- બાપુનગરની રામદાસની આંગડિયા પેઢી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી
- પેઢીમાં જ કામ કરતા કર્મચારીઓએ છેતરપિંડી આચરી
- 1 આરોપીની ધરપકડ, 10 હજુ પણ ફરાર
અમદાવાદ : શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી રામદાસની આંગડિયાની પેઢીમાં કામ કરતા 11 કર્મચારીઓએ પેઢી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે બાપુનગર પોલીસે પાટણથી સંજય ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદની ઓફિસના તમામ વ્યવહાર આરોપી સંજય સંભાળતો હતો
બાપુનગર પોલીસે ઝડપી પડેલો આરોપી સંજય અમદાવાદની ઓફિસના તમામ વ્યવહાર સંભાળતો હતો. જેથી તેની પાસે દરરોજ કરોડો રૂપિયાની આવક જાવક રહેતી હતી. તેમજ તેની સાથેના 10 કર્મચારીઓ સાથે મળીને છેલ્લાં 1 મહિનામાં પેઢીના ટુકડે ટુકડે કરોડો રૂપિયા લઇ ફરાર થઇ ગયા હતા.
10 આરોપી 2 કરોડ રૂપિયા સાથે ફરાર
આંગડિયા પેઢીમાં કામ કરતા સંજય ઠાકોરની સાથેના 10 આરોપીઓ 2 કરોડ રૂપિયા સાથે ફરાર છે. હાલ પોલીસે તમામ જગ્યાઓ પર તપાસ કરી રહી છે. જ્યાં આરોપીઓ છુપાયા હોવાની શક્યતા છે. આ સાથે આરોપીઓએ તમામ રૂપિયાનો ક્યાં ઉપયોગ કર્યો તે પણ તપાસ કરી રહી છે.