કારણ હતું તેમજ રાજકારણ ગરમાયેલું હતું. ઉમેદવારનો ફોર્મનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પોહચ્યો હતો અને કોંગ્રેસે ડમી ઉમેદવારને લડાવવાની ફરજ પડી હતી.આમ છતાં કોંગ્રેસ બાઝી મારી ગઈ તો કોંગ્રેસમાંથી નગરસેવક રહીને રાજીનામુ આપ્યા બાદ ભાજપમાં ગયા અને ત્યાંથી ફરી ટીકીટ મેળવી જીત પ્રાપ્ત કરી. ભાવનગર જિલ્લાના જૈન તીર્થનગરી પાલીતાણાની નગરપાલિકાની પાંચ બેઠક ઉપર નગરસેવકોએ રાજીનામાં આપ્યા બાદ પેટા ચૂંટણી યોજાઇ છે. પેટા ચૂંટણીમાં પરિણામ જાહેર થતા કોંગ્રેસે એક વોર્ડમાં પૂરી પેનલે જીત મેળવી છે. કોંગ્રેસ પેનલમાં કિરીટ સાગઠિયા,અલારખી અબરા અને કિરણબેન કુકરેજા જીત્યા હતા. જ્યારે ભાજપે 7 નમ્બરના વોર્ડમાં બે બેઠક ઉપર જીત હાંસલ કરી છે. કોંગ્રેસને મળેલી પેનલને પગલે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે તો ભાજપ હાથી ઉપર બેસીને જીતેલા ઉમેદવારોનો વિજય સરઘસ કાઢતા નજરે પડી રહ્યા છે.પાલીતાણા નગરપાલિકામાં કુલ 9 વોર્ડ છે, નવ વોર્ડમાં 36 જેટલી બેઠકો છે. ત્યારે વોર્ડ નંબર એકમાં ચાર બેઠક ભાજપ પાસે હતી. જેમાંથી ત્રણ ભાજપના નગરસેવકોએ રાજીનામાં ધરી દીધા હતા. જેથી ત્યાં ત્રણ જગ્યા ખાલી થઈ હતી. તો બીજી તરફ વોર્ડ નંબર સાતમાં કોંગ્રેસના બે સભ્યોએ રાજીનામાં ધરી દીધા હતા. આમ કુલ પાંચ નગરસેવકની બેઠક ખાલી થતા પેટા ચૂંટણી યોજવાની ફરજ પડી હતી. નવાઈની વાત એ છે કે વોર્ડ નંબર સાતમાં પૂર્વ કોંગ્રેસના પ્રવીણ ગઢવીએ રાજીનામું ધરીને ભાજપમાં પ્રવેશ મેળવી લીધો અને ફરી ટિકિટ મેળવીને ફરી પેટા ચૂંટણીમાં ભાજપમાંથી જીત મેળવી છે. જો કે નગરપાલિકાની કુલ 36 બેઠકમાંથી ભાજપ પાસે 25 બેઠકો હતી.

પાલીતાણા વોર્ડ એકમાં મોટી લીડથી અમારી પેનલનો વિજય થયો છે. ચૂંટણી પંચે મારું ફોર્મ રદ કર્યું, સુપ્રીમમાં જવું પડ્યું, ભાજપે મને રોકવા અનેક કાવાદાવા કર્યા.આમ છતાં અમે લડીને જીત્યા કારણ કે અમારી સાથે જનમત હતો.આ અમારા કામનો વિજય છે.ઓમદેવસિંહ સરવૈયા (નેતા,કોંગ્રેસ,પાલીતાણા)

