અમદાવાદ: કોઇ પણ રાજકીય નેતાનું નિધન થતું હોય ત્યારે એક રાજકીય યુગનો અંત આવતો હોય છે. પોતાની રાજકીય સફરમાં અનેક રાજકીય બીજની વાવણી એમણે કરી હોય છે. રાજકીય સફરમાં અનેક અડચણ આવે છે. આ સાથે અનેક સમસ્યાઓનો સામનો કરીને રાજકીય નેતાઓ પોતાનું જીવન દેશને સમર્પિત કરતા હોય છે. સમસ્યાઓ સાથે સંગ્રામ પણ એટલા જ હોય છે. દેશની અને સ્થાનિક લોકોની સમસ્યામાં પોતાનું જીવન પસાર કરી દેતા હોય છે. તેમના કરેલા કામની સુગંધ તેમના જીવન બાદ અને જીવન પછી પણ જોવા મળે છે. શિક્ષણ પ્રધાન જે દરેકની શિક્ષાનું ધ્યાન રાખતા હોય છે. તે તો કેમ ભુલાઇ. પૂર્વ શિક્ષણ પ્રધાન મુરબ્બી હસમુખભાઈ પટેલનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે.
"હસમુખભાઇ પટેલની વિદાય સાથે ગુજરાત કોંગ્રેસનો એક યુગ સમાપ્ત થયો અને ગુજરાતના જાહેર જીવનમાં એક ઈમાનદાર નેતાની ખોટ કાયમ રહેશે.રાજનિતીની નવી પેઢી અને ઉગતા આગેવાનો માટે તેમનુ જાહેરજીવન કાયમ માટે એક અભ્યાસ વિષય બની રહેશે.એમની સાથે 10 વષઁ ખૂબ નજીકથી રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું જે મારા જીવનનું એક સંભારણું બની રહેશે મુઠી ઉચેરા આ મહાન નેતાના જાહેર જીવનને વંદન. એ દિવંગત આત્માને પ્રભુ શાંતિ અપેઁ અસ્તુ" --મનહર પટેલ (પ્રવક્તા, ગુજરાત કોંગ્રેસ)
પાઠ્યપુસ્તક મંડળના સભ્ય હતાઃ હસમુખભાઈનો જન્મ 12/9/1939ના રોજ અમદાવાદમાં થયો હતો. અર્થશાસ્ત્ર વિષયમાં એમ.એ સુધીનો અભ્યાસ કર્યો હતો. સાતમી ગુજરાત વિધાનસભામાં તેઓ દંડક પદે રહ્યા હતા. એ પછી તેઓ ગુજરાત સરકારમાં રમતગમત તથા યુવા-સાંસ્કૃતિક પ્રવૃતિઓના રાજ્યકક્ષાના પ્રધાન રહ્યા હતા. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર કામદાર સંઘમાં ઉપપ્રમુખ પદે રહ્યા હતા. પછી રાજ્યના પાઠ્યપુસ્તક મંડળના સભ્ય તરીકે રહ્યા હતા. વર્ષ 1971માં લોકસભાની ચૂંટણી વખતે પ્રચાર સમિતીમાં રહ્યા હતા. 1976ની અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીએ નિમેલી ટૂકડીમાં પ્રચાર સમિતીમાં રહ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ પક્ષના સાપ્તાહિતના તંત્રી પદ રહ્યા હતા.
- Gujarat Congress Janmanch: કોંગ્રેસ લોકોની ‘મન કી બાત’ સાંભળશે, રાજ્યની સ્થાપના દિવસ નિમિતે શરૂ કરશે જનમંચ પ્લેટફોર્મ
- Gujarat Congress Demand : ગાંધીનગરમાં સરકારી બંગલોમાં રહેતાં પૂર્વપ્રધાનોના નામ ગણાવતી કોંગ્રેસ, સરકાર પર સાધ્યું નિશાન
- Congress Party: પ્રોફેસરની આત્મહત્યાને લઇને ભાજપ પર કોંગ્રેસના પ્રહાર