- આજથી ગૌરી વ્રત અને જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ
- નાની બાળાઓ ગૌરી વ્રત અને મોટી કન્યાઓ જયા-પાર્વતી કરે
- પાંચ દિવસ સુધી વ્રતમાં ધાન અને મીઠું આરોગતા નથી
અમદાવાદ : અષાઢ મહિનો શરૂ થતા જ હિન્દુ ધર્મમાં પવિત્ર વ્રત અને તહેવારો શરૂ થઈ જાય છે. આ ક્રમમાં સૌપ્રથમ અષાઢ મહિનાની સુદ ત્રયોદશીથી નાની બાળાઓ માટે ગૌરી વ્રતનો પ્રારંભ તથા મોટી કન્યાઓ માટે જયા-પાર્વતી વ્રતનો પ્રારંભ થાય છે. ગૌરી વ્રત સામાન્ય રીતે 5 થી12 વર્ષની કન્યાઓ અને જયા-પાર્વતી વ્રત 12 થી20 વર્ષની કન્યાઓ કરતી હોય છે. આ વ્રત 05, 07 અને 10 વર્ષ સુધી કરવામાં આવે છે.
ગુજરાતમાં વ્રતનું અનેરું મહત્વ
વ્રતની કથા અનુસાર ભગવાન ભોળાનાથને વરવા માતા પાર્વતીએ ખુબ જ તપસ્યા કરી હતી. તે તપસ્યાના પરિણામે તેમને મહાદેવ મળ્યા હતા. આથી કુંવારી કન્યાઓ સારા પતિની કામના માટે આ વ્રત કરે છે. વ્રત કરનાર કન્યાઓ સવારે વહેલી ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરીને જવારાનું પૂજન અર્ચન કરે છે.
આ પણ વાંચો : ખેડામાં કોરોના સામે નિયમ પાલનના સંકલ્પ સાથે ગૌરી વ્રતની ઉજવણી
શિવાલયમાં ભગવાન શિવ તેમજ માતા ગૌરીની પૂજા આરાધના કરાય
ત્યારબાદ નજીકના શિવાલયમાં ભગવાન શિવ તેમજ માતા ગૌરીની પૂજા આરાધના કરવા જાય છે. તેમને પુષ્પ, કંકુ અને સુગંધિત ધૂપ અર્પણ કરે છે. આવી રીતે સતત પાંચ દિવસ તેઓ આરાધના કરે છે. આમ પાંચ દિવસ તેઓ ધાન અને મીઠું આરોગતા નથી. તેઓ ફળાહાર, સૂકા મેવા ગ્રહણ કરે છે અને ઉપવાસ કરે છે. છેલ્લા દિવસે રાત્રિ 12 કલાક સુધી જાગરણ કરે છે.
આ પણ વાંચો : જામનગરના હજારેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા 150 વર્ષથી બાલિકાઓ કરે છે જયાપાર્વતીનું વ્રત
જયા-પાર્વતી તથા ગૌરી વ્રતનું વૈજ્ઞાનિક મહત્વ
જયા-પાર્વતી વ્રત કરનારી કન્યાઓ છેલ્લા દિવસે આખી રાત જાગરણ કરતી હોય છે. વૈજ્ઞાનિક રીતે આ વ્રતનું મહત્વ જોઈએ તો અષાઢ માસમાં ઉપવાસને લઈને શરીર સ્વસ્થ રહે છે. બાળાઓને વધતી ઉંમરની સાથે સુકામેવા અને ફળાહાર મળવાથી તેમના શરીરને પણ પોષણ મળે છે.
આ પણ વાંચો -