વોર્ડ નમ્બર 1ના ઉમેદવારોને મળેલા મતઃ પાલીતાણા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર એકમાં જોઈએ તો કોંગ્રેસના જીતેલા ત્રણ ઉમેદવારોમાં અલારખીબેન નુરુભાઇ અબડા 1955 મત, કિરણબેન ગોવિંદમલ કુકડેજા 2009 મત અને કિરીટ શામજીભાઈ સાગઠીયા 1893 મત મેળવ્યા છે.જો કે ઉપરની બે બેઠક સ્ત્રી અનામતની હતી. જ્યારે ભાજપમાં ઇબ્રાહીમ હસનઅલી સૈયદ 1056 મત, જાગૃતીબેન અરવિંદભાઈ જોશી 933 મત અને મોનાબેન પવનકુમાર ચિચડિયા 890 મત મેળવ્યા છે. આમ ત્રણ બેઠક ઉપર પેનલ કોંગ્રેસની વિજય પામી હતી. જો કે વોર્ડ નંબર એકમાં કુલ મતદારો 8777 મતદાન સમયે નોંધાયા હતા. જેમાં પક્ષોને 8736 લોકોએ મતદાન કર્યું હતું. જેમાં 41 મત નોટામાં પડ્યા હતા. તેમ માહિતી પ્રાંત કચેરી પાલીતાણા દ્વારા માહિતી અપાઈ હતી.

વોર્ડ નમ્બર 7ના ઉમેદવારોને મળેલા મતઃ પાલીતાણા નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં ચારમાંથી બે બેઠક ઉપર મતદાન થયા બાદ પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપના પ્રવીણ મુળુભાઈ ગઢવી 2468 મત,રેખાબેન ચંદુભાઈ મકવાણા 1724 મત જ્યારે કોંગ્રેસના ચેતનબેન અબ્બાસભાઈ શાહ 840 મત અને શરદ દીપક વરસડિયા 264 મેળવ્યા છે. આમ કોંગ્રેસ પાસે રહેલી બે બેઠક ભાજપે કબજે કરી છે. જો કે આ બેઠક ઉપર કુલ 5361 મતદારોએ મતદાન કર્યું હતું. ત્યારે 5316 મતદારોએ પક્ષોને મતદાન કર્યું હતું. જેમાં 45 નોટામાં મત આપ્યા હતા તેમ પ્રાંત કચેરી પાલીતાણા દ્વારા માહિતી અપાઈ હતી.જો કે ભાજપે બે બેઠક પર જીત મેળવવા છતાં હાથી પર સરઘસ કાઢ્યું હતું.

લોકોના કામ કરે તેને મત મળે,આ વોર્ડ મારુ ઘર છે.એમ સમજીને કામ કરું છું એટલે મને મત મળ્યા છે.1600 મતથી વધારે લીડથી જીત અપાવી માટે બધાનો આભારી છું.પ્રવીણભાઈ ગઢવી (જીતેલા ઉમેદવાર ભાજપ,પાલીતાણા)

કોંગ્રેસના ડમી ઉમેદવાર જીત્યાઃ પાલીતાણા નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં ઓમદેવસિંહ સરવૈયાએ ફોર્મ ભર્યું હતું. જેને ચૂંટણી અધિકારીએ રદ કર્યું હતું. આથી ઓમદેવસિંહ સરવૈયા હાઇકોર્ટમાં ગયા હતા. જ્યાં તેમના તરફેણમાં ચુકાદો આવતા બાદમાં ચૂંટણી અધિકારી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. ત્યાં સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી લડવા ઉપર સ્ટે મૂકી દીધો હતો. ઓમદેવસિંહ સરવૈયાની જગ્યાએ ડમી ઉમેદવાર કિરીટભાઈ શામજીભાઈ સાગઠીયાને ચૂંટણી લડાવવી કોંગ્રેસ માટે ફરજિયાત બની ગયું હતું.જો કે કોંગ્રેસના મુખ્ય ઉમેદવારની જેમ ડમી ઉમેદવારે પણ લડીને ક્યાંક બાજી મારતા એક બેઠક વધારવામાં સફળતા મેળવી હતી. જો કે સરવાળે પેટા ચૂંટણીમાં ભાજપને એક બેઠકનું નુકસાન થવા પામ્યું છે. પેટા ચૂંટણી પહેલા 36 માંથી 25 બેઠક ભાજપ પાસે હતી. પરંતુ પાંચ બેઠકમાં આવેલા પરિણામ બાદ ભાજપને એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. 36માંથી 25 ભાજપ અને 11 કોંગ્રેસ પાસે હતી હવે 24 ભાજપ અને કોંગ્રેસ પાસે 12 બેઠક થઈ છે તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ કિરણભાઈ મોરીએ જણાવ્યું હતું.મતલબ સરવાળે ભાજપને નુકસાન ગયું છે.

મહુવાઃ ભાવનગરના મહુવા વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં ભાજપ વિજેતાઃ

પેટાચૂંટણીમાં કોંગ્રેસના આશિફઈકબાલ ભીખુભાઈ મકવાણાને 1544, ભાજપના જહાંગીર હસનભાઈ કલવાતારને 2125 મત, આમ આદમી પાર્ટીના રાજુભાઈ મલેક સલીમભાઈ નજુભાઈ 173 મત મળ્યા હતા. તેમજ 109 મતો નોટામાં પડ્યા હતા.આમ ભાજપનો ભાજપનો 581 મતે ભવ્ય વિજય થયો હતો.

પાલનપુર અને ડીસાઃ પાલનપુર અને ડીસા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં પાલનપુરમાં વોર્ડ નંબર ચારના ઉમેદવાર રસુલભાઈ મંસુરી અને ડીસામાં કૉંગ્રેસના ઉમેદવાર ઈમરાનભાઈ કુરેશીની ભવ્ય જીત થતા બંનેના સમર્થકોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી..

ડીસામાં કોંગ્રેસનો વિજયઃ ડીસા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર નવમા અપક્ષ ઉમેદવાર સાદીક કુરેશીએ રાજીનામું આપ્યા બાદ પેટા ચૂંટણી યોજાઈ હતી જેની આજે મતગણતરી ડીસા મામલતદાર કચેરી ખાતે યોજાતા કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન કુરેશી નો 902 મતથી વિજય થયો હતો કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન કુરેશી નો વિજય થતા તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મત ગણતરીમાં કોંગ્રેસના ઇમરાન કુરેશીને 2024 મત, ભાજપના ઉમેદવાર કાંતિલાલ લોધાને 1122 મત તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીગ્નેશ દેસાઈને 431 મત મળ્યા હતા. જ્યારે 36 મત નોટામાં ગયા હતા. આમ કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન કુરેશી નો 902 મતોથી વિજય થયો હતો. ડીસામાં ઘણા સમય બાદ કોંગ્રેસના ઉમેદવારનો વિજય થતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસી આગેવાનોએ સૂત્રોચ્ચાર કરી ખુશી વ્યક્ત કરી હતી...

આજે વોર્ડ નંબર નવના ઉમેદવાર તરીકે મારી જીત થઈ છે પરંતુ એ મારી જીત નથી સમગ્ર વોર્ડ નંબર નવના તમામ લોકોની આ જીત છે અને જે વિકાસના કામ કરવાના બાકી રહી ગયેલા છે જે વિકાસના કામો નથી થતા તે હવે હું વિકાસના કામો કરીશ અને વોર્ડ નંબર નવના દરેક લોકોને ન્યાય મળે તેવા પ્રયત્નો કરીશ. ઇમરાન કુરેશી (વિજેતા કૉંગ્રેસ ઉમેદવાર, ડીસા)

આ પેટા ચૂંટણી માટે ભાજપે કોંગ્રેસને હરાવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. ભાજપે સત્તાનો દુરુપયોગ કરી અનેક મતદારોના ના મતદાર યાદી માંથી ગાયબ કરી અન્ય વોર્ડના ભુતિયા મતદારો ના નામ વોર્ડ નંબર 9માં સામેલ કરાયા હતા.જોકે પ્રજા વોર્ડ નંબર 9ની શાણી પ્રજાએ સમજી વિચારીને મતદાન કરતા ભાજપને જાકારો આપ્યો છે. વિપુલભાઈ શાહે(નેતા, કૉંગ્રેસ)

પાલનપુરમાં કોંગ્રેસનો વિજયઃ પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર-4 ની પેટા ચૂંટણી રવિવારે યોજાઈ હતી.જેનું પરિણામ મંગળવારે વહેલી સવારે જાહેર થતાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો.જેથી કોંગ્રેસના સમર્થકોએ વિજેતા ઉમેદવારને વધાવી લીધા હતા. મંગળવારે પાલનપુર પ્રાંત ઓફિસ ખાતે વહેલી સવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જુદા જુદા ચાર ટેબલના રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઈ હતી. જેમાં કુલ મતદાન 4665 થયુ હતુ.જેમાં સૌથી વધુ મત 1860 કોંગ્રેસના ઉમેદવાર મહમદઅલી રસુલભાઇ મનસુરી મળતા 49 મતોથી વિજેતા જાહેર કરાયા હતા.જેથી કોંગ્રેસના સમર્થકો દ્વારા કોંગ્રેસના વિજેતા ઉમેદવારને વધાવી લીધા હતા.જેથી કોંગ્રેસે પોતાની બેઠક જાળવી રાખી હતી.

પાલનપુરના વોર્ડ નંબર ચારમાં કુલ ચાર ઉમેદવારો ફોર્મ ભર્યા હતા કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી અને અપક્ષમાંથી ફોર્મ ભરાયા હતા જેમાંથી વોર્ડ નંબર ચારના લોકોએ મારી ઉપર વિશ્વાસ મૂકી અને મને ચુંટીને વિજેતા બનાવ્યો છે ત્યારે હું તેમનો આ વિશ્વાસ એળે નહીં જવા દઉં અને જે વિકાસના કામો બાકી છે તે તમામ કામો હું પૂરા કરીશ. (વિજેતા કૉંગ્રેસ ઉમેદવાર, પાલનપુર)

સિદ્ધપુરઃ સિદ્ધપુર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપ વિજેતાઃ

સિદ્ધપુર નગરપાલિકાની વોર્ડ નમ્બર 2માં યોજાઈ હતી પેટા ચૂંટણી જેમાં ભાજપના ચારે ઉમેદવારોની જીત્યા હતા.

ઠાસરાઃ ખેડાની ઠાસરા નગરપાલિકામાં ભાજપ વિજેતાઃ

લઘુમતી પ્રભાવિત વોર્ડ 2માં રસાકસી બાદ 2મતે વિજય થયો છે. પ્રથમ વખત કોંગ્રેસે આપ્યું હતું ઉમેદવારને મેન્ડેટ. કોંગ્રેસના ઉમેદવાર મોહમ્મદ મલેકને મળ્યા 718 મત જ્યારે ભાજપના પ્રેગ્નેશ ગોહિલને 720 મત મળતા બે મતે તેમનો વિજય થયો હતો. ઠાસરા પ્રાંત કચેરીમાં મત ગણતરી હાથ ધરવામાં આવી હતી

મોડાસાઃ મોડાસા નગરપાલિકામાં કોંગ્રેસ બની વિપક્ષ

મોડાસા નગરપાલિકાની પેટાચૂંટણીમાં એઆઈમિમ સાથે ટક્કર બાદ કૉંગ્રેસે વિપક્ષ છીનવ્યું છે. મોડાસા સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી કરાઈ હતી. ભાજપના ઉમેદવારને 67 મત મળતા હાર થઈ છે. કુલ 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી લડાઈ હતી. વોર્ડ નં. 3માં ભાજપમાં નીલિમા શાહ જીત્યા છે. નીલિમા શાહને કુલ 2905 મત મળ્યા જ્યારે કૉંગ્રેસના ધ્વનિ શાહને 355 અને આપના ઉમેદવારને 207 મત મળ્યા છે.

  1. કરજણ વિધાનસભા બેઠક છે કોંગ્રેસના દબદબાવાળી બેઠક, જ્યાં ભાજપને કાઠું પડી શકે
  2. ભાજપે આગામી વિધાનસભાની પેટા ચૂંટણીઓને લઈને જવાબદારીઓ નક્કી કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.